ઉંદર સાત પૂંછડીવાળો
ઉંદર સાત પૂંછડીવાળો


એક ઉંદર હતો. તેને સાત પૂંછડીઓ વાળો હતો. તેની બીજા ઉંદર ખૂબ મજાક ઉડાવતા હતા. અને કહેતા ઉંદર સાત પૂંછડીવાળો!
આથી આ ઉંદર ને ખૂબ ગુસ્સો આવતો. એક વાર પૂંછડી કાપવાનો નિર્ણય લઇ લીધો. અને સાતેય પૂંછડી કપાવી દીધી. ત્યારે રસ્તામાં બીજા ઉંદર મળે છે ને પાછા ચીડવવા માંડે છે. ઉંદર બાંડીયો! એટલે તે પાછો પૂંછડી લેવા ગયો. પણ એની જગાએ લાકડું મળ્યું.
અને એ લાકડું લઇ ચાલવા લાગ્યો. એક બહેન ચૂલા માં પગ રાખી રસોઈ કરતા હતા. એની જગાએ ઉંદરે લાકડું આપ્યું. અને બદલ માં રોટલી લઇ ને ચાલતો થયો. ત્યાં એક કુંભાર રાખ ખાતો હતો. એની જગ્યા એ એને રોટલી આપી અને માટલું લઈને ચાલતો થયો. એક ભાઈ ચામડા માં પાણી ભરી જતા હતા. એમને માટલું આપી પાડો લઈને ચાલતો થયો. અને એક ખેતર માં ખેડૂત બળદ અને પત્ની સાથે હળ ચલાવતો હતો. એટલે એને પાડો આપ્યો. અને બાઇડી લઈને બોલ્યો ઢબક ઢોલકી!