Jitendra Parmar

Inspirational

3.0  

Jitendra Parmar

Inspirational

કોરોના... આફતને અવસરમાં પલટો

કોરોના... આફતને અવસરમાં પલટો

3 mins
143


     આજે સમગ્ર દુનિયા "કોરોના" જેવી મહામારીમાં સપડાયેલ છે. કોઈ દેશ એવો બાકી નહિ હોય કે જ્યાં કોરોના એ કહેર ના વર્તાવ્યો હોય ! આવા સમયે WHO એ પણ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી છે ત્યારે સમગ્ર દુનિયામાં માણસ ,અર્થતંત્ર અને સમગ્ર બાબતોમાં જાણે પૂર્ણવિરામ લાગી ગયું હોય એવો અનુભવ થઇ રહ્યો છે.

    હવે આ મહામારી એકા એક આવી જ પડી છે તો એનો હિંમતભેર સામનો કર્યા સિવાય બીજો કોઈ ઉપાય બાકી રહ્યો નથી.  "કાળા માથાના માનવી માટે કંઇપણ અશકય નથી." 

      આ કોરોનારૂપી વાયરસથી ડરવાની બિલકુલ જરૂર નથી.થોડી સાવચેતી અને સાવધાની રાખવાથી એનાથી ચોક્કસ બચી શકાય છે. હવે આ lockdown માં આપણે શું કરી શકીએ? આ અણધારી આવી પડેલી આફતને અવસરમાં કેવી રીતે બદલી શકાય? કેવી રીતે આપણે સમય નો સદુપયોગ કરી શકીએ? એના વિશે જ વિચારવું રહ્યું.

      આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા દરેક રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ પણ આ વિશે ખૂબ જ ગંભીર છે. આ મહામારી માં ઉદ્યોગ-ધંધા બંધ છે ત્યારે આપણે આત્મનિર્ભર કઈ રીતે બની શકીએ તેના વિશે વિગતવાર ચર્ચા કરી છે અને જુદીજુદી સહાય પણ કરેલ છે.આ કોરોનાની મહામારી ને આપણે કઈ રીતે અવસર માં પલટાવી શકીએ એ દરેકે પોતપોતાની રીતે વિચારવું જ પડશે.જે લોકો પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકતા ન હતા એ લોકો માટે હું તો કહીશ કે આ કોરોના ખૂબ જ વરદાન રૂપ છે.આવા લોકોએ ઘરે રહીને પરિવાર સાથે પૂરતો સમય વિતાવવો જોઈએ .બાળકોને પણ મમ્મી-પપ્પા સાથે પૂરતો સમય મળી રહેશે.આવા લોકોએ બાળકોને તેમના અભ્યાસમાં મદદ કરવી જોઈએ. પોતે પણ ઘણાં પ્રકારની જુદી-જુદી પ્રવૃતિઓ કરી શકે.જેમ કે જેને વાંચનનો શોખ હોય પણ સમયના અભાવે પોતાનો શોખ પૂરો ના કરી શક્યા હોય એમના માટે આ એક ઉત્તમ તક છે. એ લોકો માટે અત્યારે પૂરતો સમય છે. આવા લોકો પોતાનો શોખ પૂરો કરી શકે છે. કેટલાક લોકોને લેખનનો શોખ હોય તો તે પણ પોતાના લેખો, રચનાઓ,કાવ્યો ,ભજનો વગેરે લખી શકે છે તથા તેમાં મહારથ હાસિલ કરી શકે છે . આમ કરવાથી ખોટા વિચારો નહીં આવે અને આ મહામૂલો કીમતી સમય પણ સરળતાથી પસાર થઈ જશે.

      હવે વાત કરીએ ગૃહિણીઓની અને બેન દીકરીઓની તો તેઓ પણ પોતાની જુદી જુદી પ્રવૃત્તિઓ કરી શકે છે .જેમ કે જેમને રસોઈ બનાવવામાં રસ હોય તે જુદી જુદી વાનગીઓ બનાવી શકે અને શીખી શકે. આ રીતે પોતાને આનંદ પણ મળશે અને સમય પસાર થઇ જશે .જો કોઈને ભરતકામમા રસ હોય તો તે પણ કરી શકે. જેને સિલાઈ કામમાં રસ હોય તો તે કરી શકે. આ ઉપરાંત બીજી પણ ઘણી બધી પ્રવૃત્તિઓ છે જે સરળતાથી કરી શકાય.આમ રોહિણીઓ અને દીકરીઓ પોતાની પ્રવૃતિઓને વેગ આપી શકે .આ ઉપરાંત જે લોકોને ચિત્રકળાનો શોખ હોય તેમને પોતાની કળા નો શોખ વિસ્તારવાની આ એક ઉત્તમ તક છે . સમય સાથે જીવતા શીખવું જ પડશે .આજે કપરો સમય છે તો હિમ્મત હારી જવાથી કંઈ નહિ વળે. માટે સમયને અવસર માં બદલી કઈક ને કઈક નવું નવું શીખવું પડશે.

       આજે દરેક ફિલ્ડમાં ઓનલાઇન કામગીરી વધી રહી છે પરંતુ અમુક લોકોને હજુ પણ ઓનલાઇન કામ કરવામાં તકલીફ પડે છે.તો તેવા લોકો માટે આ સમય ખૂબ જ ઉપયોગી નિવડશે. તેઓ ઓનલાઈન કામ કરી શકે છે અને ઓનલાઈન વર્ક શીખી શકે છે. શિક્ષણની વાત કરીએ તો બાળકોને કમ્પ્યૂટર કે મોબાઇલ માં સૌથી વધુ ગમતી કોઈ વસ્તુ હોય તો એ "ગે" છે .બાળકો મોટા ભાગે એમાં ગેમ જ રમતા જોવા મળે છે. પણ હવે બાળકોને શાળાએ જવાનું નથી પણ શિક્ષણ તો મેળવવાનું જ છે. માટે ઓનલાઇન શિક્ષણ મેળવવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે.ભારત સરકાર તરફથી પણ જુદી-જુદી ચેનલો પર શૈક્ષણિક કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે . ટીવી દ્વારા કે અન્ય માધ્યમો દ્વારા બાળકો શિક્ષણ મેળવી શકે છે અને દરેક વિદ્યાર્થી ઘરે બેઠા બેઠા પોતાનનું વર્ક કરી શકે છે.

    છેલ્લે એટલું જ કહીશ કે આ કોરોનરૂપી અણધારી આવી પડેલી આફતથી ડરવાની બિલકુલ જરૂર નથી...તેને અવસરમાં પલટી સમયનો સદુપયોગ કરવો જોઈએ..

           🙏 આભાર 🙏

       

      

    

    Rate this content
Log in

More kannada story from Jitendra Parmar

Similar kannada story from Inspirational