Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ashvin Kalsariya

Drama Romance Tragedy

4.7  

Ashvin Kalsariya

Drama Romance Tragedy

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 1

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 1

6 mins
325


વિશાળ હોલની અંદર તાળીઓનો ગડગડાટ થઈ રહ્યો હતો, સ્ટેજ પર કેટલાંક નામાંકિત લેખકો બેઠા હતા અને હવે આજે આ લેખકોની યાદીમાં આજે એક નામ જોડાવા જઈ રહ્યું હતું, બધા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં પણ આ બધા વચ્ચે એક વ્યક્તિ હતી જેને ઝનૂન હતું આ યાદીમાં જવાનું, વચ્ચે સેન્ટરમાં રહેલી ગોળ ટેબલ પર એક 25 વર્ષ ની યુવતી બેઠી હતી, સંગેમરમર ના પથ્થર જેવું સફેદ વર્ણે અને ઉપર થી રેડ કલરનો ગાઉન પહેર્યો હતો અને તેનાં મધ જેવા રસીલા હોઠ ની નીચે એક કાળો તલ હતો જે તેનાં ચહેરા ની સુંદરતા વધારી રહ્યો હતો, તેની નજર સ્ટેજ પર પડેલી એ એવોર્ડ પર હતી જેને મેળવવા એ તલપાપડ થઈ રહી હતી, તેની મનમોહક અદાઓ તરફ ઘણાં નું ધ્યાન હતું પણ તેનું ધ્યાન એક જ જગ્યા પર હતું અને એ હતું, “ ધ બેસ્ટ સેલિંગ ઓથર”નો ખિતાબ મેળવવો.

સ્ટેજ પરથી નામની ઘોષણા કરવામાં આવી અને આ વર્ષે આ ખિતાબ મળ્યો, પુરોહિત મિશ્રા નામનાં એક લેખક ને જેની છેલ્લી કેટલીક બૂક માર્કેટમાં ધૂમ મચાવી ચૂકી હતી. બસ આ નામની ઘોષણા થતાં જ એ યુવતી ઊભી થઈ ને હોલની બહાર જવા લાગી, હોલ માં તાળીઓનો ગડગડાટ થઈ રહ્યો હતો અને એ અવાજ તેનાં કાનમાં અસહ પીડા ઉત્પન્ન કરી રહ્યો હતો. હોલની બહાર નીકળી અને તરત જ પોતાની કાર માં બેસી ને ઘર તરફ ગાડી હાંકી મૂકી. થોડીવાર પછી એ ગાડી એક વિશાળ બંગલા આગળ આવીને ઊભી રહી, વોચમેન એ કાર જોઈને ગેટ ખોલ્યો અને કાર અંદર ગઈ તે કારમાંથી બહાર નીકળી અને ઘરમાં જતી રહી અને સીધી પોતાના રૂમમાં જઈ ને કબાટ ખોલ્યો અને એબસોલ્યુટ ની એક બોટલ કાઢી ને ટેબલ પર મૂકી અને એક પછી એક ગ્લાસ ભરી ને નીટે નીટ પીવા લાગી. થોડીવારમાં તેણે આખી બોટલ પૂરી કરી અને નશા ની હાલતમાં તે ટીવી નો રીમોટ શોધવા લાગી અને તેણે રીમોટ મળતાં ટીવી ચાલુ કર્યું તો બસ બધે

“ ધ બેસ્ટ સેલિંગ ઓથર ” ના ખિતાબ ની જ ચર્ચા થઈ રહી હતી અને ગુસ્સામાં આવીને તેણે ટેબલ પર રહેલી બોટલ ઉઠાવી ને ટીવી તરફ ફેંકી અને એક જ વારમાં ટીવી ના ટુકડા થઈ ગયા.

બસ “ ધ બેસ્ટ સેલિંગ ઓથર ” નું વારંવાર નામ લેતાં લેતાં તેની આંખો ઘેરાવા લાગી અને તે બેડ પર આડી પડી અને સૂઈ ગઈ. ઝનૂન એક એવી વસ્તુ છે જે વ્યક્તિ ને કંઈ પણ કરવા મજબૂર કરી દે છે અને બસ “ ધ બેસ્ટ સેલિંગ ઓથર ” ના ખિતાબ નું ઝનૂન જ કાયરા મહેરાની જિંદગી બની ગઈ હતી. કાયરા મહેરા એક લેખક જેણે પ્બલીશ કરેલ ત્રણ બૂક સફળ રહી પણ એ બૂક તેને એ સફળતા ન અપાવી જે તે મેળવવા ઈચ્છતી હતી.

સવારનાં નવ વાગ્યા હતાં, કાયરા સૂઈ રહી હતી, અચાનક તેનાં રૂમનો દરવાજો ખુલ્યો અને એક છોકરી અંદર આવી, એકદમ ચપોચપ જીન્સ અને ટીર્શટ પહેરેલી કાયરા પછી જો કોઈ મુંબઈ ની બ્યૂટી કિવન હોય તો એ હતી કાયરા ની બેસ્ટ ફ્રેન્ડ ત્રિશા દવે. રૂમમાં આવતાં જ કાચના ટુકડા પડયાં હતા, તે ધ્યાન થી અંદર આવી ને બેડ પર જોયું તો કાયરા સૂઈ રહી હતી, ટેબલ પર ગ્લાસ પડયો હતો અને નીચે કાચના ટુકડા એ જોઈ ને તે સમજી ગઈ કે કાયરા કાલ રાત્રે ફૂલ નશામાં ચૂર થઈ ગઈ છે. તેણે કાયરા ને જગાડવા પ્રયત્ન કર્યો પણ તે ઉઠી નહીં અને ઉલટાની કુશન લઈ ને ત્રિશા તરફ ફેકયું.

“સુવા દે ” કાયરા એ ઊંઘમાં કહ્યું. !

ત્યાં જ રૂમમાં કાયરા ની નોકરાણી કોફી લઈ ને આવી, રૂમમાં કાચ હતો એટલે ધ્યાન થી અંદર આવી અને ત્યારબાદ તેણે ટ્રે ત્રિશા તરફ આગળ કરી અને ત્રિશા એ તેને જવાનો ઈશારો કર્યો અને તે જતી રહી, ત્રિશા એ કોફી ના મગ વાળી ટ્રે ટેબલ પર મૂકી અને ત્યાં પડેલ પાણી નો જગ ઉઠાવ્યો અને આખો જગ કાયરા પર ઢોળી દીધો. કાયરા તરત જ ઉઠી ગઈ અને કહ્યું. , “વોટ ધ .. સાંતા ”

“સાંતા નહીં હું ” ત્રિશા એ જગ ટેબલ પર મૂકતાં કહ્યું.

કાયરા એ આંખો ખોલી અને કહ્યું. , “ત્રિશા તું....? ”

“હા હવે ઉઠી જા ” ત્રિશા એ કહ્યું.

“યાર માથું બહુ ભારે લાગે છે ” કાયરા એ માથા પર હાથ દેતાં કહ્યું.

“એ તો થાય જ ને આખી બોટલ ગટગટાવી ગઈ, હવે એ બધું છોડ જલ્દી થી તૈયાર થઈ ને આવ હું તારો રૂમ સાફ કરાવું છું ” ત્રિશા એ કહ્યું. .

કાયરા ઊભી થઈ ને બાથરૂમમાં જતી રહી અને ત્રિશાએ નોકરાણી ને બોલાવી ને તેનો રૂમ સાફ કરાવી નાખ્યો અને કોફી નો મગ પાછો આપ્યો અને ફરી બીજી ગરમાગરમ કોફી લાવવા માટે કહ્યું. .

કાયરા તૈયાર થઈ ને બહાર આવી ત્યારે રૂમ એકદમ સાફ હતો, ત્રિશા બેડ પર બેઠી હતી અને હાથમાં કોફી નો મગ હતો, બીજો એક મગ ટેબલ પર પડયો હતો, કાયરા એ આવી ને તે ઉઠાવ્યો અને કોફી નો એક ઘૂંટ માર્યો અને હવે તેને થોડી તાજગી નો અહેસાસ થઈ રહ્યો હતો.

“બોલ હવે શું થયું? ” ત્રિશા એ કહ્યું.

“તને તો ખબર જ છે, કેટલા ટાઈમ થી કોશિશ કરું છું પણ હજી સુધી એ ધ બેસ્ટ સેલિંગ ઓથર નો એવોર્ડ નથી મેળવી શકી” કાયરા એ કોફી પીતા કહ્યું.

“કાયરા તું બેસ્ટ છે અને તારી બધી બૂકો આટલી ફેમસ છે અને તારી પાસે બહુ બધા એવોર્ડ છે તો એક ન મળે તો શું થયું ” ત્રિશા એ તેને સમજાવતા કહ્યું.

“ત્રિશા ઘણીવાર બધું મળી જાય પણ એક એવી વસ્તુ હોય છે જેના માટે દિલ હંમેશા ઝંખે છે ” કાયરા એ કહ્યું.

“તો હવે આગળ શું કરવાની છે? ” ત્રિશા એે કહ્યું.

“હવે એક નવો કોન્સેપ્ટ, એક નવી સ્ટોરી, એક એવી બૂક જે બધા ના દિલોમાં ઘર કરી જશે ” કાયરા એ કહ્યું.

“પણ આટલી જલ્દી નવો કોન્સેપ્ટ કયાંથી લાવી, તારી પાસે છે કોઈ એવો કોન્સેપ્ટ? ” ત્રિશા એ કહ્યું.

“બધા લોકો પાસે એક એવું સિક્રેટ હથિયાર હોય છે જે સમય આવતાં એના માટે ફાયદાકારક સાબિત થાય છે ” કાયરા એ પોતાના કબાટ તરફ જોતાં કહ્યું.

“ઓકે, તો હવે બહુ જલ્દી તું એક ધમાકેદાર એન્ટ્રી કરી તારી નવી બૂક સાથે ” ત્રિશા એ કહ્યું.

“હા પણ એ પહેલાં એની એટલી પબ્લિસિટી કરી કે બધા તેને વાંચવા માટે મજબૂર થઈ જશે ” કાયરા એ કહ્યું.

“પણ એ માટે તો બહુ પૈસા ની જરૂર પડશે” ત્રિશા એ કહ્યું.

“એ વિશે મેં વિચાર્યું નથી પણ કોઈ ના કોઈ રસ્તો જરૂર મળશે” કાયરા એ કહ્યું.

“ઓકે તો ઠીક છે આજ રાત્રે કલબ માં જઈએ, આ વાત ની ખુશી મા એક પાર્ટી તો બને છે ” ત્રિશા એ કહ્યું.

“શ્યોર ડીઅર” કાયરા એ તેને ગળે લાગતાં કહ્યું.

આ તરફ કાયરા તેની ફેન્ડ ત્રિશા સાથે રાત્રે કલબ માં જવાનો પ્રોગ્રામ બનાવે છે. બીજી તરફ એક આલીશાન ઘરમાં વિશાળ બેડરૂમમાં એક વ્યક્તિ બેડ પર સૂતો હોય છે, માસૂમ ચહેરો, થોડું લંબગોળ ચહેરો, તેના બાયશેપ પણ એકદમ જોરદાર લાગી રહ્યા હતા, ચાદર અડધી જ ઓઢી હતી અને શર્ટ પણ પહેર્યાં ન હતો એટલે તેના છાતી નો ભાગ અને તેના ફોર પેક દેખાય રહ્યા હતા, એ જોઈ ને લાગતું હતું કે તે તેના શરીરની બહુ કાળજી લે છે અને તે ઊંઘમાં પણ હસી રહ્યો હતો, કારણ કે કોઈ સ્વપ્ન જોઈ રહ્યો હતો. આ હતો મુંબઈ ની મશહૂર કંપની ઓબેરોય પ્રોડક્શન હાઉસ નો માલિક - રુદ્ર ઓબેરોય.

રુદ્ર ઓબેરોય મોટી પ્રોડકશન હાઉસ કંપની ચલાવી રહ્યો હતો, મોટા મોટા ફિલ્મ ડાયરેક્ટર, હીરો અને હીરોઈન તેમને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેતા કારણ કે તેના થકી જ કેટલાંક લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકી શકયા હતા. તે ઘણી ફિલ્મોમાં પ્રોડયુસર પણ રહેતો અને મોટાભાગની ફિલ્મો તેના પ્રોડક્શન હાઉસ હેઠળ જ તૈયાર થતી.

રુદ્ર સૂઈ રહ્યો હતો અને કયાર નો તેનો ફોન વાઈબ્રેટ થઈ રહ્યો હતો. ખબર નહીં કોનો કોલ આવી રહ્યો હતો પણ જેનો પણ હશે એ વ્યક્તિ કંઈક તો ખાસ હશે.

રુદ્ર કયારેય કોઈ બૂક પર પૈસા લગાયવા ન હતા અને કાયરા ને જરૂર હતી એક એવા વ્યક્તિ ની જે તેની બૂક ની પબ્લિસીટી પાછળ અઢળક પૈસા ખર્ચે, તો છું એ રુદ્ર ઓબેરોય હશે, રુદ્ર ને કોનો કોલ આવી રહ્યો હતો ? તેની ગર્લફ્રેન્ડ ? શું થશે આગળ આ સ્ટોરી માં ? એ કોઈ નથી જાણતું બસ એટલી જ ખબર છે, આ સ્ટોરી માં લવ, લસ્ટ એન્ડ રહસ્યો બહુ છે. તો વાચતાં રહ્યો, “ બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી ”.


Rate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Drama