સાધુનો શાપ
સાધુનો શાપ


એક સમયની વાત છે એક વખત એક સાધુ મહારાજ જંગલમાં તપ કરવા બેઠા હતાં. તેઓ આંખો બંધ કરીને ધ્યાન લગાવીને બેઠા હતાં. એટલામાં એક છોકરી તે જંગલમાંથી પસાર થઈ . તે છોકરી જંગલના રસ્તેથી એક ગામથી બીજે ગામ જઈ રહી હતી. પણ જંગલમાં તે રસ્તો ભૂલી ગઈ હતી. એટલે તે રડી રહી હતી. એટલામાં એ છોકરીની નજર જંગલમાં તાપ કરવા માટે બેઠેલા સાધુ મહારાજ પર પડી. તેને થોડી રાહત થઈ કે હવે તેને પોતાના ઘરનો રસ્તો આ સાધુ મહારાજ પાસેથી મળી જશે.
તે દોડતો દોડતી સાધુ મહારાજ પાસે ગઈ. ત્યાં જઈને મહારાજને વિનંતી કરી,’ સાધુ મહારાજ ઓ સાધુ મહારાજ. આપની આંખો ખોલો.’ છોકરીના અવાજથી સાધુ મહારાજનું ધ્યાનભંગ થયું. તેમની તપસ્યા તૂટી ગઈ. એટલે સાધુ મહારાજ તો ખુબ જ ગુસ્સે થયા. તેમે છોકરીની પૂરી વાત સાંભળ્યા વગર જ તેને શાપ આપી દીધો. કે, ‘તે મારી તપસ્યા ભંગ કરી છે, એટલે હું તને શાપ આપું છું કે તું બિલાડી બની જા’ પેલી છોકાઈ તો સાચું જ બિલાડી બની ગઈ. પણ તે સાધુ મહારાજ આગળ રડતી રડતી પોતાની વાત કહેવા લાગી.
‘સાધુ મહારાજ મારે તમારી તપસ્યા ભંગ કરવી નહતી. પણ હું જંગલમાં ભૂલી પડી ગઈ છું. મને ઘરે જવાનો રસ્તો મળતો નથી. એટલે રસ્તો પૂછવા તમને તાપમાંથી જગાડ્યા.’ છોકરીની વાત સંભાળીને સાધુ મહારાજને પોતાની ભૂલ સમજાઈ. તેમને થયું કે ગુસ્સામાં મે આ છોકરીને ખોટો શાપ આપી દીધો. પણ આ શું શાપ તો પાછો વળે નહિ.
એટલે એ છોકરીને કહ્યું, મારો શાપ તો હવે પાછો નહિ વળે. પણ તું એક કામ કર. અહીં બેસીને કોઈ એક ભલાઇ નું કામ કર તો જ મારો શાપ દૂર થશે.’ છોકરી એ વાત માટે સહમત થઈ. સાધુ મહારાજ ફરીથી તપમાં બેસી ગયા. હવે છોકરી વિચારવા લાગી આવા વીરાણ જંગલમાં શું ભલાઈનું કામ કરવું !
એટલામાં દુરથી એક વાઘનો અવાજ સંભળાયો. છોકરીનું ધ્યાન તે તરફ ગયું. તેને જોયું તો એક વાઘ આ બાજુ જ આવી રહ્યો હતો. જો એ વાઘ અહીં આવશે તો મને અને સાધુ મહારાજને ખાઈ જશે. એટલે બિલાડી બનેલી છોકરી એ દોડતા જઈને સાધુ મહારાજના ખોળામાં ભૂસકો માર્ય. ફરીથી સાધુ મહારાજની તપસ્યા ભંગ થઈ. પણ તેમને જાગીને જોયું તો સામે વાઘ ઉભો હતો. તે આખી વાત સમજી ગયા. પોતાના તપના બળથી વાઘને પાછો મોકલી દીધો.
સાધુ મહારાજે વિચાર કર્યો કે આ બિલાડી બનેલી છોકરીએ મને જગાડ્યો ન હોત તો આ વાઘ મને ખાઈ જાત. એટલે આ છોકરીએ ભલાઈનું જ કામ કર્યું કહેવાય. એટલે તેમનો શાપ હવે પુરો થયો હતો. એટલે સાધુ મહારાજે પેલી બિલાડી બની ગયેલી છોકરીને ફરીથી માણસ બનાવી દીધી. એટલું જ નહિ તેમને તે છોકરીને તેના ઘર સુધી જવાનો રસ્તો પણ બતાવ્યો.