આવકારોમાં
આવકારોમાં
નવી તકલીફ ઊભી બારણે એ આવકારોમાં,
ફરિયાદો વળી ભેગી થશે આજે વખારોમાં,
કરી રાખી અહીં પાછી નવી આચારસંહિતા,
અમલ કરવા હવે તૈયાર થાશે ત્યાં વિહારોમાં,
હતાં પગલાં અહીં સાધુ તણા જાણી ગયા'તા ને,
નથી પડવું ધરમના આગવા એવાં પ્રકારોમાં,
હશે જ્ઞાની, હશે પાપી ફિકર એ કેટલી કરશો ?
નસીબે એ મળેલા ત્યાં નવી રાહે નકારોમાં,
નવી પેઢી, નવી ખુશી, નવા દરદો મળી જાશે,
હવે આરામથી, આશા જ સંગાથે પગારોમાં.
