#DSK #DSK

Children Others Romance


5.0  

#DSK #DSK

Children Others Romance


યે રિશ્તા તેરા મેરા ભાગ 2.12

યે રિશ્તા તેરા મેરા ભાગ 2.12

5 mins 424 5 mins 424

મહેક આ જોઇ ન શકીને એ દોડીને પોતાના રૂમમા જતી રહી,

પોતાના જ પ્રેમને આમ બેફામ જોઇ એ હલબલી ગઇ. શુ આ એ જ છોકરી છે કે જેને અંશ પ્રેમ કરતો હતો? પછી બંન્ને છુટા પડી ગયાને પછી આકાશ સાથે પ્રેમ થયો પછી ભાગીને આવ્યાને હવે, ફરી પાછો. . . .

હે ઇશ્વર ! એક બાજુ નિરવા મને મળે છે કે જયદિપની યાદ આવે છે. નિરવા એ મને અને જયદિપને અલગ કરવા ખેલ નાખ્યોને અમે છુટા પડી ગયા. આજ ફરી પાછો એક ખેલ આવ્યોને. . .

***

'ઓહો. . . દીદી શુ કરે છે ?' અંશ બોલ્યો

'ભાઇ, સામે તારી પાછ્ળ દિવાલ પર ગ. . . રો. . . ળી. . . '

મીરા બોલી, 'અંશ;હે ભગવાન ક્યારનોય કહુ છુ તો કહે છે, તારી આંખોમા પ્રેમ જોવ છુ. કહી દેવાયને કે ગરોળી છે જો આખી વર્ડ ફાઇલ જતી રહી, ફરી રીસ્ટોર કરવી પડશે. . . '

મીરા; 'હવે ઉભો તો થા, ને હટાવ તેને.' અંશએ જોરથી સાવરણી લઇને ગરોળી હટાવીને મીરા દોડીને આવી મહેકે ચીસ સાભળી એ જરા પણ વિચલતી ન થઇ. મીરા તેના રૂમમા આવી અંશ સાવરણી લઇ ત્યા ગયોને મીરા શેટી પર ચડી બેસે છે, કુદકા મારતા મારતા બોલે છે પ્લીઝ તુ મારી જાન, તુ મારો જીવ તુ બધુ જ પણ પ્લીઝ. . .

'હા. . હા હવે હુ બધુ જ ને પેલા તો. . . મારી મજાક ઉડાવી'

મહેક; 'પ્લીઝ. . . તમે શાંતિ લેતા નથી લેવા પણ. . . '

અંશ; 'મહેક, તને ખબર છે એ મને શુ કે’તી હતી ખબર છે તને ? ’’તુ ચોકલેટી બોય, એક નજરમા ગમી જાય તેવો છે, ક્યુટ છે, સ્વીટ હાર્ટ છેને આ બધા ઉપનામ કેમ મળ્યા તને ખબર છે. . ? '

મહેક; 'મારે તમારી બકવાસ સાંભળવાની થાતી નથી, ઓકે. તમારે કેમેસ્ટ્રી સારી જામે છે નીકળો.'

બંન્ને હાથ પકડી બહાર લઇ ગઇને અંશ બોલતો રહ્યો ગરોળી તો નથી સાવરણી તો ખાલી છે. હો. . હો. . હો. .

મીરા; 'વાહિયાત. . બેશરમ. . પાગલ. . . મહેકને પણ પરેશાન કરી. .

એ બેના નાટક જોઇ મહેક પરેશાન થઇ ગઇને મહેકના દિલમા એક નકામોને કારણ વગરનો શક પેદા થઇ ગયો. . . . '

***

મીત; 'અવની દીદી, આ કેયુરભાઇ તો સારા છે નહી. . ' કેયુરે અવની સામે આંખ ઉંચી કરી

અવની; 'કેમ ?'

મીત; 'જુઓ, તેમનુ ડ્રોઇગ કેટલુ સરસ. !!!'

અવની; 'ઓહ, ગૂડ મો મચકોડી, તારે તો પૈસા જોતા હતા કેમ થયુ ?'

મીત; 'ઓહ, ભુલાય જ ગયુ. લઇ આવુ. . મહેશકાકા જોડેથી'

અવની; 'જી. .' મીત ગયો.

અવની; 'બોવ પાવર કરવાની જરુર નથી હો, જા નીચે હુ આવુ છુ. મીતને મુકીને.'

કેયુર; 'હસીને બોલ્યો હા, પાવર નથી કેમ કે અમે તમારા જેવા નથી.' અવની ગાલ પર એક પ્રેમથી ચુટલો ભરતો ગયો. . . '

મીત આવ્યો

અવની; 'લઇ આવ્યો પૈસા ?'

મીત; 'જી

અવની; કેટલા લાવ્યો ?'

મીત; '100. અવની;ઓહ. . . કરોડપતિ બેનનો ભાઇને સાળો માત્ર 100 જ રુપિયા આપ્યા.'

મીત; 'હા, મે 100 જ માંગ્યા.'

અવની; 'ઓહ. . . ઓહો. . મીત તુ વાપરવાવાળો એક જ છે ને કમાવા વાળા બે. તારે તો પાણીની જેમ પૈસા વાપરવાના હોય મોજ કરવાની હોય મોજ. . . . '

મીત; 'એવુ ન કરાય.'

અવની; 'તો અંશને મહેક તો તેને ફાવે તેમ જ પૈસા વાપરે છે જોડે મીરાને આકાશને પણ આપે છે. તો તને કેમ ન આપે ?'

મીત; 'અવનીદીદી હુ જાવ.'

અવની; 'હા, એક કિસ આપી મીત જતો રહ્યો.'

અવની; 'અંશ ખાલી તારી એક કીડી જેવડી ભુલ તને તારા બધા જ પોતાનાથી દુર ન કરી દે તો હુ અવની નહી.'

***

નિરવા; 'જો જયદિપ, આપડે અહીથી પ્રસાદીને શ્રીફળ લઇ લેવુ છે કે ત્યા જઇને ?'

જયદિપ; 'તારે જેમ જે રીતે કરવુ હોય પણ પ્લીઝ, તુ મારા જોડે કોઇ વાત ન કર.'

નિરવા; 'હમમ્મ. મને બે એક દિવસ પેલા મહેક મળેલી. .'

જયદિપ; 'રીઅલી ! કેમ છે ? શુ કરે છે ? એમના મેરેજ થય ગયા ? કેવી દેખાય છે ? એ મને યાદ કરતી હતી કે ?'

નિરવા; 'બસ, જોઇ રહી જયદિપને વિચારી રહી આજેય મહેકની કેટલી યાદો તેને તાજી છે, કેટલો પ્રેમ કરે છે ? ખરેખર મે જે કર્યુ એ ભુલ પણ. . . . બે દિલને મે કેટલા તડપતા કર્યા, અગર હુ વચ્ચે ન હોત તો આજે એમના લગ્ન થi ગયા હોતને શાયદ એકાદ ટેણિયુ પણ. . .'

જયદિપ; 'નિરવાને હલબલાવીને. . . મહેકે મારા વિશે તને કશુ કહ્યુ ?'

નિરવા; 'મે સામેથી બોલાવી, એ બોલી પણ. . . બસ ફોર્માલીટી જ. કેમ કે એ ચાહે તોય બોલ્યા વગર જતુ રહેવાય એવો માહોલ ન હતો.'

જયદિપ ; 'કેમ એવુ ?'

નિરવા; 'માર્કેટમા એ મળેલી. . . તારા વિશે કશુ નથી પુછ્યુ. એમની સગાઇ જ થઇ છે. મીત પણ અહી આવી ગયો છે.'

જયદિપ; 'મીત. . મહેકથી બોવ નાનો એ ભાઇ !'

નિરવા; 'યા. . . .

જયદિપ: 'નિરવા, તુ જો આજે મારી સામે અગર તે ખેલ ન કર્યા હોત તો વિદેશથી આવેલી મહેકને હુ પોતે એર-પોર્ટ પર લેવા ગયો હોત ? ખુદ મારા પાપા મહેકનો હાથ માંગવા ગયા હોત ? આજે અમારા લગ્ન પણ. . . છી. . . . તે જે ચાહ્યુ તે મેળવી લીધુ. . . તુ જીતી ગઇ. . મહેક હારી ગઇ. . . તે બદલો લ્ઇ લીધો. . . . આજે એ એક મશાલ બની ગઇ. . . જ્યા જાય ત્યા લોકો તેને ઓળખે, તેને માન આપે સન્માન આપે જે તેને મારાથી ક્યારેય ન મળેત. તે મહેકને ધન્ય કરી દીધી. .'

નિરવાની આંખમાંથી આંસુ ટપક્યા કે જયદિપના મમ્મી આવ્યા. . .

આરતીબેન; 'નિરવા, લે આ પૂજાનો સામાન તારા પાપા લઇ આવ્યા છે.'

નિરવા;'આંસુ લૂછી જી મમ્મી.'

આરતીબેન; 'જયદિપ, નિરવાનુ ધ્યાન રાખજે.'

જયદિપ; 'જી મમ્મા. .' એ જતા રહ્યા.

જયદિપ; 'નિરવા, જો તુ તારુ ધ્યાન જાતે જ રાખી લે જે. . . પછી. . પાપા એ મને કશુ કહ્યુ તો. . ?'

***

મીતનુ મન ચકડોળે ચડ્યુ. અવનીદીદી એ સાચુ જ કહ્યુ, મને કેમ આટલા જ ને મીરાદીદીને આકાશભાઇને જોડે રાખે ખર્ચો કેટલો કરે ને હુ ? સગોભાઇ છુ. તો પણ. . . . વારો તારો. . મીતના મનમા એમ વિચાર ન આવ્યો કે મીરાને આકાશનો પગાર વધુ થાય. . . . પણ એક બાળક એવુ ન વિચારી શકે બસ ભુસુ જ ભરાવેલુ હોય એ જ વિચારે. કંસના મનમા એમ હતુ કે દેવકીના બધા જ સંતાનની હત્યા કરી દેવાથી એ ભગવાન કંસ બની જશે. અગર એવડા ન સમજે તો મીત તો નાનો. . એ થોડો સમજે ? ત્યા જ મીતના પગમા એક બોલ આવ્યો.

મીત આજ બસ-સ્ટોપ પર સ્ટોપ ન થયો એ ચાલવા લાગ્યો, 4-5 શેરી પાછળ ગયો, જ્યા તે ચાલવા લાગ્યો, તેને થયુ ખરેખર કેવુ છે ! મને ન’તી ખબર કે મારી ખુદની દીદી પણ ! મમ્મા એ કેટલી આશા સાથે રાખ્યો. ત્યા મીતના પગમા બોલ આવ્યો. એ દોસ્ત પ્લીઝ. . . . બોલ આપ. . મીતે હાથમા બોલ લીધો ત્યા જ યાદ આવ્યુ મહેકદીદી અંશને પોતે બોલથી રમતા ત્યારે અંશને મહેકદીદી હંમેશા મીતનુ કહ્યુ જ કરતાને આજે બધુ જ આકાશને મીરાનુ ધાર્યુ કરે છે, હવે મહેકદીદીને સારુ હુ તો અવનીદીદી જોડે. . એ દોસ્ત શુ વિચારે છે ?

મીત; 'લે બોલ. . . ચલ રમવા, આમ સ્કુલ જવાનુ ન હોય. . . અરે જિંદગી ભણવા માટે નહી મોજ કરવા જ આપી છે. મારા બાપા એવુ કહે છે.'

અહીં સારાને ખરાબ એવા બે પ્રકારના લોકો રહે એવુ નથી કે ગરીબ ખરાબ પણ માતા-પિતા આખો દિવસ કામ માટે જતા રહે તો નાના બાળકોનુ કોઇ ધ્યાન ન રાખેને એ ખરાબને આળવિતારા રસ્તે ચડી જાય મીતનો ભેટો પણ એવી જ ટોળકી સાથે થયો. . . મીત આજે શાળા એ ન જતા આ મફતપરાના બાળકો સાથે પરિચય કરવા લાગ્યો. મેહુલ, રવિ, સાગર, અમર, જતીન, પરેશ. . . . ને નવો મીત. .

પરેશ; 'અરે ! તારુ નામ તો બોવ સરસ છે કોણે રાખ્યુ ?'

રવિ; 'તારી ફઇબા રાખવા ગઇતી'

પરેશ; 'રવિ, ઓયે તારી મા ને. . ' મીતની આંખો ફાટી ગઇ આ શબ્દ સાંભળતા જ.

રવિ; 'ઓયે તારા બાપના બાવા. . . .' મીતનુ નામ રાખ્યુ ત્યારે એ છઠ્ઠીનુ ધાવણ ધાવતો હતો, તેને ક્યાથી ખબર કે તેનુ નામ કોણે રાખ્યુ ?

બસ સ્ટૉપ પર બસ આવી મીત ન હતો એટલે જતી રહી. આજનો પુરો સમય આ ગરીબને જોડે લાઇનથી નીચે ઉતરી ગયેલા બાળકો સાથે વિતાવ્યો.

વધુ આવતા અંકે...


Rate this content
Log in

More gujarati story from #DSK #DSK

Similar gujarati story from Children