સુખી થવાનો માર્ગ
સુખી થવાનો માર્ગ


એક વખત એક સુંદરવન નામનું ગામ હતું. તેમાં એક નટવરલાલ નામનાં વ્યક્તિ રહેતાં હતાં. તેઓ એક દિવસ તેના ૧૨ વર્ષ નાં પૌત્ર નમન સાથે ગામમા સહેલ કરવાં નીકળ્યા. ત્યાં રસ્તામાં એક ખેતર આવ્યું. તેમાં એક ખેડૂત ખુબ મહેનત કરી રહ્યો હતો. તે સાવ ગરીબ હતો. તેણે પોતાની તૂટેલી ફાટેલી બંડી અને બુટ એક વૃક્ષ નીચે મુક્યા હતાં. આ જોઈ નામને તેના દાદાને કહ્યું કાહ્લો દાદા આપણે પેલા ખેડૂત નાં બુટ અને બંડી સંતાડી દઈએ. પછી તે બુમો પાડશે તે જોવાની ખુબ મઝા આવશે.
ત્યારે તેના દાદા એ કહ્યું બેટા કોઈ ગરીબ નિ મશ્કરી કરવાથી ઈશ્વર ને દુઃખ થાય છે. એ માણસ પણ હેરાન થાય. તેમાં આપણને શો આનંદ મળવાનો ? ચલ હું તેન એક રમત સુઝાડું. તું પેલા ખેડૂતના બંને બુટમાં એક એક પાંચ રૂપિયાનો સિક્કો મૂકી દે. પછી જો આનંદ. નમન પેલા ખેડૂતના જુતામાં એક એક સિક્કો કહ્યા મુજબ મૂકી આવ્યો. અને નમન તેના દાદા જોડે એક વૃક્ષ પાછળ સંતાઈ ગયો.
થોડાક સમય પછી ખેડૂત તેનું કામ પુરુર કરી પોતાના ઓજારો લઇ પેલા ઝાડ પાસે આવ્યો. અને પોતાની તૂટેલી ફાટેલી બંડી અને જૂતા પહેરવા લી
ધા. નાખ્યો ત્યાં તેને કૈક ખટકવા લાગ્યું તો તેણે બુટ કાઢીને જોયું તો તેમાં પાંચ રૂપિયા નો સિક્કો હતો . એ જોઇને તેં ઘણું આશ્ચર્ય થયું. અને તે વિચારવા લ્યો કે અહી આ સિક્કો કોણે મુક્યો હશે .પછી બીજો બુટ પહેરવા ગયો તો એમાંથી બીજો સિક્કો મળ્યો. ખેડૂત આજુબાજુ જોવા લાગ્યો પણ કોઈ નજરે ન આવ્યું. એટલે થયું કે કોઈ નજરે તો આવ્યું નહી તો મદદ કોણે કરી હશે.
ખેડૂતનો તો ખુશી નો પાર નાં રહ્યો. અને તે ઈશ્વર નો ખુબ ખુબ આભાર માનવા લાગ્યો. હે પરમેશ્વર , હે જગતના તાત તારો ખુબ ખુબ આભાર. હે ભગવાન જયારે મારાં પરિવાર ને પૈસા નિ જરુર હતી ત્યારે તે મદદ કરી . તમારો ખુબ આભાર. અને તમે જેની મારફત મદદ પહોંચાડી તેનો પણ હ્રદય પૂર્વક અભાર. હે ઈશ્વર તેનું કલ્યાણ કરજે. તેમ કહી ખેડૂત ખુશ થતો ચાલવા લાગ્યો. પછી દાદા એ તેના પુત્ર ને કહ્યું જોયું ને બેટા કોઈને આવી મદદ કરવાથી તેને પણ ખુશી મળે છે અને એ જોઈ આપને પણ ગદગદિત થઇ જઈએ. અને જો બીજાને હેરાન કરીએ તેની મશ્કરી કરીએ તો એ પણ દુ:ખી જાય છે.
આમ સુખી થવાનો માર્ગ બીજાને સુખી કરવામા છે.