NARESH THAKOR

Children Inspirational Others

3  

NARESH THAKOR

Children Inspirational Others

શિયાળની ચતુરાઈ

શિયાળની ચતુરાઈ

4 mins
2.2K


એક મોટું જંગલ હતું. આ જંગલમાં અનેક પ્રાણીઓ રહેતા હતા. જેમકે સિંહ, વાઘ, ચિત્તો, દીપડો, હાથી, હરણ, શિયાળ, સસલા આવા અનેક પ્રાણીઓ રહેતા હતા. સિંહ આ જંગલનો રાજા હતો. અને જંગલનો તો એવો નિયમ છે કે દરેક પ્રાણીએ જીવવા માટે બીજા પ્રાણીનો શિકાર કરવો જ પડે. એટલે હંમેશા એક મોટું પ્રાણી બીજાથી નાના પ્રાણીનો શિકાર કરીને જ જીવે. આવું ચાલ્યા કરતુ હતું.

હવે એક દિવસની વાત છે. જંગલના રજા સિંહના મનામાં એક વિચાર આવ્યો કે, હું આટલા વરસોથી આ જંગલમાં રહું છું. મેં મારા પેટની ભૂખ મટાડવા માટે આત્યાર સુધી કેટલાય પ્રાણીઓનો શિકાર કરી તેમને મારી નાંખ્યા. તો મને કેટલું પાપ લાગ્યું હશે. મારે મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે. મારે બાજુના ગામમાં ભગવાનનું મંદિર છે ત્યાં જઈ ભગવાન પાસે મેં કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. આમ નક્કી કરી સિંહ તો જંગલમાંથી ગામમાં ભગવાનને મંદિરે જવા માટે નીકળ્યો.

સિંહ જતો હતો ત્યારે રસ્તામાં તેને એક શિયાળ મળ્યું, ‘શિયાળે સિંહને પૂછ્યું, ‘સિંહરાજા આમ જંગલ છોડી ક્યા જાઓ છો ? આ બાજુ તો ગામ છે.’ ત્યારે સિંહે કહ્યું, ‘મેં અત્યાર સુધી અને ક પ્રાણીઓનો શિકાર કરીને ખુબ જ પાપ કર્યા છે. એટલે હું મારા પાપ ધોવા માટે બાજુના ગમમાં મંદિરે ભગવાન પાસે જાઉં છું ત્યારે શિયાળ બોલ્યું, ‘એમ તો મેં પણ ખુબ પ્રાણીઓના શિકાર કરી પાપ કર્યા છે. ચાલો હું પણ તમારી સાથે ભગવાનને મંદિર આવું. મારે પણ મારા પાપ ધોવા છે. આમ કહી શિયાળ પણ સિંહની સાથે ચાલવા લાગ્યું.

સિંહ અને શિયાળ જતા હતા. ત્યારે રસ્તામાં તેને એક વરુ મળ્યું, ‘વરુએ સિંહને પૂછ્યું, ‘સિંહભાઈ અને શિયાળભાઈ આમ જંગલ છોડી ક્યા જાઓ છો ? આ બાજુ તો ગામ છે.’ ત્યારે સિંહે કહ્યું, ‘મેં અત્યાર સુધી અને ક પ્રાણીઓનો શિકાર કરીને ખુબ જ પાપ કર્યા છે. એટલે હું મારા પાપ ધોવા માટે બાજુના ગમમાં મંદિરે ભગવાન પાસે જાઉં છું ત્યારે વરુ બોલ્યું, ‘એમ તો મેં પણ ખુબ પ્રાણીઓના શિકાર કરી પાપ કર્યા છે. ચાલો હું પણ તમારી સાથે ભગવાનને મંદિર આવું. મારે પણ મારા પાપ ધોવા છે. આમ કહી વરુ પણ સિંહ અને શિયાળની સાથે ચાલવા લાગ્યું.

સિંહ, વરુ અને શિયાળ જતા હતા. ત્યારે રસ્તામાં તેને એક બિલાડી મળી, ‘બિલાડીએ સિંહને પૂછ્યું, ‘સિંહભાઈ, વરુભાઈ અને શિયાળભાઈ આમ જંગલ છોડી ક્યા જાઓ છો ? આ બાજુ તો ગામ છે.’ ત્યારે સિંહે કહ્યું, ‘મેં અત્યાર સુધી અને ક પ્રાણીઓનો શિકાર કરીને ખુબ જ પાપ કર્યા છે. એટલે હું મારા પાપ ધોવા માટે બાજુના ગમમાં મંદિરે ભગવાન પાસે જાઉં છું ત્યારે બિલાડી બોલી, ‘એમ તો મેં પણ ખુબ પ્રાણીઓના શિકાર કરી પાપ કર્યા છે. ચાલો હું પણ તમારી સાથે ભગવાનને મંદિર આવું. મારે પણ મારા પાપ ધોવા છે. આમ કહી બિલાડી પણ વરુ, સિંહ અને શિયાળની સાથે ચાલવા લાગ્યું.

હવે આ બધા પ્રાણીઓ જે રસ્તે ગામમાં જતા હતા. તે રસ્તામાં શિકારીઓએ પ્રાણીનો શિકાર કરવા માટે જમ્નીજમીનમાં એક ખાડો બનાવ્યો હતો. અને તે ખાડો પાંદડા અને લાકડા ગોઠવીને ઢાંકી દીધો હતો. એટલે દેખાય નહિ. જેવા વરુ, સિંહ, શિયાળ અને બિલાડી આ ખાડા પરથી પસાર થયા, તેમના વજનથી પાંદડા ખસી ગયા અને બધા ધબક કરતા ઊંડા ખાડામાં જઈ પડ્યા. તે લોકોએ ખાડામાંથી બહાર આવવાના ખુબ પ્રયત્ન કર્યા પણ બહાર નીકળી શક્યા નહિ.

પછી એ લોકોએ નક્કી કર્યું, ‘આવી રીતે ખાડામાં પડ્યા પડ્યા તો આપણે ભૂખે મારી જઈશું. તો આપણે એક કામ કરીએ બધા સાથે બુમ પાડીએ. જેનો અવાજ ધીમો હશે બાકીના ત્રણ જણા તેને ખાશે.‘ આમ કરી બધાએ બુમ પાડી. તો બિલાડીની અવાજ સૌથી ધીમો હતો. એટલે ત્રણેય જનાણા બિલાડીને મારીને ખાઈ ગયા. બીજા દિવસે વરુનો વારો આવ્યો. હવે ત્રીજો દિવસ થયો એટલે શિયાળને ખ્યાલ આવી ગયો કે હવે તેનો જ વારો આવશે. એટલે તને એક યુક્તિ કરી. તે મરેલા વરુના હાડકા ખવા લાગ્યું.

આ જોઈ સિંહે પૂછ્યું, ‘શિયાળભાઈ તમે શું ખાવો છો ?’ ત્યારે શિયાળે કહ્યું, ‘હું તો મારા હાડકા ખાઉં છું. આપણા પોતાના હાડકા ખુબજ સ્વાદિષ્ટ હોય છે. અને તે ફરીથી નવા બનતા જય છે. આ સાંભળી સિંહને પણ લાલચ થઇ. તેને પણ પોતાના હાડકાનો સ્વાદ ચાખવા પોતાના પેટ પર પંજો માર્યો. અને પેટ ચીરી નાખ્યું. અને પેટ ફાટવાથી સિંહ મરી ગયો. આમ શિયાળે પોતાની બુદ્ધિથી સિંહને મારી નાખ્યો. અને ઘણા દિવસ સુધી ભોજનની વ્યવસ્થા કરી દીધી.

એમ કરતા કરતા ચોમાસું આવ્યું. ખુબ વરસાદ પડ્યો. આખો ખાડો પાણીથી ભરાઈ ગયો. એટલે શિયાળ પણ પાણી સાથે તરતું તરતું ખાડામાંથી બહાર આવી ગયું. એટલે જ તો કહેવાય છે. બુદ્ધિ આગળ બળ પાણી ભરે.


Rate this content
Log in

Similar gujarati story from Children