સારા માણસ બનો
સારા માણસ બનો
પ્રાતઃ કાળ હતો. રાજા વિક્રમ રાજમહેલના સુંદર ઉદ્યાનમાં પુષ્પોનું સૌંદર્ય નિહાળી રહ્યા હતાં. પ્રધાન અને રાજપુરોહિત પણ સાથે હતાં. એક કમળની પ્રસંશા કરી બોલ્યાં, 'બધી ઈશ્વરની કૃપા છે. એની ઈચ્છા વગર પાંદડું પણ ન હલી શકે. બધું એના જ હાથમાં છે. આપણે તો રમકડાં છીએ'
આમ વાત ચાલતી હતી. દ્વારપાળે આવી પ્રધાનને સંદેશો આપ્યો કે 'તમને ઘરે યાદ કરે છે.' પ્રધાન રાજાની આજ્ઞા લઈને ચાલ્યો ગયો. પ્રધાનના ગયાં બાદ વિક્રમે રાજપુરોહિતને પૂછ્યું 'શું વાત છે? પ્રધાનજી ઘણાં પરેશાન હતાં.'
'હા રાજન એમની પુત્રી બીમાર છે. પ્રધાનને સતત રાજા સાથે રહેવું પડે. કોણ જાણે ક્યારે જરૂર પડે.'
એક દિવસે બપોરે વૈદ ને બોલાવી પુત્રી વિષે પૂછ્યું ત્યારે રાજવૈદ કહેતા હતાં કે, 'અન્નદાતા, એ ગંભીરપણે બીમાર છે. જીવન જોખમમાં છે. એક કઠિન કામ થાય તો તે બચી શકે. નીલગિરીની ઘાટીમાં ખવાંગ નામનો છોડ થાય છે. તેના પાન વાટીને રસ પીવડાવાથી બચે.'
'મંગાવી લો એ છોડ.' વિક્રમ બોલ્યાં.
'અન્નદાતા છોડની ઓળખ તો હું આપું પણ લાવે કોણ ? ભયાનક સર્પ વસે છે. ગયેલું પાછું ન આવે. મને એક સાધુએ એ છોડ આપેલો પણ બીજા દર્દીની સારવાર માટે વપરાઈ ગયો. હોવી એ સાધુ ક્યાં મળે ! એમનું કોઈ ઠેકાણું ન હોય.'
આથી વિક્રમ રાજા પોતે જાવા તૈયાર થયા. ઘણા દિવસો બાદ એ ઊંડી ઘાટી એ પહોંચ્યા. કદાચ સૂર્યકિરણ કેટલાંય વર્ષોથી ત્યાં પહોંચ્યા ન હતા. વિક્રમ નીચે ઉતર્યા. અચાનક સિંહની ગર્જના સંભળાઈ. સિંહે છલાંગ લગાવી અને વિક્રમ ઢળી પડ્યા. ખભા પર વાર થતા લોચો નીકળી ફેંકાઈ ગયો. વિક્રમે તલવારથી સિંહને વાઢી નાખ્યો. વિક્રમે પોતાના ખભા પર પાન બાંધીને વસ્ત્ર વીંટાળી લીધું. થોડો આગળ વધ્યા ત્યાંતો સેંકડો સાપ રસ્તો રોકી ઊભા હતા.
વિક્રમે રસ્તો બદલી લીધો. છોડની શોધમાં રાત પડી. એટલે એક વૃક્ષ પર ચડી સુઈ ગયા. આખી ઘાટી ભયાનક અવજોથી ગુંજતી હતી. સવાર પડી ને પાછા છોડ શોધવા લાગ્યાં. અચાનક છોડ દેખાયો પણ આજુબાજુ વીંછી પણ દેખાયા. એક વીંછીએ પથ્થરને ડંખ માર્યો તો એ પથ્થર તૂટી ગયો. વિચિને ભગાડવા પથ્થર માર્યા પણ વીંછી હટયા નહીં.
થોડી રાહ જોયા પછી એ આપોઆપ હટવા લાગ્યાં પણ જોયું તો નાગ એ છોડ પાર ચડતો હતો, ફેંણ ચડાવીને. એક પથ્થર બીજી તરફ ફેંકતા નાગ એ બાજુ ખસી ગયો. અને વિક્રમે છોડ લઇ લીધો. અને છોડ લાવી રાજવૈધ ને આપ્યો.
રાજવૈધ તેમનાં પગે પડતાં બોલ્યાં. તમારું રાજ અવિચળ રહે. તમારા સેવક માટે આપ જીવ જોખમમાં મૂકી છોડ લઇ આવ્યા. ભલા આવા રાજાને કોણ ન ચાહે..! રાજવૈદ્ય ઈલાજ કરવા લાગ્યાં અને પ્રધાન પુત્રી સાજી થઈ ગઈ.
પોતાનાં શરીર, લક્ષણો કે આકૃતિથી જ કોઈ મહાન નથી થતું, પરંતુ કર્મો અને જ્ઞાન પણ જરૂરી છે.
