STORYMIRROR

JAYDEEP RATHOD

Children Others

3  

JAYDEEP RATHOD

Children Others

સોગઠબાજી

સોગઠબાજી

3 mins
15.5K


વરસો પહેલાની વાત છે. એક નગર હતું. તેનું નામ ઉંદરગઢ હતું. તે નગરનો એક રાજા હતો. તેની એક રાણી પણ હતી. એક વખતની વાત છે. રાજા અને રાણી સોગઠબાજી રમતા હતા. તેમણે રમતા રમતા શરત લગાવી કે જે હારે, તેણે જીતેલા માણસના કહેવા મુજબ કરવાનું. આ સાંભળી રાણી તૈયાર થયા. પછી બંને જણા સોગઠબાજી રમવા લાગ્યા. અને પછી એ રમતમાં રાજા જીતી ગયા. અને રાણીજી હારી ગયા. એટલે રાજાએ રાણીને આદેશ કર્યો કે, 'હું જીત્યો એટલે તમારે મારા કહેવા પ્રમાણે કરવું પડશે.' રાણી તે માટે તૈયાર થયા.

એટલે રાજાએ રાણીને આદેશ કર્યો કે, 'જાઓ, આ રાજપાઠ અને નગર છોડીને ચાલ્યાં જાઓ.' આ સાંભળી રાણી ખુબજ રડવા લાગી. પણ રાજાએ પોતાનો નિર્ણય ન બદલ્યો. તેમણે રાણી પાસેથી બધાજ કીમતી આભૂષણ અને કીમતી કપડાં પણ લઇ લીધા. અને દાસીઓને પહેરવાના સાદા કપડાં પહેરાવીં રાણી વિદાય કરી. રાણી તો રડતી રડતી નગરની બહાર ભટકવા લાગી.

તે રખડતી રખડતી એક જંગલમાં આવી પહોંચી. હવે રાત પડી ગઈ હતી. અને અંધારું પણ થઈ ગયું હતું. એટલે તેણે ત્યાં સારી જગ્યા જોઈને રાતવાસો કરવાનું નક્કી કર્યું. એટલામાં તેની નજર એક ઝુંપડી પર પડી. તે રાતવાસો રહેવા માટે તે ઝુંપડી તરફ ગઈ. જઈને જોયું તો ઝુંપડીમાં કોઈ ન હતું. તે ત્યાં જઈને બેઠી. તેને મુસાફરીનો ખુબ થાક લાગ્યો હતો. એટલે થોડી જ વારમાં તો તે સુઈ ગઈ. અડધી રાત થઈ એટલે એ ઝુંપડીમાં કોઈ આવ્યું. તે એક રાક્ષસ હતો. તેણે પોતાની ઝુંપડીમાં કોઈ બાઈ સુતેલી જોઈ એટેલ બુમ પાડી, ‘કોણ છે મારી ઝુંપડીમાં ? એ સાંભળી રાણી તો ગભરાઈને બેઠી થઈ ગઈ.

રાણી તો રાક્ષસને જોઈને ગભરાઈ જ ગઈ. તેણે કહ્યું, ‘હું ઉંદરગઢના રાજાની રાણી છું. રાજાએ મને દેશવટો આપ્યો છે. એટલે હું ભટકતી હતી. પણ રાત પડી ગઈ એટેલ આ ઝુંપડી જોઈ આરામ કરવા આવી છું.’ રાણીને રડતી જોઈ રાક્ષસને દયા આવી. તેણે કહ્યું, ‘તું મારા આશરે છે, એટલે ચિંતા ના કર હું તને કોઈ નુકસાન નહિ પહોંચાડું. તું આરમાંથી અહીં રાતવાસો કર.’ આ સાંભળી રાણીનો ડર દુર થયો.

સવાર પડી એટેલ રાણી ત્યાંથી નીકળી ગઈ.અને આગળ ચાલવા લાગી. આમ રાણી ઘણા દિવસ સુધી ભટકતીરહી. રઝળતા રઝળતા તે એક નદી પાસે આવી પહોંચી. નદીમાં ખુબ પાણી હતું. આવી રઝળપાટ વાળી જિંદગીથી કંટાળેલી રાણીએ નદીમાં પાડીને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું. તે નદીમાં જઈને પડી. તે જેવી નદીમાં પડી કે કેટલીક માછલીઓ ત્યાં આવી ગઈ. તેમેણે રાણીને મરવા ણા દીધી દીધી. તેઓ રાણીને તાણીને નીચે પાતાળમાં લઇ ગઈ. ત્યાં પરીઓની દુનિયા હતી.

ધરતી પરથી આવેલી રાણીને જોઈએને બધી પરીઓને ખુબ નવાઈ લાગી. તેમણે જોયું તો રાણી બેભાન થઈ ગઈ હતી. તેઓ પોતાની પાંખોથી રાણીને વાયરો નાખવા લાગી. થોડીવાર પછી રાણી ભાનમાં આવી. પરીઓએ તેણે બધી વાત પૂછી. રાણી એ સોગઠબાજીથી લઈને અત્યાર સુધીની બધી વાત કરી. અને રડવા લાગી. પરીઓએ તને હિંમત આપતા કહ્યું, ‘રાણી તમે રડો નહિ, અમે રજા પાસે આવશું અને તેમને સમજાવશું. રાત પડી એટલે પરીઓ રાણીને લઈને રાજાના નગર ઉંદરગઢ આવ્યા.

આ બાજુ રાણીના ગયા પછી રાજાને એકલું એકલું લાગતું હતું. તેને પોતાની ભુલ સમજાઈ હતી. તેણે રાણીને શોધવા સૈનિકોને પણ ચારેબાજુ દોડાવ્યા હતા. પણ રાણી ક્યાંય મળ્યા નહતા. રાજા પણ ઉદાસ હતા. તે ઉદાસ થઈને મહેલની છત પર આકાશ નીચે સુતા હતા. પણ તેમને ઊંઘ આવતી નહતી. એટલામાં તમેણે આકાશમાંથી કેટલીક પરીઓને ઉડતી ઉડતી પોતાના મહેલના છત પર ઉતરતી જોઈ. આ જોઈને રાજાને ખુબ જ નવાઈ લાગી. તેતો ઉભોજ થઈ ગયો.

થોડીવારમા પરીઓ રાજાના મહેલ પર ઉતરી સાથે રાણી પણ હતા.

રાણીને જોઈને રાજા ખુશ ખુશ થઈ ગયા. તે દોડતા જઈને રાણીને ભેટી પડયા. અને પોતાની ભૂલ બદલ માફી માંગી. પરીઓના કહેવાથી રાણીએ પણ રાજાને માફ કરી દીધા. પરીઓ એ રાજા પાસે વચન લેવરાયું કે આજ પછી તે ક્યારેય સોગઠબાજી કે કોઈ જુગાર નહિ રમે. પછી પરીઓ ત્યાંથી ચાલી ગઈ. અને ઉંદરગઢના રાજા રાણી સુખેથી રહેવા લાગ્યા.


Rate this content
Log in

More gujarati story from JAYDEEP RATHOD

Similar gujarati story from Children