NIRMA MALI

Children Classics Inspirational

1.7  

NIRMA MALI

Children Classics Inspirational

રસ્તા વચ્ચે પથ્થર

રસ્તા વચ્ચે પથ્થર

2 mins
18.4K


એક રાજા હતો. તે ઘણીવાર વેશપલટો કરીને પોતાના રાજ્યની નગરચર્યા જોવા-કરવા નીકળતો હતો. આજ રીતે એકવાર આ રાજા વહેલી સવારે વેશપલટો કરીને પોતાના નગરની નગર ચર્યા કરવા માટે નીકળ્યા હતા. તેણે મુખ્ય માર્ગ પર એક મોટો પથ્થર પડેલો જોયો. આ પથ્થર રસ્તા વચ્ચેથી કોણ ખસેડે છે તે જોવાની રાજાને ઈચ્છા થઈ. આથી રાજા એ એ પથ્થર નીચે એક ચિઠ્ઠી અને એક સોનામહોરની થેલી મૂકી. પછી શું થાય છે તે જોવા રાજા થોડે દુર એક ઝાડની પાછળ સંતાઈને ઊભો રહ્યો.

એવામાં એક ખેડૂત પોતાના બળદ લઈને ત્યાંથી પસાર થયો. તેના એક બળદનો પગ પથ્થર સાથે અથડાયો. પછી બળદ લંગડાતો લંગડાતો આગળ ચાલવા લાગ્યો. પણ તેમ છતાં પેલા ખેડૂતે રસ્તા વચ્ચેથી પથ્થર ખસેડવાની તસ્દી લીધી નહિ.

થોડીવાર પછી એક ઘોડાગાડીવાળો એ રસ્તેથી પસાર થયો. એ પોતાની મસ્તીમાં ગીત ગાતો ગાતો જતો હતો. એવામાં એ ગાડીનું એક પૈડું રસ્તાવાળા પથ્થર સાથે અથડાયું. ઘોડાગાડીમાં બેઠેલા મુસાફરો ચીસ પાડી ગયા. ઘોડાગાડીવાળો પણ બુમ પાડવા લાગ્યો, ‘આ કયા હરામખોરે રસ્તા વચ્ચે આ પથ્થર મુક્યો છે?’ એમ બબડતો ચાલ્યો ગયો, પણ પથ્થર હટાવ્યો નહિ.

એટલામાં ત્યાં એક દુધવાળી ચાલતી ચાલતી આવી. તેના માથે દુધની ગાગર હતી. તેનું ધ્યાન દુધની ગાગર તરફ હતું. એટલે રસ્તામાં પડેલો પથ્થર તેને દેખાયો નહિ. તેણે તે પથ્થરની ઠેસ વાગી અને તે નીચે પડી ગઈ. તેનું બધું દૂધ ઢોળાઈ ગયું. દુધવાળી બાઈ મનમાં ગાળો બબડતી બબડતી ત્યાંથી ચાલી ગઈ. પણ એ પથ્થર ખસેડ્યો નહિ.

થોડીવાર પછી એક વિદ્યાર્થી નિશાળ જવા માટે ત્યાંથી નીકળ્યો. તેણે રસ્તા વચ્ચે પડેલો મોટો પથ્થર જોયો. વળી પથ્થરની બાજુમાં દૂધ પણ ઢોળાયેલું હતું. એટલે તેને લાગ્યું કે આ પથ્થર ઘણા બધા લોકોને નડતો હશે. તેણે પોતાના ખભા પરથી દફતર ઊતારી રસ્તાની બાજુમાં મુક્યું. અને તાકાત ભેગી કરી પેલા મોટા પથ્થરને ખસેડવા લાગ્યો.

તેણે પથ્થર ખસેડ્યો તો નીચેથી એક ચિઠ્ઠી અને એક સોનામહોર ભરેલી થેલી મળી, વિદ્યાર્થીએ એ ચિઠ્ઠી વાંચી, તેમાં લખ્યું હતું, “પથ્થર ખસેડવાનું ઇનામ.” એટલામાં દુર ઉભેલા રાજા પણ ત્યાં આવી ગયા. તેમણે વિદ્યાર્થીને પોતાની સારી કામગીરી બદલ ખૂબ ખૂબ અભિનંદન આપ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Children