Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gopi Kukadiya

Tragedy

3  

Gopi Kukadiya

Tragedy

તારી યાદ પલ પલ સતાવે

તારી યાદ પલ પલ સતાવે

7 mins
437


“ સ્ટોપ ધ કાર પ્રિયાંશ!!!” અચાનક દિશા એ કહ્યું,

“શુ થયું દિશા, આર યુ ઓકે?” પ્રિયંશે દિશાને પૂછ્યું.

દિશા જલ્દીથી કારનો દરવાજો ખોલીને સામે રહેલા આઈસક્રીમ પાર્લર પર ગઈ. પ્રિયાંશ બસ એને જોતો જ રહી ગયો, ‘હા’ દિશાને આઈસ્ક્રીમ ખૂબ જ પસંદ હતો. આઈસ્ક્રીમ જોઈને દિશા એક નાની બાળકી બની જતી હતી, પ્રિયાંશ તેને ખુશ જોઈને પોતે પણ હસતો રહ્યો., ત્યાં જ તેના પગ પાસે એક બોલ આવ્યો અને તેની વિચારધારા અટકી, તે તો દિશાની યાદોમાં ખોવાય ગયો હતો, તે રાજને લઇને ગાર્ડનમાં ફરવા આવ્યો હતો.

રાજ પ્રિયાંશ અને દિશાનો 5 વર્ષ નો છોકરો હતો. પ્રિયાંશ તેને દર રવિવારે આ જ ગાર્ડનમાં લઇ આવતો. પોતે ત્યાં બેન્ચ પર બેઠો હતો અને સામે એક બાળકી ને આઈસ્ક્રીમ ખાતા જોઈને એને પણ દિશાની યાદ આવી ગઈ હતી. પ્રિયાંશ ફરીથી ભૂતકાળમાં સરી પડ્યો.

* * * *


પ્રિયાંશની કોલેજ પૂરી થઈ ગઈ હતી અને તે એક સારી કંપનીમાં સારા હોદ્દા પર જોબ કરતો હતો. તેના માતા-પિતાએ તેના માટે સારી છોકરીઓ જોવાનું શરૂ કરી દિધુ હતું, જોકે પ્રિયાંશને લગ્ન માટે કોઈ જ ઉતાવળ ન’હતી. તે પહેલાં સારી રીતે સેટ થઈ જવા માંગતો હતો.

એક રાતે તે ઘરે આવ્યો ત્યારે તેના મમ્મી-પપ્પા એની જ રાહ જોઈ રહ્યા હતા. તેના મમ્મીએ પ્રિયાંશ ને કહ્યું કે “આવતીકાલે તેઓ એક છોકરી જોવા જવાના છે. ” પ્રિયંશે કહ્યું કે તેને હાલ લગ્ન નથી કરવા, પણ તેના મમ્મી એ કહ્યું , “એક વાર જોઈ લે, જો તને ગમે તો જ વાત આગળ વધારશું” પ્રિયાંશ તેની મમ્મીની વાત માની લે છે.


બીજા દિવસે તેઓ છોકરી જોવા જાય છે, છોકરીના પપ્પા, રમેશભાઈ પ્રિયાંશના પપ્પાના દોસ્ત જ હોય છે. બધા ત્યાં પહોંચે છે અને દિશાનું ફેમિલી તેમને આવકારે છે, બધા હોલમાં બેસે છે અને એકબીજાના ખબર અંતર પુછે છે, પ્રિયાંશ થોડુ નર્વસ ફીલ કરતો હોય છે, એટલી વારમાં દિશાના પપ્પા મહેશભાઈ દિશાને બોલાવે છે.

દિશા હાથમાં નાસ્તાની ટ્રે લઇને આવે છે, પ્રિયાંશ બસ એને એકીટશે જોયા જ કરે છે. તે ચૂડીદાર ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હોય છે. હાથમાં ડ્રેસને મૅચ થતી ચૂડી પહેરેલી હોય છે, કપાળમાં નાની બિંદી લગાવી હોય છે અને હોઠો પર રેડ લિપસ્ટિક લગાવેલી હોય છે. સ્ટ્રેટ ખુલ્લા વાળને હેરબેન્ડ વડે સમેટીને વ્યવસ્થિત કરેલા હોય છે.


દિશા બધાને નાસ્તાની પ્લૅટ્સ આપે છે, લાસ્ટમાં તે પ્રિયાંશને પણ નાસ્તાની પ્લેટ આપે છે અને ત્યારે જ બન્નેની નજર એક થાય છે, પ્રિયાંશ તેની સામે જોઈ ને સ્માઈલ કરે છે અને દિશા શરમાઇ જાય છે. તે ત્યાંથી કિચનમાં જતી રહે છે.

પ્રિયાંશના ફેમિલીને દિશા ગમી જાય છે અને દિશાની ફેમિલીને પણ પ્રિયાંશ ગમી જાય છે, તેઓ બન્નેને એકાંતમાં વાત કરવા માટે મોકલવામાં આવે છે.

દિશા પ્રિયાંશને તેનો રૂમ દેખાડવાના બહાને લઈ જાય છે, પ્રિયાંશ રૂમનું નિરક્ષણ કરતો હોય છે પણ તેના મગજમાં એક જ વિચાર ચાલતો હોય છે કે દિશા ક્યારે વાતની શરૂઆત કરે. સામે દિશા ચુનરીના છેડાને હાથમાં રાખીને મરોડતી મરોડતી એ જ વિચાર કરે છે કે પ્રિયાંશ ક્યારે વાત શરૂ કરે.


“તમે…”બંને એકસાથે બોલે છે.

“શું કહેતા હતા તમે?”પ્રિયાંશ સ્મિત સાથે પૂછે છે.

“તમે પણ કંઈક બોલતા હતા.” આંખોમાં નિર્દોષ શરમ સાથે આંખો હાથમાં ગમ્મત કરતા ચુનરીના છેડા પર અટકાવી દીશા ધીમેથી બોલી.

“લેડીઝ ફર્સ્ટ….”પ્રિયાંશે વાતની શરૂઆત કરાવતા કહ્યું.ત્યાંથી વાતોનો સિલસિલો શરૂ થાય છે. બન્ને એકબીજા વિશે વાતો શેર કરે છે અને બહાર આવે છે, અને ત્યાંથી પ્રિયાંશનું ફેમિલી વિદાય લે છે. રસ્તામાં પ્રિયાંશ તેના મમ્મી-પપ્પા ને કહે છે, “મમ્મી મને દિશા ગમે છે”

આ સાંભળીને તેના મમ્મી-પપ્પા ખુશ થઈ છે અને તેઓ મહેશભાઈને ફોન કરીને આ વાત જણાવે છે, આ બાજુ દિશા પણ પ્રિયાંશ માટે હા પાડે છે. ત્યારબાદ બન્નેના ધામધૂમથી લગ્ન થાય છે અને દિશા પ્રિયાંશની પત્ની બનીને નવા ઘરમાં પ્રવેશે છે.

* * * * * * *


આજે દિશા સવારથી ખૂબ જ ખુશ હતી, આજે તેની અને પ્રિયાંશની 1st મેરેજ એનિવર્સરી હતી, બન્ને એક બીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા, પ્રિયાંશ દિશાને એક પત્નિ અને ખાસ મિત્ર તરીકે રાખતો હતો, આજે દિશાએ પ્રિયાંશ માટે સરપ્રાઇઝ પ્લાન કરેલું હતું.

પ્રિયાંશ હાલ્ફ લિવ લઇને ઘરે આવે છે, તે દિશાને લઇને બહાર ડિનર કરવા જાય છે, ડિનર કરીને બન્ને દરિયા કિનારે ફરવા જાય છે, દરિયા પરથી આવતો ઠંડો પવન બંનેના ચહેરાને સ્પર્શીને શહેર તરફ નીકળી જતો હતો. દિશાનો એક હાથ પ્રિયાંશના હાથમાં હોય છે અને બીજા હાથમાં એક લેટર હોય છે જે પ્રિયાંશને સરપ્રાઈઝ આપવા તેનાથી છુપાવીને રાખેલ હોય છે.

એટમોસફાયર ને ન્યાય આપી બંને ચૂપ રહે છે અને એકબીજાનો સાથ માણે છે. અચાનક દિશા અટકી જાય છે અને પ્રિયાંશને હગ કરી લે છે અને તેના હાથમાં રહેલો લેટર પ્રિયાંશને આપે છે.

પ્રિયાંશ એ લેટર વાંચે છે અને ખુશીથી ઉછળી પડે છે, તે દિશાને ઊંચકીને ગોળ ગોળ ફેરવવા લાગે છે, તે લેટર બીજુ કઈ નહિ પણ “પ્રેગ્નનસી રિપોર્ટ” હોય છે, દિશા ‘માં’ બનવાની હોય છે.

પુરા નવ મહિના પ્રિયાંશ દિશાની ખૂબ જ કાળજી રાખે છે અને અંતે રાજનો જન્મ થાય છે.

‘રાજ’ પ્રિયાંશ અને દિશાના પ્રેમની નિશાની. બન્ને રાજના આગમનથી ખુશ હોય છે. ખૂબ જ લાડથી બંને રાજને ઉછેરતા હોય છે અને જિંદગી સરળતાથી વહી રહી હતી પણ કુદરતને તો કઈક અલગ જ મંજુર હતું.

* * * * * * *


એ દિવસ યાદ આવતા પ્રિયાંશ આજે પણ રોઈ પડે છે, આ જ દિવસે કુદરતે તેની પાસેથી તેની જિંદગી છીનવી લીધી હતી.

તે દિવસ રાજનો બર્થડે હતો, દિશા અને પ્રિયંશે ઘરે એક પાર્ટી રાખી હતી, બધા પાર્ટી એન્જોય કરી રહ્યા હતા, અચાનક દિશાને ચક્કર આવી જાય છે, પ્રિયાંશ તેને પકડી લે છે.

પ્રિયાંશ દિશાને એક ચૈર પર બેસાડે છે અને પાણી આપે છે,તે દિશા ને પુછે છે, “ દિશા શુ થયું??”

દિશા કપાળે હાથ રાખી બનાવટી વાત બનાવી કહે છે “ કઈ નહિ બસ થોડાક ચક્કર આવી ગયા, સવારથી પાર્ટીની તૈયારીના લીધે થોડો થાક લાગ્યો છે, બીજું કંઈ જ નથી.”

પ્રિયાંશ દિશાના માથા પર હાથ ફેરવતા કહે છે,“ઓકે.. તું આરામ કર,”

દિશા બેડ પર સુતા સુતા રડે છે, તે મનમાં જ પ્રિયાંશની માફી માંગે છે, કારણ કે તે પ્રિયાંશને સાચું કારણ જણાવી શકતી નથી.

* * * *


થોડા દિવસોથી દિશાને ખૂબ જ માથું દુઃખતું હતું અને બેચેની જેવું રહ્યા કરતું હતું, તેની આંખો પણ નબળી પડવા લાગી હતી, આથી તેણે ડૉક્ટર પાસે જવાનું વિચાર્યું પણ તેને આ વાત પ્રિયાંશને ના કરી કારણ કે તે ટેન્શનમાં આવી જતો.

દિશા એક દિવસ બપોરે રાજને સુવરાવીને ડૉક્ટર પાસે ગઈ, ડૉક્ટરે તેને દવા લખી આપી પણ એનાથી તેને કઈ જ ફરક ના પડ્યો, આથી ડોક્ટરે તેને થોડા ટેસ્ટ કરાવવા કહ્યુ.

બે દિવસ પછી જ્યારે રિપોર્ટ્સ તેના હાથમાં આવ્યા તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. દિશાને ‘બ્રેઈન ટ્યુમર’ હતું.


દિશા આ જોઈને ભાંગી પડી, એની સામે રાજ અને પ્રિયાંશનો ચહેરો આવી ગયો. એ બન્ને એના વગર કેમ રહી શકશે?? પોતે જો થોડી વાર માટે પણ રાજથી દૂર થતી તો રાજ રડમસ બની જતો એને દિશા વગર બિલકુલ નો’હતું ચાલતું.અને પ્રિયાંશ?

એ પણ ક્યાં દિશા વગર રહી શકતો હતો? દિશા થોડાક દિવસ પણ પિયર જતી તો પણ પ્રિયાંશ એને બોલાવી લેતો. એ કઇ રીતે પ્રિયાંશને આ વાત કરી શકશે?

દિશાએ મન બનાવ્યું કે એ હમણાં તો પ્રિયાંશને કઈ જ નહીં જણાવે.એ ઘરે આવી રાજ હજુ સૂતો હતો એ રાજને જોઈને રડી પડી. દિશાએ રિપોર્ટ્સ કબાટમાં સંતાડીને મૂકી દીધા અને કઇ જ ના થયું હોય એમ રહેવા લાગી.

* * * * * * *


પાર્ટી પુરી થયાં પછી, બધા મહેમાન ગયા પછી પ્રિયાંશ રાજને સુવડાવીને બેડરૂમમાં આવ્યો, દિશા સુઈ ગઈ હતી, તે પણ ચેન્જ કરીને દિશાની બાજુમાં સુઈ ગયો, દિશાને આરામથી સુતા જોઈ રહ્યો, પણ એ આરામદાયક ચેહરા પાછળ કેટલું દુઃખ હતું તેનો પ્રિયાંશને અંદાજો પણ નો’હતો અને હોત તો પણ એ હવે કઈ જ કરી શકે એમ નો’હતો.

* * *


દિશા રસોડામાં રસોઈ બનાવતી હતી અને બહાર હોલમાં પ્રિયાંશ રાજ સાથે રમી રહ્યો હતો, અચાનક રસોડામાંથી કઈક પડવાનો અવાજ આવ્યો. પ્રિયાંશ દોડતો રસોડામાં આવ્યો અને જોયું તો દિશા નીચે બેભાન અવસ્થામાં પડી હતી. પ્રિયંશે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને દિશાને હોસ્પિટલમાં ખસેડી ગયો.

બન્નેના મમ્મી-પપ્પા પણ ત્યાં આવી ગયા, ડૉક્ટરે જાહેર કરી દીધું કે દિશા પાસે હવે ખૂબ ઓછો સમય બચ્યો છે, ડૉક્ટરે પ્રિયાંશને દિશાના બ્રેઈન ટ્યુમરની વાત કરી, પ્રિયાંશ આ સાંભળીને એકદમ ભાંગી પડ્યો.


દિશાના રૂમમાં નીરવ શાંતિ હતી, દિશા હજુ ભાનમાં નો’હતી આવી. બધા તેના બેડ પાસે જ ઉભા હતા, પ્રિયાંશ દિશાનો હાથ પકડી ને રડી રહ્યો હતો.

થોડીવારમાં દિશાને હોશ આવ્યો, બધાને આસપાસ ઉભેલા જોઈને તે રડી પડી, બધા દિશાને મળીને બહાર ગયા અને રૂમમાં પ્રિયાંશ અને દિશા એકલા પડ્યા, દિશાએ પ્રિયાંશનો હાથ તેના હાથમાં લઇને “સોરી” કહ્યું, પ્રિયાંશ પાસે ઘણા સવાલો હતા જેના જવાબ દિશાએ આપવાના હતા…

દિશાએ રડમસ અવાજે પ્રિયાંશને કહ્યું,“ પ્રિયાંશ, આઈ એમ સોરી, પણ હું તમને દુઃખી જોવા નો’હતી માંગતી એટલે જ મેં આ વાત છુપાવી ને રાખી”

પ્રિયાંશની આંખો પણ ભરાઈ આવી હતી, દિશાનો હાથ હાથમાં લઈને રડમસ થઇ પ્રિયાંશે કહ્યું, “,દિશા તું એકલી આટલું બધું સહન કરતી રહી અને મને કઇ જાણવા પણ ના દીધું? આથી આગળ પ્રિયાંશ કઈ બોલી ના શક્યો અને રડવા લાગ્યો,

દિશાએ પ્રિયાંશને સંભાળતા કહ્યું, “ પ્રિયાંશ પ્લીઝ તમે રડો નહિ, તમારે હજુ રાજને સંભાળવાનો છે, એને સારો વ્યક્તિ બનાવવાનો છે. ”

પ્રિયાંશ રડતા રડતા દિશાને ભેટી પડ્યો, “હું તારા વગર એકલો કઈ રીતે બધું કરી શકીશ? પ્લીઝ તું ના જા”

પ્રિયાંશ અને દિશા રડતા રહ્યા, એકાએક દિશાને શ્વાસ ચડવા લાગ્યો અને તે હંમેશાને માટે પ્રિયાંશ અને રાજ ને મૂકી ને ચાલી ગઈ.

પ્રિયાંશે દિશા ના આત્માની શાંતિ માટે તેની ઈચ્છા મુજબ રાજની સંભાળ લેવા લાગ્યો અને પોતે પણ મજબૂત બનીને રહેવા લાગ્યો.

* * * *


“ ડેડી…..ડેડી…..” રાજના અવાજથી પ્રિયાંશ વર્તમાનમાં આવ્યો, રાજ હવે રમીને થાક્યો હતો, એને ઘરે જવું હતું.

પ્રિયાંશ રાજને લઈને ઘર તરફ ચાલતો થયો દિશાની યાદો ને હંમેશા માટે પોતાના હૃદય માં સમાવીને, છેલ્લીવાર તેણે પેલી આઈસ્ક્રીમવાળી છોકરી પર નજર કરી, દિશા તેને રાજનું ધ્યાન રાખવા બદલ આભાર માનતી હોય અને હંમેશા ખુશ રાખવા વિનંતી કરતી હોય તેવું દ્રશ્ય પ્રિયાંશને દેખાયું, તેણે રાજને તેડી લીધો અને મોટા સ્મિત સાથે ઘર તરફ અગ્રેસર થયો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy