STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

આવોને.

આવોને.

1 min
350

શબ્દે શબ્દે પૂરું પ્રાણ પ્રભુજી આવોને,

ના હોય વિયોગે તાણ પ્રભુજી આવોને.


નયન બન્યાં છે ચાતકી કરીકરી પ્રતિક્ષા,

રઘુનંદન કર ગ્રહો બાણ પ્રભુજી આવોને.


ધબકતું ઉર મારું તવાગમન કાજે સદા,

આગમન લગી ટકે પ્રાણ પ્રભુજી આવોને.


હોય અગણિત અપરાધ વિસારો વિભુ,

પ્રેમ પદારથે ન હોય દાણ પ્રભુજી આવોને.


બત્રીસ કોઠે દીવા મારે સન્મુખ શ્રીહરિ,

ઉગે જાણે સોનેરી ભાણ પ્રભુજી આવોને.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational