HARSHAD CHAUDHARI

Children Classics

2.4  

HARSHAD CHAUDHARI

Children Classics

સિંહ અને શિયાળ

સિંહ અને શિયાળ

2 mins
5.9K


એક જંગલ હતું. તેમાં અનેક પ્રાણીઓ રહેતા હતા. તેમાં એક સિંહ પણ હતો. હવે સમય જતાં સિંહ ઘરડો થયો. એટલે અશક્ત બન્યો. હવે તે જંગલમાં જઈને શિકાર કરી શકતો નહિ. એટલે તેણે ગુફામાં બેઠા બેઠા જ શિકાર મેળવવાની યુક્તિ કરી.

તેણે જંગલમાં બધા પ્રાણીઓમાં જાહેરાત કરી કે ‘જંગલના રાજા સિંહ બીમાર પડ્યા છે. તો બધા પ્રાણીઓએ તેમની ખબર કાઢવા વારા ફરતી સિંહના ઘરે ગુફામાં જવું. સિંહ હવે થોડા દિવસના મહેમાન છે. તો બધા પ્રાણીઓએ તેમને છેલ્લીવાર મળી આવવું.’ બધા પ્રાણીઓ પોતાના રાજાની છેલ્લીવાર મુલાકાત માટે ગુફાએ જવા લાગ્યા.

જંગલના ભોળા પશુઓ સિંહની ખબર કાઢવા ગુફાએ જતાં. ત્યારે લુચ્ચો સિંહ તેમને ગુફામાં જ મારી નાખતો. અને સિંહને પોતાની ગુફામાં જ બેઠાં બેઠા ભોજન મળવા લાગ્યું.

હવે એકવાર સિંહ પોતાની ગુફામાં બેઠો હતો. ત્યાં દૂરથી એક શિયાળ નીકળ્યું. શિયાળને જોઈને સિંહ બોલ્યી, ‘અલ્યા શિયાળ જંગલના બધા પશુઓ મારી ખબર કાઢી ગયા. પણ તને એમ થાય છે કે આપના રાજાની ખબર કાઢીએ!’ શિયાળ હોંશિયાર, ચાલક અને ચતૂર હતું.

તે સિંહની ગુફા આગળ ગયો. ત્યાં જઈને જોયું તો બધા પશુઓના પગલા ગુફા તરફ જતાં હતાં. પણ કોઈ પશુના પગલા ગુફામાંથી બહાર આવતા ન હતાં. એટલે તે આખી વાત સમજી ગયો. તેણે સિંહને કહ્યું, ‘વનરાજ તમારી ખબર કાઢવા હું જરૂર આવત. પણ તમારી ગુફા આગળના પગલાં જોઈ મારું મન પાછું પડે છે. કેમકે આ બધા પગલા ગુફામાં જય છે, પરંતુ તેમાંથી એકેય પગલું પાછું આવતું નથી.’ એમ કહી શિયાળ ત્યાંથી નાસી ગયું. સિંહ ભાઈની ચાલાકી શિયાળ આગળ ના ચાલી.


Rate this content
Log in

Similar gujarati story from Children