સ્વાર્થી મિત્ર
સ્વાર્થી મિત્ર
એક ગામ હતું. તે ગામમાં બે મિત્રો રહેતા હતા. એકનું નામ રામ હતું, જયારે બીજાનું નામ શ્યામ હતું. આ બંને પાક્કા મિત્રો હતા. એક વખત રામ અને શ્યામ ગામડેથી શહેરમાં જવા માટે નીકળ્યા. શહેરમાં જવાનો રસ્તો જંગલમાંથી પસાર થતો હતો. શહેરમાંથી પાછા આવતી વખતે મોડું થઈ ગયું, અને રાત પડી ગઈ. અંધારું પણ થઈ ગયું. રસ્તામાં પાછુ જંગલ આવ્યું.
જંગલમાંથી પસાર થતી વખતે બંને મિત્રોને ડર લાગતો હતો. કેમ કે તે જંગલમાં ઘણાં જંગલી જાનવર રહેતા હતા. વાઘ, સિંહ, રીંછ વગરે પ્રાણીઓ પણ રહેતા હતા. બંને મિત્રો એકબીજાનો હાથ પકડીને ચાલતા હતા. બંને જાણે એકબીજાને વચન આપ્યું કે કોઈપણ મુસીબત આવે આપણે એકબીજાનો સાથ છોડીશું નહિ. અને કોઈને એકલા મુકીને ભાગીશું નહિ. બંને જણા વાતો કરતાં જતાં હતા. ત્યાં અચાનક જ બાજુની ઝાડીમાંથી એક મોટું રીંછ એમની સામે આવતું દેખાયું.
રીંછને જોઈને રામ શામનો હા
થ છોડાવીને ભાંગી ગયો. અને એક ઉંચા ઝાડ પર ચડી ગયો. પણ શ્યામુ બિચારો શરીરથી ભારે હતો. એટલે તે ઝાડ પર ચડી શકતો ન હતો. તેને પોતાના મિત્ર રમણે મદદ માટે ખુબ જ બુમ પાડી. પણ તે મદદ કરવા માટે નીચે ન આવ્યો. રીંછ ધીમે ધીમે નજીક આવતું હતું. છેવટે શ્યામએ જીવ બચાવવા એક ઉપાય કર્યો. તે જમીન પર સુઈ ગયો. અને મરેલા માણસની જેમ શ્વાસ બંધ કરી સુઈ ગયો. રીંછ શ્યામની પાસે આવ્યું. પણ શ્યામ સહેજ પણ હલ્યો નહિ. રીંછ શ્યામની ચારેબાજુ ફરી તેને સુંઘવા લાગ્યું. એણે એમ કે આ માણસ તો મરી ગયો છે. એટલે તે ત્યાંથી ચાલ્યું ગયું.
રીંછના ગયા પછી શ્યામ ઉભો થયો. થોડીવારમાં રામ પણ ઝાડ પરથી નીચે ઉતરીને આવ્યો. તે શ્યામને પૂછવા લાગ્યો, ‘પેલું રીંછ તને કાનમાં શું કહેતું હતું?’ શ્યામએ ગુસ્સે થઈને કહ્યું, ‘રીંછે કહ્યું કે સંકટ સમયે સાથ છોડી દે તેવા સ્વાર્થી મિત્રની ક્યારેય પણ મિત્રતા કરવી જોઈએ નહિ.'બસ એ દિવસથી રામ અને શ્યામની મિત્રતા તૂટી ગઈ.