Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Inspirational Children

4.8  

Kalpesh Patel

Inspirational Children

જાદુઈ ગુલાબ

જાદુઈ ગુલાબ

4 mins
1.1K


એક વખત અકબરના રાજમાં એક કલાકારને ઘેર એક બેનમુન છબીની ચોરી થઈ, કલાકારે તે છબીની ચોરીની ફરિયાદ કાજી પાસે કરી. કાજી એ પૂછ્યું કે તે છબીમાં એવું શું હતું કે તમે એક છબી માટે અકબર સરકારનો કિંમતી સમય બગડો છો. કલાકારે કાજીને કહ્યું કે તેને બનાવેલી છબીમાં રહેલા પંખી ઉડતા હોય તેવું જોનારની આંખને લાગે અને તેમનો કલરવ પણ જોનારના કાનને સંભળાય, તેમાં દોરેલું ઝરણું નિરંતર વહેતું રહે છે. તેવી તો અજાયબ તેની છબી છે. આખરે કાજીએ કલાકારની ફરિયાદ ચોપડે નોધી. પરંતુ ઘણી તપાસ-જાંચ પછી પણ ચોરી કોણે કરી છે તે ખબર ન પડી ત્યારે તે મામલો અકબરના દરબારમાં આવ્યો.

અકબર બાદશાહે આવી અજાયબ છબીનાં ચોરને શોધી કાઢવા માટેનો હુકમ બીરબલને કરી ચોરને ઝડપથી પકડી પાડવા કીધું. બીરબલે તે કલાકારને બોલાવીને પૂછી લીધું : ‘તમને કોઈ પર શક છે? શક હોય તો કહી દેજો, ગભરાતા નહીં તમને તમારી ચોરાયેલી જાદુઈ છબી પાછી મળી જશે.

કલાકારે જવાબ દીધો, ‘હજૂર, મારો એવો અંદાજ છે કે મારા ઘરે છબી દોરવાનું શીખવા આવતા છોકરાઓમાંથી કોઈએ આ ચોરી કરી હોય તેમ લાગે છે. આ કામ કોઈ બાહરના માણસનું નથી. પાંચ છોકરાઓમાંથી કોણે ચોરી કરી હશે તે હું કહી શકતો નથી.’

બીરબલે સિપાહીને મોકલી તે કલાકારને ઘેર શીખવા આવતા છોકરાઓને પકડી લાવવા કીધું. પાંચેય છોકરાઓ આવી ગયા ત્યારે બીરબલે વારાફરતી એક એક કરીને પોતાની પાસે બોલાવ્યા અને પાંચ ગુલાબના સફેદ ફૂલ લઈ એક એક ફૂલ અલગ અલગ કાચના ખોખામાં મૂકી તે છોકરાઓને આપી અને કીધું : ‘જુઓ, આ કાચના ખોખામાં જાદુઈ ગુલાબનું ફૂલ છે તમારે પાંચેયને પોત-પોતાનું ખોખું સાચવીને તમારી પાસે આજ રાત પૂરતું રાખવાનું છે.’

આમ કહી બીરબલે તે સફેદ ગુલાબના ફૂલ ઉપર મંતર ફૂંકવાનો ઢોંગ કર્યો. પછી એક પછી એક પાંચેયને અલગ અલગ ફૂલવાળું કાચનું ખોખું આપી, બીજે દિવસે સવારે પોત પોતાનું ખોખું બતાવા કીધું.. જે બેગુનાહ હશે તે કલાકાર પાસેના કાચના ખોખામાં રહેલ ફૂલનો રંગ લાલ થશે અને જેણે છબીની ચોરી કરી હશે તેના કાચના ખોખમાં રહેલ ગુલાબનું ફૂલ સફેદજ રહેશે.

આમ કહી બીરબલે પાંચેય છોકરાઓને પાછા મોકલી સવારે વારા ફરતી હાજર થવા કીધું. હવે જે છોકરો ખરેખર ચોર હતો તેણે પોતાને ઘેર જઈ વિચાર્યું કે મેં, કલાકારની જાદુઈ છબીની ચોરી કરી છે તેથી મારી પાસેના ખોખાના ગુલાબના ફૂલનો રંગ સવાર સુધીમાં લાલ નહીં થાય. તો સવારે બિરબલ પાસે જતી વખતે ગુલાબના ફૂલને રંગ કરીને ખોખામાં મૂકી લઈ જઈશ. તેવું વિચારી આરામથી સૂઈ ગયો. બીજા ચાર છોકરાઓ આખી રાત જાગતા રહી વારે વારે કાચના ખોખમાં રહેલ ગુલાબનો રંગ સફેદજ હતો અને ગુલાબનો રંગ લાલ થયો નહીં અને ગુલાબના ફૂલનો રંગ સફેદ રહેતા સવારે બિરબલ શું હાલત કરશે ? તેની ચિંતા કરતાં હતા.

બિરબલે કાચના ખોખામાં મૂકી આપેલા સફેદ ગુલાબના ફૂલ કંઈ જાદુઈ નહોતા. સવારે પાંચેય છોકરાઓ પોત-પોતાનું કાચનું ખોખું કાપડની થેલીમાં છુપાવીને હાજર થયા ત્યારે બીરબલે એક નજર દોડાવી અને જોયું કે પાંચેય છોકરાઓમાંથી ચાર છોકરાઓની આંખ સૂજી લાલ થઈ ગયેલી હતી, અને તે ચારેય થાકેલા લગતા હતા. તેઓના અને પાંચમો છોકરો તરો-તાઝો લાગતો હતો. તેણે પૂરતો આરામ લીધો હોય તેમ લાગતું હતું. બિરબલે તરત જ કહી દીધું કે ચોર મળી ગયો છે અને ખોખા-ખોલવાની હવે જરૂર નથી. તેણે સિપાઈઓને પાંચેય છોકરાઓને અકબર રાજાના દરબારમાં ખોખા સાથે પેશ કરવા કીધું.

દરબારમાં અકબર રાજા અને દરબારીઓની હાજરીમાં તે પાંચેય છોકરામાંથી તરો-તાઝા લગતા છોકરાને તેનું કાચનું ખોખું લઈ બોલાવ્યો અને અકબરરાજાને કીધું નામદાર સાહેબ આ છોકરો બેગુનાહ છે એટલે તેને છોડી દો. રાજાએ બિરબલના સૂઝાવ મુજબ તે છોકરાને માનભેર ઘેર જવા રજા આપી. હવે તે છોકરો , જેણે અસલમાં કલાકારની જાદુઈ છબી ચોરેલી હતી તે હતો. તે પોતાની ચાલાકીથી ખુશ હતો, અને ઘેર જવા લાગ્યો . તે વખતે બિરબલે ઈશારાથી સિપાઈને તે છોકરાને કેદ કરવા કીધું. અકબર રાજા પરેશાન હતા, અરે આ બિરબલ, આજે શું નાટક કરે છે ?, તેણે દરબારની આબરૂ બગાડી હોવાથી રાજા હવે નારાજ હતા. અકબર રાજા પોતાની નારાજગી જાહેર કરે તે પહેલા, બિરબલે રાજાને કુરનીશ બજાવી ગઈકાલે આ છોકરાઓને આપેલા જાદુઈ ગુલાબના ખોખા વિષે કહ્યું . નામદાર સાહેબ આ છોકરાએ કાલકારની જાદુઈ છબી ચોરેલી છે. હકીકતમાં મે આ છોકરાઓને આપેલા ગુલાબ કોઈ રીતે જાદુઈ નહતા અને સવારે આ પાંચેય છોકરાઓને જોતાં, આ અસલી ચોરને હું પહેચાની ગયો હતો. એકતો તેના નખમાં લાલ રંગ હતો અને તેણે આખી રાત આરામથી ઊંઘી પસાર કરી હતી અને હકીકતમાં જે બેગુનાહ છોકરાઓ હતા તે બિચારા આખી રાત જાગતા રહી, વારે વારે ગુલાબના વાન બદલાયેલ રંગને જોતાં જોતાં સવારે શું થશે તેની ફિકર કરતાં રાત આખી જાગતા હતા. અકબરે સિપાઈ પાસેથી તે પાંચમા છોકરાના હાથમાં રહેલ કાચનું ખોખુ માંગવી તેમાં રાહેલું ગુલાબ જોયું તો તે લાલ રંગનું હતું, પણ કાચના ખોખમાં પણ ઠેર ઠેર લાલ રંગ પણ ચોંટેલો હતો નરી આંખે બહારથી પણ દેખાતો હતો. તે છોકરાની ચોરી અકબર રાજાના દરબારમાં હવે પકડાઈ ગઈ હોવાથી, તે હવે આકરી સજાના ભયે ગભરાતો હતો તેણે જાદુઈ છબીની ચોરીની વાત કબૂલ કરી લીધી. આમ બિરબલની ચતુરાઈથી સાચો ચોર પકડાઈ ગયો અને કાલકારને તેની જાદુઈ છબી પાછી મળી તે તેણે અકબર રાજાને દાન કરી દીધી.

અકબર રાજાએ ચારેય બેગુનાહ છોકરાઓને બિરદાવી ઈનામ આપી પોતાને ઘેર જવા કીધું અને કલાકારને દરબારમાં કાયમી નોકરી આપી ખુશ કરી દીધો અને છબી ના અસલી ચોરને જેલમાં આકરી સજા ભોગવતો કરી દીધો. બધા દરબારીઓએ બિરબલનો જય જયકાર કરી અભિનંદન આપ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational