Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Irfan Juneja

Inspirational Others Romance

3  

Irfan Juneja

Inspirational Others Romance

સોફ્ટવેર એન્જિનિઅરની સફર-૩

સોફ્ટવેર એન્જિનિઅરની સફર-૩

7 mins
14.2K


શાહિદના મનમાં ખુશીના મોજાઓ ઉમળી રહ્યા હતા.લીંકએડીન પર બનેલી એક મિત્ર સાથે હવે રોજ કામ કરવા મળશે. ઓફિસમાં આંઠ કલાક પસાર કરવા મળશે, રોજ સોની જોવા મળશે. નવી કંપનીમાં પ્રોજેક્ટ સારા મળશે. આવા તો અનેક વિચારો સાથે એ કાંકરિયાના તળાવની પાસે બેસીને એ આવનારા સુખના દિવસો ને કલ્પી રહ્યો હતો.

રાબેતા મુજબ બીજા દિવસની સવાર થતા શાહિદ ફરીવાર પોતાની રોજિંદી પ્રક્રિયા પૂર્ણ કરી ઓફીસ જવા રવાના થયો. હવે સમય હતો રિઝાઇન આપવાનો. એને પોતાના પ્રોજેક્ટ મેનેજરને આંતરિક ચેટ મેસેન્જરમાં મેસેજ કર્યો

"હેલો સર, ગુડ મોર્નિંગ ! આઈ વાનટ્સ ટુ ટોક વિથ યુ ફોર ફાઈવ મિનિટ્સ, આર યુ અવેલેબલ ?"

"ઓકે પ્લીઝ કમ." પ્રોજેક્ટ મેનેજરએ જવાબ આપ્યો.

શાહિદ એમની ડેસ્ક પર ગયો ત્યાં બીજા એમ્પલોયી હતા એટલે શાહિદ એ કહ્યું, "સર, યે થોડા પર્સનલ હે ! હમ અકેલે મેં બાત કર સકતે હે?" પ્રોજેક્ટ મેનેજર એની સામે થોડી વાર અચંબિત થઇને જોઈ રહ્યા અને કહ્યું. "મુજે પાંચ મિનિટ દો ! ફિર મેં બુલતા હું !" એમ કહી શાહિદને પોતાની ડેસ્ક પર જવા કહ્યું. શાહીદ પણ એની ડેસ્ક પર જઈને બેઠો મનમાં એકાએક ધબકારા વધી ગયા, સાહિદને ૨૦સે. પર એ.સી. ચાલતું હોવા છતાં પરસેવો છૂટવા લાગ્યો. આ જોઈ એની પાસે બેઠેલા ઈશ્વરે કહ્યું "શું થયું લા ? કેમ પરસેવો વળે છે? "

"કઈ નઈ સર, બસ એમ જ." શાહિદ એ જવાબ આપ્યો.

"કામ કર કામ, સર ફ્રી થશે તો બોલાવશે." ઈશ્વર એ ઓર્ડર કરતા હોય એવા ટોનમાં કહ્યું.

શાહિદ મનોમન ઈશ્વર વિશે બોલી રહ્યો હતો. શાહિદનું કંપની છોડવાનું એક કારણ ઈશ્વર પણ હતો. જ્યારથી શાહિદ કંપનીમાં જોડાયો ત્યારથી લઈને એ દિવસ સુધી એ એને અન્ડર એસ્ટીમેટ કરતો અને કંપનીમાંથી એને કેમ કાઢી નાખું એની જ રાહ જોતો હતો. શાહિદ એ ઘણીવાર વિચાર કર્યો કે એની સાથે નમ્રતાથી વર્તે પણ એ કંઈક અલગ જ પ્રકારનો હતો. કંપનીના એની સાથે જૉઇન થયેલા બીજા એમ્પલોયીને પણ શાહિદ એ પૂછવાની કોશિસ કરી કે આ એની સાથે કેમ આવું વર્તન કરે છે. તો એને જાણવા મળ્યું કે એ ફક્ત શાહિદ જ નઈ પણ કંપનીના ઘણા લોકો કે જે એની હામાં હા ના મિલાવે અથવા એના કોમ્પિટિટર લાગે એ દરેક સાથે આવું જ વર્તન કરે છે અને મેનેજમેન્ટમાં પણ એ લોકો વિશે ખરાબ કહેવામાં કચાસ નથી રાખતો.

શાહિદને પાંચ મિનિટ બાદ પ્રોજેક્ટ મેનેજર એ એક નાના કેબીનમાં બોલાવ્યો. શાહિદ પોતાનું પી.સી. લોક મોડમાં રાખીને એ કેબિનમાં પ્રવેશ્યો. પ્રોજેક્ટ મેનેજરનું નેચર ખુબ સારું ને હસમુખું હતું. એને શાહિદને પોતાના આજ સ્વભાવમાં રહી ને ચહેરા પર હળવા સ્મિત સાથે ત્યાં સોફા પર બેસવા કહ્યું અને ખુબ જ નમ્રતાથી પૂછ્યું.

"બોલો, શાહિદ જી ક્યાં હુઆ ? ઔર ઇતને ઘબરાયે હુંયે ક્યુ હો ?"

"સર, બાત યે હે કી મુજે રિઝાઇન દેના હે. મેં દુસરી કંપનીમેં જાના ચાહતા હું."

"ઓહ, પર ક્યુ યહા આપકો ક્યાં તકલીફ હૈ ?"

"સર યહાં સબ અચ્છા હે પર મેં અપને પર્સનલ ગ્રોથ કે લિયે એમ.એન.સી. મેં જાના ચાહતા હું."

"આપકો અભી તો એક હી સાલ હુઆ હે યહાઁ, થોડા ઔર રુકજાતે તો અચ્છા હોતા, આપકે લિયે ભી ઔર હમારે લિયે ભી, પર ખૈર આપને ડીસાઇડ કર લિયા હે તો મેં જાન સકતા હું આપકો પૈસો કી સમસ્યા હે યા કુછ ઓર ?"

"નઈ સર, પૈસો કી તો કોઈ દિકકત નઈ હે પર મુજે એમ.એન.સી. મેં જલ્દી મુવ હોના હે ઔર લાઈવ પ્રોજેક્ટસ પે કામ કરના હે."

આજ રીતે બંને વચ્ચે વાર્તાલાપ થયો , પ્રોજેક્ટ મેનેજર એ ખુબ જ સમજાવાની કોશિસ કરી પણ શાહિદ ન માન્યો. શાહિદ એ પોતાનું ખરું કારણ પણ પ્રોજેક્ટ મેનેજરને ન જણાવ્યું કે મેનેજમેન્ટ એને ખુબ જ ઓછા પૈસા આપે છે ને સાથેસાથે ઈશ્વર એ એક માનસિક ત્રાસ આપ્યો છે. એ પછી પ્રોજેક્ટ મેનેજર એ કંપનીના સી.ઈ.ઓ સાથે વાત કરી. થોડા સમય બાદ સી.ઈ.ઓ, પ્રોજેક્ટ મેનેજર, સેલ્સ હેડ, ડિરેક્ટર બધા એક જ કોનફેરેન્સ હોલમાં ભેગા થયા ને શાહિદને બોલાવ્યો. શાહિદ ધ્રુજી રહ્યો હતો. શાહિદને અનુભવ પણ ખુબ જ ઓછો હતો એટલે પ્રોસેસની પણ એટલી માહિતી ન હતી અને વધુમાં ત્યાં એચ.આર. પણ છોડીને ચાલી ગઈ હતી તો એમ્પલોયીને કઈ પણ વાત આ લોકો સાથે જાતે જ કરવી પડતી.

શાહિદ ત્યાં પહોંચતાની સાથે જ બધા એક પછી એક બોલવા લાગ્યા. જાણે એને કોઈ પાપ કરી નાખ્યું હોય. પ્રોજેક્ટ મેનેજર પણ આ લોકોના રંગમાં રંગાઈ ગયા. બધા વારાફરથી ડરાવવાની કોશિસ કરવા લાગ્યા, શાહિદ રડવા જેવો થઇ ગયો. પણ આ લોકો તો જાણે પત્થર દિલના હોય એમ જ એક પછી એક બોલી રહ્યા હતા. લગભગ વીસ મિનિટ પછી શાહિદ એ મોઢામાંથી શબ્દો કાઢ્યા "સર, તમે કહો છો એ બધી વાત સાચી પણ આ મારો છેલ્લો નિર્ણય છે." આ સાંભળી એ લોકો વધુ ઉગ્ર બન્યા જાણે શાહિદ એ એમની કંપનીમાં કંઈક કરી દીધું હોય. આજ વાત એક અઠવાડિયું ચાલી. શાહિદ એ કરેલા દરેક પ્રોજેક્ટ વર્કને ફરીવાર ટેસ્ટિંગમાં મુક્યાને ખુબ ઝીણવટથી ચેક કરવા ક્યું.એ. ટીમને કહ્યું. શાહિદ એમાં પણ સફળ રહ્યો. ફરીવાર એને રોકવા બધા જ પ્રોજેક્ટ વર્કમાં ટેક્નિકલ ને યુઝર મેનુઅલ બનાવવા કહ્યું. એ વર્ક પણ કરી આપ્યું. પણ એ લોકોની ક્રૂરતા અટકવાનું નામ નહોતી લેતી. અંતે શાહિદ એ પોતેજ કંઈક કરવું પડશે એ નિર્ણય કર્યો.

રિઝાઇનની વાત થઇ એના દસ દિવસ બાદ કઈ જવાબ ન મળતા શાહિદ એ સાયબેઝની એચ.આર. કામિનીને ફોન કર્યો. ને આખી પરિસ્થિતિ વર્ણવી. કામિની સ્વભાવે સારી હતી અને એને શાહિદની તકલીફ વર્તાઈ, એણે શાહિદ ને મળવા આવવા કહ્યું. શાહિદ ફરીવાર સાયબેઝ કંપની એ પહોંચ્યો અને પોતાની અત્યારની કંપનીમાં પોતે એક કામમાં ફસાયો છે તો બે કલાક મોડો આવશે એમ જણાવ્યું. શાહિદ કામિનીને મળ્યો ને વાત થઇ. કામિનીએ એને અમુક સ્ટેપસ ફોલો કરવા કહ્યું. અને જો એને એ કંપની વાળા કઈ ડોકયુમેન્ટ નઈ આપે તો પણ રાખશે એવું આશ્વાસન આપ્યું. શાહિદમાં આ વાતથી થોડી હિંમત વધી. લગભગ બપોરના બાર વાગે શાહિદ જૂની કંપની એ પહોંચ્યો ને મેનેજમેન્ટ સાથે વાત કરી, ફરીવાર એ તો એમના એ જ શબ્દો પર અડગ રહ્યા ને કઈ આગળ પ્રોસેસ વધારવામાં નીરસ લાગી રહ્યા હતા.

શાહિદ એ એમને છેલ્લા શબ્દોમાં કહ્યું, "ના મને તમારા પૈસા જોઈએ છે કે ના કોઈ સર્ટિફિકેટ, તમારી સાથે મેં ખુબ નમ્રતાથી વર્ત્યું છે. તમે કહ્યું એ દરેક વસ્તુ કરી આપી, ટેસ્ટિંગ, ડોકયુમેન્ટ, બધું જ પણ તમે મને સ્મૂથલી રિલીઝ કરવા માંગતા જ નથી. જો તમે હજી પણ નોટિસ પિરિઅડ આપવા માંગતા હો તો હું એ ભરવા તૈયાર છું પણ મને આજ ક્ષણે રિલિવિંગ ડેટ જોઈએ !" શાહિદના આ શબ્દો પરથી પણ એમની ક્રૂરતાના ઠરી ને અંતે શાહિદ ડોકયુમેન્ટ, પૈસા લીધા વગર જ નીકળી ગયો.

શાહિદ મનમાં થોડુ ફ્રી ફિલ કરી રહ્યો હતો. એને સાયબેઝની એચ.આર.ને સાંજે કોલ કર્યો.

"હેલો કામિની ! શાહિદ હિઅર, હું હવે ફ્રી છું ક્યારથી જૉઇન કરોશકુ ?"

"ગ્રેટ! કોંગો, યુ કેન જૉઇન અસ ફ્રોમ નેક્સટ મન્ડે"

શાહિદ આ સાંભળીને ખુશ થયો. ને બંને એ પેપર વર્કની વાત કરી ને ફોન મુક્યો. શાહિદ એ આ અગિયાર દિવસ દરમિયાન થયેલી દરેક ઘટના સોનીને જણાવી. અને આવતા સોમવારથી હવે એ પણ એની જ કંપનીમાં આવશે એના ન્યૂઝ આપ્યા. સોની પણ આ સાંભળીને ખુબ જ ખુશ થઇ. એને પણ સાયબેઝમાં કોઈ ખાસ મિત્ર ન હતું અને શાહિદના આવવાથી એ કમી પુરી થવાની હતી.

શાહિદ પોતાના રૂમ પર અને સોની એની ડેસ્ક પર એકલા એકલા મલકાઈ રહ્યા હતા ને મોબાઈલમાં વોટ્સઅપ દ્વારા વિચારો અને ખુશીઓની આપલે કરી રહ્યા હતા. શાહિદ એ જોયેલું સપનું હવે પૂરું થવાંની તૈયારીમાં હતું. અને સોની એ વિચારેલ વસ્તુ સાકાર થવાની તૈયારીમાં હતી. હવે શાહિદને ના કોઈનો ડર હતો ના માનસિક ત્રાસ.

પોતાને મળેલા ચાર દિવસના આ નાના વેકેશનને એ માણવા લાગ્યો. છેલ્લા બે અઠવાડિયામાં બનેલ ઘટનાઓ ને ભૂલવાની ને ખુશ રહેવાની કોશિસ કરવા લાગ્યો. સાથે સાથે રાત્રે સોની સાથે વાતો અને દિવસે કમ્પ્યુટર ગેમ રમીને સમય પસાર કરવા લાગ્યો. આમ કરતા કરતા રવિવાર આવી ગયો. બસ હવે એક જ દિવસ બાકી હતો પોતાની આ સોફ્ટવેર એન્જિનિઅરની સફરની એક અનોખી અને નવી શરૂઆત માટે. સોની અને શાહિદ હવે સાયબેઝના માધ્યમથી રોજ આઠથી નવ કલાક સાથે વિતાવાના વિચારોમાં ખોવાયા હતા. બંને મળીને કામ કરવાની, સાથે સમય વિતાવાની, પોતાની દોસ્તીને ગાઢ બનાવની આ અનેરી તકની રાહ જોતા જોતા બંને એ રવિવારની એ રાત ને સપનાઓ જોવામાં જ વિતાવી....


Rate this content
Log in

Similar gujarati story from Inspirational