Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

AKASH CHAUDHARI

Drama Fantasy

3  

AKASH CHAUDHARI

Drama Fantasy

સિંહની મિત્રતા

સિંહની મિત્રતા

2 mins
2.7K


ઘણા વરસો પહેલાની આ વાત છે. ત્યારે દિલ્હીમાં મોઘલ સામ્રાજ્યનું રાજ્ય ચાલતું હતું. મોઘલ બાદશાહ બાબર દિલ્હીની ગાદી પર રાજ્ય કરતો હતો. આ બાબર ખુબ જ શક્તિશાળી અને પ્રતાપી બાદશાહ હતો. તે ખુબ જ ભાદુર હતો. તેને શિકાર કરવાનો ઘણો શોખ હતો. એક વખત આ બાબર પોતાના સૈનિકો સાથે જંગલમાં શિકાર કરવા માટે નીકળ્યો.

જગલમાં આવ્યા પછી તે લોકો શિકારની શોધ કરવા લાગ્યા. પણ કોઈ શિકાર હાથ આવ્યો નહિ. એટલામાં જંગલમાં એક તળાવ દેખાયું. બાદશાહને થયું કે જંગલનું કોઈ પ્રાણી આ તળાવમાં પાણી પીવા જરૂર આવશે. આમ વિચારી તેમણે તળવાને કિનારે એકે ઝાડ પાર ચઢી શિકારની રાહ જોવાનું નક્કી કર્યું. એ શિકારની રાહ જોતા હતા. એટલામાં એક સિંહ ત્યાં પાણી પીવા માટે આવ્યો. તે તળાવમાં પાણી પીવા માટે ગયો. એ જ વખતે તળાવમાં એક મગરે તેના પર તરાપ મારી અને તેને પકડીને પાણીમાં લઇ ગયો. સિંહે પણ મગર સામે બાથ ભીડી બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધ બે દિવસ સુધી ચાલ્યું. બાદશાહને પણ આ યુદ્ધ જોવાની મજા પડી. તે પણ બે દિવસ સુધી ત્યાજ તળાવ કાંઠે રોકાયા.

બે દિવસના યુદ્ધ પછી સિંહે મગરને મારી નાખ્યો. પણ સિંહ પોતે પણ ખુબ જ ઘાયલ થયો હતો. એટલે તે બેભાન થઇ ગયો. આ જોઈ બાદશાહને સિંહની દયા આવી. તે સિંહ પાસે ગયા. સિંહના ઘા સાફ કર્યા. તેના પર મલમ અને દવા લાગવી. થોડા સમય બાદ સિંહ ભાનમાં આવ્યો. સિંહને ભાનમાં આવેલો જોઈ સિપાહીઓ તો ડરી ગયા. પણ બાદશાહ બહાદુર હતા. તે ડર્યા વગર સિંહની સેવા કરતાં રહ્યા. સિંહ પણ સમજી ગયો કે આ માણસ મને મદદ કરી રહ્યો છે. તે પણ ડાહ્યો થઈને પડ્યો રહ્યો. પછી તો આ સિંહ અને બાદશાહ મિત્ર બની ગયા. બાદશાહ સિંહને પોતાના મહેલમાં લઇ ગયા. સિંહ ત્યાજ રહેવા લાગ્યો.

આ સિંહ બાદશાહનો વફાદાર બની ગયો હતો. તે બાદશાહની સાથે બાદશાહની પથારી પાસે જ સુતો હતો. હવે એક રાતે બાદશાહના કેટલાક દુશમન ચોરી છુપીથી બાદશાહના મહેલમાં ઘુસી આવ્યા. તેમણે સુતેલા બાદશાહ પર હુમલો કર્યો. પણ સિંહ આ જોઈ ગયો. તેણે બદશાહને બચાવી લીધા. અને પોતે હુમલો કરી, બાદશાહને મારવા આવનાર લોકોને જ મારી નાખ્યાં. આમ સિંહે પોતાનો જીવ બચાવનારનો જીવ બચાવી ઉપકારનો બદલો ઉપકારથી વાળ્યો.

સમય વીતતો ગયો.બાદશાહની ઉમર થઇ ગઈ. સમય જતા બાદશાહ મૃત્યુ પામ્યા. પોતાનો મિત્ર ન રહ્યો. એટલે સિંહ પણ મહેલમાંથી જંગલમાં ચાલ્યો ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Drama