શહેરની લાલચ
શહેરની લાલચ
એક જંગલ હતું. તેમાં એક ગધેડો પોતાના પરિવાર સાથે રહેતો હતો. એક દિવસ તેણે તેની પત્નીને શહેર વિષે પૂછ્યું. તેની પત્નીએ શહેરની ઝાકમઝોળ વિષે જે વાત સાંભળી હતી તે કહી સંભળાવી. ગધેડાએ પણ પોતાના પરિવાર સાથે શહેરમાં જવાનું નક્કી કર્યું. તે પોતાના પરિવાર સાથે શહેરમાં જવા નીકળી પડ્યો.
રસ્તામાં એક ગામ આવ્યું. તે ગામમાં એક માણસ રહેતો હતો. તેનું નામ મફતિયો હતો. તેણે આ ગધેડાના આખા પરિવારને નાચતું કુદતું શહેર તરફ જતું જોયું. આખો પરિવાર તંદુરસ્ત અને તગડો હતો. તેમણે જોઈને મફતીયાના મનમાં લાલચ જાગી. તેણે ગધેડાના આખા પરિવારની પકડી પાડ્યો.
મફતિયો બીજા દિવસે ગધેડાને તેના આખા પરિવાર સાથે પશુઓના મેળામાં લઇ ગયો. ત્યાં જઈ તેણે ઉંચી કીમતે તે ગધેડા અને તેના પરિવારને એક કુંભારને વેચી દીધો. ખરીદનાર માણસ ગધેડાના પરિવારને ઇત્વાદામાં કામ કરવા લઇ ગયો. શહેરની ઝાક્મ્ઝોલની વાત સાંભળી લાલચમાં આવેલો ગધેડાનો આંખો પરિવાર ગુલામીમાં ફસાઈ ગયો. તેણે પોતાની ભૂલનો ખુબ અફસોસ થયો. તેને થયું આના કરતાં તો જંગલની આઝાદી સારી હતી.
