સંજોગ
સંજોગ
આજેજ હું ખત્રી મેડમ ને મળી. અરેરે...... ક્યાં એ કડક અવાજ, ક્લાસમાં આવતાં જ આખો ક્લાસ શાંત. બધાજ ફફડે. જે પણ અવાજ કરે એને સખત નો ચિમટો, કાળુ ચકામું પાડી દેતું. લાંબા ઘટાદાર વાળ, લાલ ચટક ચાંદલો, અને કડક સાડી. કડક ખરા પણ માયાળુ પણ એટલા જ.
અમારા સ્કુલના છેલ્લા દિવસે અમે બધી છોકરીઓ એમને મળવા ગઈ ત્યારે અમને શિખામણ આપતા કહ્યું હતું કે જીવનમાં ધૈર્યતા રાખવી અને સહનશિલતા કેળવવી.
આજે એમને પથારીવશ જોઇને આંખો ભીની થઇ ગઇ. એ રુઆબદાર વ્યક્તિત્વને આમ જોઇ ન શકી, અને રુમમાંથી બહાર આવી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.