રોટલી અને રત્ન
રોટલી અને રત્ન
રોટલી અને રત્ન
એક વાર, ગુજરાતના સમૃદ્ધ વેપારી નગર અમદાવાદની નજીકના ગામમાં વસતા વેપારી ધનપતિની કથા છે. ધનપતિ જેટલા ધનવાન હતા તેટલા જ દાનવીર હતા. તેમનું હૃદય હંમેશા યજ્ઞ-હવન, દેવ-દર્શન અને દાન-પુણ્યમાં રમતું. લોકો કહેતા, “ધનપતિના હાથમાં જે આવે તે પવિત્ર બની જાય.”
પરંતુ એક વિશાળ યજ્ઞમાં તેમણે બધું જ દાન કરી દીધું. કારણ તેને આત્મ વિશ્વાસ અને ઈશ વિશ્વાસ હતો. હું ફરી પાછુ કમાવી સકું છુ અને બીજું ભગવાન દૈવી પુરુષાર્થીઓ ની સાથે છે. ઘરના અન્ન-ધાન, દુકાનનો માલ, સોનું-ચાંદી – સઘળું. હવે તેમના ઘરમાં પરિવારને ચલાવવા માટે પણ પૈસા ન હતા. ભગવાન પણ સાત લોકોની પરીક્ષા તો લે. ધનપતિની પત્ની સુધાબહેન, સાચી પતિવ્રતા અને બુદ્ધિમતી, એક દિવસે કહ્યું, “પ્રિય, પાટણ નગરમાં સેઠ વિજયસિંહ રહે છે. તેઓ અન્યના પુણ્ય ખરીદે છે. તમે ત્યાં જાઓ, થોડા પુણ્ય વેચીને પૈસા લાવો. ફરી વેપાર શરૂ કરીશું.”
ધનપતિને પુણ્ય વેચવાની કલ્પના પણ નહોતી ગમતી. પરંતુ પત્નીના આગ્રહ અને બાળકોની ભૂખી આંખો જોઈને તેઓ તૈયાર થયા. સુધાબહેન રસ્તાના ભોજન માટે ચાર ગરમાગરમ રોટલીઓ બનાવીને આપી. ધનપતિ પગપાળા પાટણ તરફ ચાલ્યા. રસ્તામાં તેમને ભૂખ લાગી. નગરની સીમાડે પહોંચીને તેમણે રોટલીઓ કાઢી.
ત્યાં જ એક કુતરી, તાજા જન્મેલા ત્રણ નાનકડા ગલુડિયા સાથે આવીને ઊભી રહી. વરસાદના દિવસો હતા. જંગલમાં જન્મેલા નાના નાના ગલુડિયા હતા. કુતરી તેમને છોડીને નગરમાં જઈ શકે તેમ નહોતી. તેમની આંખોમાં ભૂખ અને વેદના હતી.
दयया सर्वभूतेषु सन्तुष्ट्या येन केन वा ।
सर्वेन्द्रियोपशान्त्या च तुष्यत्याशु जनार्दन: ॥ १९ ॥ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ૪-૩૧-૧૯
“સર્વ જીવો પર દયા કરવાથી, જે કોઈ પણ રીતે સંતોષ (સંતુષ્ટિ) રાખવાથી અને ઈન્દ્રિયોને વશ કરીને (ઈન્દ્રિયોના વિષયોમાંથી શાંતિ મેળવવાથી) મનુષ્ય ભગવાન જનાર્દન (શ્રીકૃષ્ણ)ને ખૂબ જ ઝડપથી પ્રસન્ન કરી શકે છે.”
ધનપતિના હૃદયમાં કરુણાનો ઝરણો વહેવા લાગ્યો. તેમણે એક રોટલી કુતરીને આપી. કુતરીએ પલકવારમાં તે ચાટી લીધી, પણ હજુ પણ તે હાંફતી હતી. ધનપતિએ બીજી, પછી ત્રીજી અને છેલ્લે ચોથી રોટલી પણ આપી દીધી. પોતે માત્ર પાણી પીને જ સેઠ વિજયસિંહ પાસે પહોંચ્યા.
સેઠ વ્યસ્ત હતા. તેમણે કહ્યું, “સાંજે આવજો.” દરમિયાન સેઠ ઘરે ભોજન માટે ગયા અને પત્નીને કહ્યું, “એક વેપારી પુણ્ય વેચવા આવ્યો છે. કયું પુણ્ય ખરીદું?” સેઠની પત્ની અત્યંત પતિવ્રતા અને સિદ્ધ હતાં. તેમણે ધ્યાન કેન્દ્રિત કરીને જોયું અને કહ્યું, “આજે આ વેપારીએ એક કુતરી અને તેના છાનને રોટલીઓ ખવડાવી છે. તેમનું આજનું પુણ્ય જ ખરીદો. આ તેમનું સર્વશ્રેષ્ઠ પુણ્ય છે.”
સાંજે ધનપતિ આવ્યા. સેઠે કહ્યું, “આજે તમે જે યજ્ઞ કર્યો છે તેનું પુણ્ય હું લેવા માગું છું.”
ધનપતિ હસી પડ્યા, “જો યજ્ઞ કરવા પૈસા હોત તો હું અહીં પુણ્ય વેચવા કેમ આવત?”
સેઠે સ્મિત કરીને કહ્યું, “તમે એક ભૂખ્યા પ્રાણી અને તેના બાળકોના જીવ બચાવ્યા છે. મને તે જ પુણ્ય જોઈએ છે.”
ધનપતિ તૈયાર થયા. સેઠે કહ્યું, “આ પુણ્યના બદલામાં હું તમને ચાર રોટલીના વજન જેટલા હીરા-મોતી આપીશ.” ચાર રોટલીઓ તોલીને તરાજૂના એક ત્રાજવા માં મૂકવામાં આવી. બીજા ત્રાજવામાં હીરા-જવાહેરાતોની પોટલી મૂકી. ત્રાજવું હલ્યું નહીં. બીજી પોટલી, ત્રીજી… અનેક પોટલીઓ મૂકવા છતાં ત્રાજવું હલ્યું નહીં.
ધનપતિએ કહ્યું, “સેઠજી, મેં વિચાર બદલ્યો. હું પુણ્ય વેચવા માગતો નથી.” તેઓ ખાલી હાથે ઘર તરફ વળ્યા. મનમાં ડર હતો કે પત્ની સાથે ઝઘડો થશે. જ્યાં કુતરીને રોટલીઓ આપી હતી ત્યાંથી કેટલાક કંકર-પથ્થર ઉપાડીને થેલીમાં મૂકી લીધા. રોટલી સાથે સંકળાયેલા હતા. મનમાં થયું કે પત્ની પુછસે તો આ કંકર દેખાડીસ અને પ્રસંગ ની પુરતી કરીશ.
ઘરે પહોંચતાં સુધાબહેને પૂછ્યું, “પુણ્ય વેચીને કેટલા પૈસા મળ્યા?” ધનપતિએ થેલી બતાવી અને કહ્યું, “રાતે ભોજન પછી ખોલીશું.” તેઓ ગામમાં ઉધાર માગવા ગયા. સુધાબહેનને થેલી જોઈને ધીરજ ન રહી. પતિ જતાં જ તેમણે થેલી ખોલી. તેમની આંખો ફાટી રહી ગઈ – થેલી હીરા-મોતીથી ભરેલી હતી!
ધનપતિ પાછા આવ્યા ત્યારે સુધાબહેને પૂછ્યું, “પુણ્યનો આવો અમૂલ્ય મોલ કોણે આપ્યો? આ રત્નો ક્યાંથી?” ધનપતિને શંકા થઈ કે પત્નીને બધું ખબર છે કે નહીં, પણ તેમના ચહેરાની ચમક જોઈને તેમને સમજાયું કે નથી. તેમણે થેલી ખોલીને જોઈ તો અમૂલ્ય રત્નો ઝળહળી રહ્યાં હતાં.
પછી તેમણે સુધાબહેનને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. સુધાબહેનને પસ્તાવો થયો કે તેમણે પતિને વિપત્તિમાં પુણ્ય વેચવા માટે મજબૂર કર્યા. બંનેએ નિર્ણય કર્યો કે આ રત્નોમાંથી થોડા વેચીને વેપાર શરૂ કરીશું અને વેપારની આવકને પણ જનકલ્યાણમાં વાપરીશું.
पुण्यं प्राप्तं नित्यमेवास्ति लोके,
किन्तु दानं तस्य सुखप्राप्तिहेतु: ।
“દુનિયામાં પુણ્યની તો કમી નથી, તે તો ઘણી રીતે મળતું રહે છે. પરંતુ જ્યાં સુધી તે પુણ્યને દાનના રૂપમાં અન્યને આપવામાં ન આવે, ત્યાં સુધી તે સાચું આનંદ અને સુખ આપી શકતું નથી.”
“दया धर्मस्य जन्मभूमिः”
“કરુણા કરે તેને કરુણા પાછી વળે.”
રોટલીની ગરમાહટે જીવ બચાવ્યા અનાથ,
કંકરમાં રત્નો બની ગયા ઈશ્વરના હાથ।
વિપત્તિમાં પણ દયા ન છોડે તે જ વીર,
પુણ્યના મોલમાં મળે અમર અજર અમૂલ્ય પીર।
ઈશ્વર પરીક્ષા લે છે – તે તમારા ગુણની જ પરીક્ષા લે છે જેના પર તમને ગર્વ હોય. જો તમે ઉત્તીર્ણ થાઓ તો તે ગુણ તમારામાં સદા માટે વરદાન બની જાય છે. વિપત્તિકાળમાં પણ ભગવાન પર ભરોસો રાખીને સાચો માર્ગ અપનાવવો જોઈએ. કદાચ તમારા માટે પણ કંકર-પથ્થર અનમોલ રત્નો બની જાય!
દયા અને નિ:સ્વાર્થ પુણ્ય જ સાચી સંપત્તિ છે.
ધનપતિ ને પુણ્ય નો તાળો મળી ગયો. તેને મળેલી ગરીબી અને ભગવાનની પરીક્ષા નો. પરીક્ષા માણસ ને સમજ આવે તે માટે છે.
કુપાત્ર માટે
कुपात्रदानात् च भवेत् दरिद्रो दारिद्र्यदोषेण करोति पापम् ।
पापप्रभावात् नरकं प्रयाति पुनर्दरिद्रः पुनरेव पापी ॥
“કુપાત્રને દાન આપવાથી વ્યક્તિ ગરીબ (દરિદ્ર) બને છે, દારિદ્ર્યના દોષથી તે પાપ કરે છે, પાપના પ્રભાવથી તે નરકમાં જાય છે, ફરી ગરીબ બને છે અને ફરી પાપી બને છે.”
સુપાત્ર માટે
सुपात्रदानात् च भवेत् धनाढ्यो धनप्रभावेण करोति पुण्यम् ।
पुण्यप्रभावात् सुरलोकवासी पुनर्धनाढ्यः पुनरेव भोगी ॥
“સુપાત્રને દાન આપવાથી વ્યક્તિ ધનવાન બને છે, ધનના પ્રભાવથી તે પુણ્ય કરે છે, પુણ્યના પ્રભાવથી તે સ્વર્ગમાં વાસ કરે છે, ફરી ધનવાન બને છે અને ફરી સુખ ભોગવે છે.”
