MILAN CHADHARI

Drama

2  

MILAN CHADHARI

Drama

શીનોરી નગર

શીનોરી નગર

3 mins
701


શીનોરી નગરી પર સાળસિંગ નામનો રાજા રાજ કરતો હતો. તેમણે બે દીકરા હતાં. નાના દીકરાનું નામ ભેમસંગ અને મોટા દીકરાનું નામ અમરસંગ હતું. આ બંને ભાઈઓ દરરોજ શિકાર કરવા જતાં. પણ એક વખત તેમણે શિકાર મળ્યો નહિ. તેઓ નિરસ થઈને પાછા ફરી રહ્યા હતાં. એ જ વખત એ જંગલમાં એક ઋષિનો આશ્રમ હતો. ત્યાં ઘણા બાળકો ભણતા હતાં. તેમ એક બ્રાહ્મણનો દીકરો પણ ભણતો હતો. પણ કોઈ કારણસર ઋષિ આ બ્રાહ્મણના છોકરા પર નારાજ થયા હતાં. એટલે તેણે આશ્રમમાંથી કાઢી મુક્યો હતો. આ છોકરો જંગલમાં એક વડ પર ચડી પગ લટકતા રાખી બેઠો હતો.

એજ વખતે અમર એક વડ નીચેથી નીકળ્યા. હવે તે બ્રાહ્મણના છોકરાના પગના તળિયે એક પદ્મનુ નિશાન હતું. જે ચમકતું હતું. એ ચમકતી વસ્તુ કોઈ જનાવરની આંખ છે તેમ માની કુમારોએ બાણ માર્યું. તે બાણ આ દીકરાને વાગ્યું અને તે મરી ગયો. આ બાજુ રાત પડી પણ બ્રાહ્મણદીકરો ઘરે ન પહોંચ્યો એટલે તેની મા તેણે શોધવા નીકળી. શોધતા શોધતા વડ નીચેથી તેની લાશ મળી. એ છોકરાની મા એ લાશ લઈને રાજા પાસે દરબારમાં ફરિયાદ કરવા ગઈ.

રાજા ખુબ જ ન્યાયપ્રિય હતાં. તેમણે પોતાના બંને રાજકુમારોને બ્રાહ્મણના દીકરાની હત્યા બદલ ડોશી માની લીધા. અને તેમણે બાર વરસ માટે દેશમાંથી દેશવટો આપી દીધો. બીજા દિવસે બંને ભાઈઓને ઘોડા પર બેસાડી મોકલી દેવામાં આવ્યા. એક દિવસ અને એક રાતની મુસાફરી કર્યા બાદ બંને ભાઈઓ એક જંગલમાં પહોંચ્યા. લાંબી મુસાફરીથી બંને ભાઈ થકી ગયા હતાં. અને ઘોડા પણ થાક્યા હતાં. એટલે તેમણે જંગલમાં રાતવાસો કરી આરામ કરવાનું નક્કી કર્યું.

જંગલમાં એક નાની તલાવડીને કાંઠે એક વડનું ઝાડ હતું. તેની નીચે બંને ભાઈઓએ રોકાવાનું નક્કી કર્યું.

રાતનો સમય થયો. બંને ભાઈઓએ નક્કી કર્યું કે આં જંગલમાં જંગલી પ્રાણીઓનો ભય રહે છે. એટલે બંને જણે એક સાથે સુવું નહિ. પરંતુ વારાફરતી જાગીને ચોકી કરવી. પહેલા અમરે ઊંઘવાનું નક્કી કર્યું. અને ભેમસંગ જાગીને ચોકી પહેરો કરવા લાગ્યા. અડધી રાત થઈ એટલે ત્યાં એક નાગ તળાવમાં પાણી પીવા આવ્યો. અને તે જ વખતે એક વાઘ પણ ત્યાં આવ્યો. ભેમસંગ જાગતા જાગતા આ બધું જોઈ રહ્યા હતાં.

એટલામાં નાગ અને વાઘ બંને વાતે વળ્યા. બંને એકબીજાની ખાસિયત કહી રહ્યા હતાં. ત્યારે નાગે કહ્યું કે જે મારી આ નાગમણી ખાશે તેનામાથી દરરોજ સવાલાખ હીરા ગરશે. પછી વાઘે કહ્યું કે જે મને મારીને મારું કાળજું ખાશે તેણે ઉજ્જેન નગરીનું રાજ મળશે. ભેન્સંગ આ બધું જ સંભાળતો રહ્યો. પછી વાઘ અને નાગ પાણી પીવા તળાવમાં ગયા.

પાણી પીવા જતી વખતે નાગ પોતાની મણી તળાવને કિનારે મુકીને ગયો. ભેન્સંગે જંગલમાંથી કાંટા ભેગા કરી તેની એક જાળી બનાવી. અને મણી પર ઢાંકી દીધી. જયારે નાગ પાછો આવ્યો ત્યારે તેના પર જાળી હતી. તેણે મણી લેવા માટે કાંટા પર ખુબ માથા માર્યા પણ મણી મળી નહિ. ઉપરથી વાગવાથી તે ઘાયલ થયો અને મરી ગયો. પછી ભેમસંગે પોતાના બાણથી વાઘને પણ મારી નાંખ્યો. પછી અમરસંગને જગાડી ચોકી કરવા બેસાડયો. અને ભેમસંગ સુઈ ગયો.

બીજા દિવસે સવારે બંને ભાઈ જાગ્યા. પછી ભેમસંગે અમરસંગને રાતની વાઘ અને નાગની વાત કરી. પછી અમરસંગે ઉજ્જેનના રાજા બનવાનું નક્કી કર્યું. અને વાઘની કાળજું ખાધું. જયારે ભેમસંગે નાગની મણી ખાધી. ત્યાંથી બંને ભાઈ આગળ ચાલ્યાં. આગળ જતાં ઉજ્જેન નગરી આવતી હતી. બન્યું એવું કે ઉજ્જેનના રાજા મૃત્યુ પામ્યા હતાં. તેમણે કોઈ દીકરો નહતો. પણ એક દીકરી જ હતી. એટલે એમણે એવી જાહેરાત કરી હતી. કે સવારે વહેલા જે વ્યક્તિ રાજને દરવાજે આવે તેને ઉજ્જેનનો રાજા બનાવવો. અને રાજકુમારીને તેની સાથે પરણાવવી. અને થયું એં કે સવાર પડતાં જ અમરસંગ ત્યાં પહોચી ગયા. લોકે તેમનુ સ્વાગત કરી ઉજ્જેનના રાજા બનાવ્યા. અને રાજકુમારી સાથે તેમના લગ્ન કરાવ્યા.

બીજી બાજુ શીનોરી નગરથી સમાચાર આવ્યા કે બંને ભાઈઓના પિતા અને શિનોરી નગરના રાજાનુ અવસાન થયું છે. મરતા પહેલા રાજાએ બંને ભાઈઓને માફ કર્યા છે. એટલે ભેમસંગ શિનોરી નગર પાછા જઈને ત્યાંના નવા રાજા બન્યા.


Rate this content
Log in

More gujarati story from MILAN CHADHARI

Similar gujarati story from Drama