રાજપૂતની ખુમારી
રાજપૂતની ખુમારી
એક સમયની વાત છે. એક નગર હતું. તે નગરમાં એક રાજપૂત રાજા રાજ્ય કરતો હતો. આ રાજા ઘણોજ દયાળુ અને પ્રજાવત્સલ હતો. તે હમેશા પોતાની પ્રજા સાથે ખુબ પ્રેમભાવથી રહેતો હતો. એટલું જ નહિ તે દુનિયાના બધા જ પ્રાણીઓને પણ ખુબ જ પ્રેમ કરતો હતો. તેના ઘરમાં એક દેવચકલી ચકલી રહેતી હતી. આ રાજપૂત રોજ તેને દાણા નાંખતો હતો.
એક સમયની વાત છે. એક વખત દુષ્કાળ પડ્યો. વરસાદનો એક છાંટો પણ પડ્યો નહિ. લકો પાસે કોઈ અનાજ વધ્યું નહિ. ખુદ રાજપુતના ઘરમાં પણ અનાજના કોઠાર ખાલી થવા લાગ્યા. એક દિવસ તો એવો આયો કે રાજપૂત પાસે પેલી દેવચકલીને નાખવા માટે પણ દાણા ના રહ્યા. હવે રાજપૂતને ખુબ ચિંતા થવા લાગી. એટલે તેણે નક્કી કર્યું કે તે કોઈ દૂરના સ્થળે કામકાજ કે મજુરી કરવા માટે જશે. આમ વિચારી તે પોતાના ઘરેથી પરદેશ જવા માટે નીકળી ગયો. પેલી દેવચકલી પણ તેની સાથે નીકળી ગઈ.
જતાં જતાં રસ્તામાં એક તળાવ આવ્યું. દુષ્કાળ પડવાને લીધે તળાવમાં પાણી બિલકુલ ખાલી થઇ જવા આવ્યું હતું. તળાવમાં ક્યાંક નાના મોટા ખાબોચિયા જ ભરેલા હતા. આ રાજપૂતને ખુબ ચાલવાથી થાક લાગ્યો હતો. એટલે હાથપગ ધોવા માટે ખાબોચિયા તરફ ગયો. ત્યાં આકશમાં દેવતા આ રાજપૂતની કસોટી કરવાનું વિચારતા હતા.
આકાશમાં બે દેવતાઓએ આ રાજપૂતની કસોટી કરવા માટે, એક દેવતાએ દેડકાનું રૂપ લીધું. અને બીજા દેડકાએ સાપનું રૂપ લીધું. સાપ દેડકાને પકડવા તેની પાછળ દોડ્યો. ત્યારે દેડકો પોતાનો જીવ બચાવવા આ રાજપૂત પાસે આવ્યો. ત્યારે રાજપૂતે દેડકાને પોતાના હાથમાં ઉઠાવી લીધો. દેડકે કહ્યું, ‘હે વીર તમે મને આ સાપથી બચાવો નહીતર એ મને ખાઈ જશે. ત્યારે રાજપૂતે સપને કહ્યું
, ‘ભાઈ તું આ દેડકાને શું કામ મારે છે ?’ ત્યારે સાપે કહ્યું, ‘આ દેડકો મારો ખોરાક છે. મને ભૂખ લાગી છે. તેને ખાવાનો મને અધિકાર છે. તું મારો દેડકો મને આપી દે.’ ત્યારે દેડકે કહ્યું, ‘હે માનવ હું તારા શરણમાં છું મારું રક્ષણ કરવું તારી ફરજ છે.’
હવે આ રાજપૂત યુવાન ધર્મસંકટમા આવી ગયો. જો દેડકાને છોડે તો સાપ દેડકાને ખાઈ જાય. અને જો ના છોડે તો સાપ ભૂખ્યો રહે. તો પણ તેને પાપ લાગે. એટલે તેને સાપને કહ્યું, ‘હે સાપ તું આ દેડકાને ખાવાનું માંડી વાળ. હું તને મારી એક આંગળી કાપીને આપું છું. એ ખાઈને તારી ભૂખ મટાડ.’ આમ કહી રાજપૂતે પોતાની એક આંગળી કાપી સાપને આપી દીધી.
રાજપૂતની આ ઉદારતા જોઈ સાપ અને દેડકાના રૂપમાં આવેલા દેવતાઓ ખુબ ખુશ થયા. દેવતાઓ સાપ અને દેડકાનું રૂપ છોડી પોતાના સાચા રૂપમાં આવ્યા. તેમણે રાજપૂતને કહ્યું, ‘વાહ યુવાન તે આજે તારો રાજપૂત ધર્મ સુંદર રીતે બજાવી જાણ્યો છે. અમે ખુબ જ ખુશ છીએ. માંગ માંગ તું જે માંગીશ તે આપશું. ત્યારે રાજપૂતે કહ્યું, ‘મારે બીજું કંઈ નથી જોઈતું, પણ મારા મલકમાં વરસાદ પડ્યો નથી. આપ વરસાદના દેવ વરુણને વિનંતી કરો કે મારા મલકમાં વરસાદ વરસાવે છે.
રાજપૂતે પોતાના માટે કશું ના માંગ્યું પણ, પોતાના મલકની વસ્તી માટે વરસાદ માંગ્યો. આ જોઈ દેવતા વધુ ખુશ થયા. અને કહ્યું, ‘હે રાજપૂત તું તારા દેશમાં પાછો જા. તું પહોંચીશ ત્યાં સુધીમાં ત્યાં વરસાદ થઇ જશે. આ સાંભળી રાજપૂત ખુશ થયો. અને પોતાના નગરમાં પાછો આવ્યો. ત્યાં આવીને જોઈએ તો ખુબ વરસાદ થયો હતો. નદી સરોવર પાણીથી ભરાઈ ગયા હતા. ખેતી પણ સારી થઇ હતી. આ બધું જોઈ રાજપૂત ખુશ ખુશ થઇ ગયો.