STORYMIRROR

Sojitra કૃષ્ણ પ્રિયતમ

Classics

5.0  

Sojitra કૃષ્ણ પ્રિયતમ

Classics

મીરાં

મીરાં

1 min
732



દરેક શ્વાસમાં શ્યામને રાખે છે, એવી એની ધડકન,

સદા શ્યામ ને રટાઈ જાય છે, એવા એના ગીત ભજન.


નામ એનું એવું છે જે કોઈ બોલે તો, રાધા એમાં જડે,

સદા રાખ્યો શ્યામને સાથ, એવી એની અમી ભરેલ નયન.


રોજ વળ ખાતો રાણો મનાવવા, સૌ કોઈ નથી જાણ્યું

સદા મીરાંને લાગી છે, શ્યામ સંગ પ્રેમ ભક્તિની લગન.


ચાહે તો જમાનો એને બદનામ કરવાને, પણ શ્યામ છે સંગાથ,

એનો પડછાયો કોઈ ચૂમી ના શકે, તરસે છે ચંદ્ર સિતારા ગગન.


એવી એની ભક્તિ છે, કવિ "પ્રિયતમ" થી શું થાય વર્ણન,

સદા જેની ઝાંખી કરી મેં, જોયા મીરાંમાં ભગવાનના દર્શન.


Rate this content
Log in

More gujarati poem from Sojitra કૃષ્ણ પ્રિયતમ

Similar gujarati poem from Classics