Mital Chaudhari

Children Others


3  

Mital Chaudhari

Children Others


નવી રાણી

નવી રાણી

3 mins 846 3 mins 846

ઘણા વરસો પહેલાની આ વાત છે. એક નગર હતું. આ નગરમાં એક રાજા રાજ કરતો હતો. આ રાજાને એક સુંદર રાની હતી. રાજા પોતાની રાણીને ખુબ જ પ્રેમ કરતો હતો. રાણીને પણ રાજા પર ખુબ જ પ્રેમ અને વિશ્વાસ હતો. સમય જતા રાણીએ બે રાજકુમારને જન્મ આપ્યો. બંને રાજકુમાર ખુબ જ રૂપાળા હતા. રાજા અને રાની તથા નગરના લકો ખુબ જ ખુશ હતા.

એમ કરતા કરતાં સમય વીતવા લાગ્યો. કોઈ કારણસર રાજાણી રાણી બીમાર પડી. રાજા દુખી થઇ ગયા. તેમણે ગામે ગામના ઘણા વૈધ તેડાવ્યા રાણીની સારવાર માટે પણ કોઈ ફરક પડ્યો નહિ. રાણી દિવસે ને દિવસે વધુ બીમાર થવા લાગી. એક સમય આ બીમાર રાણી પોતાના મહેલના ઝરૂખામાં બેઠી હતી. ત્યાં બેઠી બેઠી બહાર બગીચામાં આવેલા વૃક્ષો જોઈ રહી હતી.

એક વૃક્ષ પર ચકલીએ માળો બનાવ્યો હતો. ચકો અને ચકી તે માળામાં પ્રેમથી રહેતા હતા. સમય જતા ચકીએ બે ઈંડા મુક્યા અને તેમાંથી સુંદર મજાનાના બે બચ્ચા થયા. પણ સમય જતા ચકી કોઈ કારણસર મૃત્યુ પામી. હવે ચકાને આ બે બચ્ચાને ખવડાવતા જોર આવવા લાગ્યું. એક દિવસ આ ચકાએ પોતાના માળામાંથી બે બચ્ચાઓને નીચે જમીન પર ફેકી દીધા. બંને બચ્ચા મરી ગયા. અને ચકો બીજી ચકી લઇ આવ્યો. આ બધું જોઈ રાણીને પોતાનો વિચાર આવ્યો. મને કંઇક થાય, હું મૃત્યુ પામું ત્યારે રજા નવી રાણી લાવશે. તોએ તે મારા કુંવરોને મારી નાખશે. આમ વિચારી તે દુખી થવા લાગી.

એક વખત આ રાણી અને રજા બેઠા હતા. ત્યારે રાણીએ રાજાને પૂછ્યું, ‘માનો કે હું મારી જાઉં તો તમે નવી રાણી લાવશો ?’ ત્યારે ચકાએ કહ્યું, ‘તું એવું ના બોલ. તને કશું નહિ થાય. હું તારા સિવાય બીજી કોઈ રાણી ક્યારેય નહિ લાવુંણીની મૃત્યુ પામી. રાજા દુખી થઇ ગયા. એમ કરતાં થોડો સમય પસાર થયો. એટલે રાજના દરબારીઓ અને નગરજનો રાજાને વિનંતી કરવા લાગ્યા કે મહારાજ આપ નવી રાણી લાવો. શરુ શરૂમાં તો રાજે ના જ પાડી પણ છેવટે પ્રાજની જીદ આગળ રાજાનું કંઈ ચાલ્યું નહિ. અને એક દિવસ તે નવી રાણી લઇ આવ્યા.

હવે નવી રાણી ખુબ જ ખરાબ હતી. તેને જૂની રાણીના કુંવરો પર નફરત હતી. તે તેમને રાજમાંથી કાઢી મુકવા માંગતી હતી. અને એવા મોકાની રાહ જોતી હતી.

એક દિવસ રાજા ઘણા સમય માટે બહાર ગામ ગયા હતા. ત્યારે રાણીએ પોતાના એક અંગત મંત્રીને કહ્યું, ’તમે આ જૂની રાનીના બે કુંવરોને જંગલમાં મૂકી આવો.’ મંત્રી તો ધનની લાલચમાં એમ કરવા તૈયાર થઇ ગયો. અને બંને કુંવરોને છેતરીને રથમાં બેસાડી દૂર જંગલમાં મૂકી આવ્યો.

થોડા દિવસ પછી રાજા પાછા આવ્યા ત્યારે નવી રાણીને કુંવર વિષે પૂછ્યું. રાણીએ કહ્યું, ‘બે કુંવર તો એમના મામાને ઘરે ગયા છે. જૂની રાણી નાં ભાઈ આવી તેમને મામાને ઘરે લઇ ગયા છે. રાજાએ પણ નવી રાણીની વાત માની લીધી. આ બાજુ બંને ભાઈઓ જંગલમાં ભટકવા લાગ્યા. અને રસ્તો ભૂલી ગયા. એ બંને જણ રખડતા રખડતા એક બીજા જ નગરમાં જઈ ચડ્યા.

એ નગરનો રજા રાતે જ મૃત્યુ પામ્યો હતો. અને એ રાજાને કોઈ દીકરો નહતો. માત્ર એક દીકરી જ હતી. એટલે પ્રજાએ નક્કી કર્યું હતું, કે વહેલી સવારે ગામમાં જે વ્યક્તિ નવી આવે તેને રાજાની કુંવારી પરણાવવી આને આ રાજ્યના રાજા બનાવવા.

સવારે આખું ગામ ભાગોળે ભેગું થયું. ત્યાં એ બે રાજકુમાર ભાઈઓ રખડતા રખડતા આ નગરના દરવાજે આવી ચડ્યા. લોકોએ તેમેનું સ્વાગત કર્યું. અને રાજકુમાર સાથે મોટાભાઈના લગ્ન કરાવ્યા. નાનો ભાઈ મંત્રી બન્યો. અને સુખેથી રાજ કરવા લાગ્યા.


Rate this content
Originality
Flow
Language
Cover Design