Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

KAVI KALAPI

Classics

0  

KAVI KALAPI

Classics

પ્રેમનું પૃથ્થકરણ

પ્રેમનું પૃથ્થકરણ

1 min
315


મુકે નિઃશ્વાસો તે હૃદય દુખડાંનાં નહિ નહીં !

રડે, ખરે અશ્રુ, નયન પલળેલાં, દિલ સૂકાં !

ઘડી પ્રેમી સાથે લટપટ બની ગેલ કરતાં,

પછી 'વ્હાલી' 'પ્યારી' 'પ્રિયતમ' 'પિયુ' નામ જ રહે !

નમે સૌ દેવોને, હૃદય ન નમ્યું કોઈ સુરને !

કરે પ્રીતિ સૌથી, જીગરવત એકે નહિ નહીં !

બધાં નેત્રો વ્હાલાં, નયન પ્રિયનાં માત્ર પ્રિય ના !

પડે કો બન્ધે તો નહિ નહિ નહીં સ્થાનગણના !

રહે પ્રીતિ નેત્રે, નહિ જ હૃદયે પ્રેમ વસતો !

ઉડે સ્થાને સ્થાને, હૃદય સ્થિર ના કોકિલ સમું !

અરે! આવી મૈત્રી જગત પર દિસે ભટકતી !

ઘણાં હૈયાં ચીરી હૃદયરુધિરે રાસ રમતી !

યુવા, વૃદ્ધાવસ્થા, સુખદુઃખસમે, નિર્મલ અતિ !

ડગે ના પ્રીતિની દિલ પરની જ્વાલા ઝળકતી;

બગીચા, મ્હેલોમાં, ઘટ વન અને જંગલ વિષે

રહે શાન્તિ હૈયે, પ્રિયતમ પ્રિયા એક જ રહે,

ભર્યાં હૈયાં પ્રેમે! વધુ ઘટુ થતાં જીવ નિકળે,

વધે તો આનન્દે, કમી થઈ જતાં શોકથી મરે !

દ્રવે, નીચોવાયે હૃદયરસ મીઠો છલકતો,

પરંતુ ભોળો તે દિલરસઝરો ના ખૂટી જતો.

બલિહારી આવાં મધુર રસવાળાં હૃદયને !

અહો! સાધુ હૈયાં! વિમલ શુભ સ્થાને ચિર રહો !

પ્રભુ! આવી પ્રીતિ જનહૃદયમાં વાસ કરજો !

ઉડો પૃથ્વી ઊંચે! સુર, જન બનો દિવ્ય સરખાં !


Rate this content
Log in

Similar gujarati poem from Classics