અધૂરી સચ્ચાઈ
અધૂરી સચ્ચાઈ
અધૂરી સચ્ચાઈ
સમુદ્રના અગાધ ખોળામાં, જ્યાં આકાશ અને પાણી વચ્ચે એક અદૃશ્ય સીમા રેખા ખેંચાઈ હોય, ત્યાં એક વિશાળ જહાજ ‘સાગરવિહાર’ તોફાનના આક્રોશમાં ફસાઈ ગયું હતું. આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું હતું. મોજાંઓ ગર્જના કરતાં હતાં, જાણે વરુણદેવના ક્રોધના તોફાનથી સમુદ્ર ઉછળી રહ્યો હોય. જહાજ ડૂબવા લાગ્યું ત્યારે ત્યાં જહાજ પર દોડધામ મચી ગઈ. લોકો ચીસો પાડતા હતા, એકબીજાને ધક્કા મારતા હતા અને જીવિત રહેવાની એકમાત્ર તક માટે ભીખ માગતા હતા. પરંતુ લાઇફબોટ્સ અપૂરતી હતી. એકમાત્ર એક લાઇફબોટમાં માત્ર એક જ સીટ ખાલી બચી હતી.
ત્યાં, વર્ષોથી કાંધે કાંધા મિલાવીને ઊભેલા દેવેન્દ્ર અને વંદના. તેમની આંખોમાં ભયના પડછાયા હતા, છતાં પ્રેમની અમીટ જ્યોત હતી. દેવેન્દ્રના હાથમાં વંદનાનો હાથ હતો. તેમની એકમાત્ર પુત્રી પ્રીતિ ઘરે, દાદીના આશરે રાહ જોઈ રહી હતી. અને ત્યાં જ, કોઈની કલ્પના બહારની ઘટના બની ગઈ. દેવેન્દ્ર અચાનક આગળ વધ્યા અને લાઇફબોટમાં કૂદી પડ્યા. વંદનાને ડેક પર જ પાછળ છોડી દીધી.
ચારે તરફ સન્નાટો છવાઈ ગયો. લોકો અવિશ્વાસથી તેને જોઈ રહ્યા હતા. કોઈના મોંમાંથી શબ્દ નીકળે તે પહેલાં વંદના, ડૂબતા જહાજ પર ઊભી રહીને, આંખોમાં આંસુ અને હૃદયમાં અપાર તાકાત ભેગી કરીને એક જ વાક્ય પાડી ગઈ:
“અમારી પ્રીતિનું ખ્યાલ રાખજો!”
ક્ષણભરમાં જહાજ પાણીના ગર્ભમાં સમાઈ ગયું. વંદના સાથે સમુદ્રે તેને ગળી લીધી. જહાજ માં બચેલા લોકોએ આ દ્રશ્ય જોયું. તેમને દેવેન્દ્ર સ્વાર્થી લાગ્યો. આ વાત આખા સહેરમાં પ્રસરી ગઈ.
यथा मृगतृष्णायां जलं दृष्ट्वा धावति मृगः।
तथा भ्रमेण लोकोऽयं असत्यं सत्यं मन्यते॥
જેમ મૃગતૃષ્ણામાં (રણમાં દેખાતા મૃગજળમાં) પાણી જોઈને હરણ દોડી જાય છે, તેમ આ લોક (મનુષ્યો) ભ્રમ (ભૂલ, મિથ્યા ભ્રાંતિ) થી અસત્યને જ સત્ય માની લે છે.
વર્ષોથી આ વાર્તા એક સ્વાર્થી પતિની વાર્તા તરીકે કહેવાતી રહી – જેણે પત્નીની જાનની કિંમતે પોતાને બચાવ્યો. લોકો તેને ધિક્કારતા, તેના નામે અપશબ્દો વાપરતા. પરંતુ સચ્ચાઈ તો ઘણી વાર અંધારામાં છુપાઈ રહે છે.
દેવેન્દ્રના અવસાન પછી, તેમની પુત્રી પ્રીતિને તેમની જૂની ડાયરી મળી. પીળાં પાનાંઓ પર લખેલા અક્ષરોમાં જાણે જીવનની અધૂરી કવિતા છુપાઈ હતી. તેણે જે વાંચ્યું તેનાથી તેની આખી દુનિયા હલી ગઈ.
ડાયરીમાં લખ્યું હતું કે વંદના તે વખતે જીવલેણ કેન્સરની સાથે લડી રહી હતી. ડોક્ટરોએ કહ્યું હતું કે તેના માટે સમય ઘણો ઓછો છે. જહાજ પર જતાં પહેલાં બંનેએ આ વાત જાણી લીધી હતી. વંદનાએ જ દેવેન્દ્રને વિનવ્યા હતા – “તું જીવી રહેજે. મારા માટે નહીં, પ્રીતિ માટે. તે અકેલી ન રહી જાય.” તેમણે કહ્યું હતું, “મારું જીવન તો હવે પૂરું થવા આવ્યું છે, પણ તારું અને પ્રીતિનું જીવન પૂરું કરજે.”
દેવેન્દ્ર લાઇફબોટમાં તેથી નહોતા કૂદ્યા કે તેઓ વંદનાથી વધુ મૃત્યુથી ડરતા હતા. તેઓ જીવ્યા હતા કારણ કે તેમણે વંદનાની અંતિમ ઇચ્છા પૂરી કરવાની હતી. તેમણે પોતાનું આખું જીવન દીકરી પ્રીતિની ઉછેર માં સમર્પિત કરી દીધું – તેના અભ્યાસમાં, તેના સપનાઓમાં, તેના દુઃખમાં અને આનંદમાં.
જે ક્ષણે દેવેન્દ્રે લાઇફબોટમાં કૂદ્યા ત્યારે સમુદ્ર પણ રડી ઉઠ્યું હતું, પરંતુ હૃદયમાં એક અલગ જ સંગીત વાગી રહ્યું હતું.
जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि॥ શ્રીમદ ભગવદ ગીતા
જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મર્યા છે તેનો જન્મ પણ નિશ્ચિત છે. તેથી જે અનિવાર્ય છે તેના માટે તું શોક કરવા યોગ્ય નથી.
આ શ્લોક જાણે વંદનાના હૃદયમાંથી નીકળ્યો હોય. તેમણે મૃત્યુને ગળે લગાવી લીધું હતું, પરંતુ પતિને જીવનની ભેટ આપી હતી.
“બહારના દેખાવ પરથી અંદરની વાત ન સમજાય.”
વર્ષો પછી પ્રીતિએ ડાયરી વાંચીને આંસુઓની નદી વહાવી દીધી. તે સમજી ગઈ કે તેના પિતા કોઈ સ્વાર્થી નહોતા, પરંતુ એક મહાન આત્મા હતા જેમણે પ્રેમના નામે સૌથી મોટો બલિદાન આપ્યો હતો.
જીવન એક તોફાન છે, મોજાં ઊછળે છે ઘણાં,
સત્ય છુપાયેલું છે, આંખોથી ના દેખાય.
એક ક્ષણના કૃત્યથી ચરિત્ર ના આંકો કોઈનું,
હૃદયની વેદના સમજી લો, તો જ અધૂરી સચ્ચાઈ પૂરી થાય.
માનવીને એક પળ, એક કાર્ય કે એક છબી પરથી આંકવું એ મૂર્ખતા છે. સાચાઈ હંમેશા ઘણી ઊંડી હોય છે. કેટલીક વાર લોકો અત્યંત કઠિન નિર્ણયો લે છે, જેના પાછળના ભાવનાત્મક કારણો આપણને ખબર નથી હોતી. તેથી બીજા વિશે અભિપ્રાય આપતાં પહેલાં વિચારીએ, સમજીએ અને પૂરી સાચાઈ જાણીએ.
