રેગિસ્તાનમાં પાણી
રેગિસ્તાનમાં પાણી


એક સમયની વાત છે. ભારતના રાજસ્થાના રાજ્યમાં બીકાનેર નમણું એક નાનકડું ગામ છે. આ ગામમાં અનેક લોકો રહેતા હતાં. આમ તો રાજસ્થાનનો કેટલોક ભાગ રણ વિસ્તાર છે. અહીં વરસાદ પણ ઓછો પડે છે. એટલે બારેમાસ પાણીની અછત રહે છે.આવા વિસ્તારમાં આ ગામ આવેલું હતું.
આ ગામમાં બે ભાઈઓ રહેતા હતાં જેમનું નામ વિજય અને અજય હતું. આ બંને ભાઈઓ શિલ્પકાર હતાં. પથ્થર કોતરીને સરસ મજાની મૂર્તિઓ બનાવતા હતાં. તેમની મૂર્તિઓ ખુબ જ સુંદર એ કારીગરી વાલીતી. એટલે તેમની મૂર્તિઓ ખરીદવા માટે આખા રાજ્સ્થાનમાંથી દૂર દૂરથી લોકો આવતા હતાં..
એકવાર આ બિકાનેરમાં ઉદયપુર શહેરમાંથી એક વેપારી મૂર્તિઓ ખરીદવા આવ્યો. બંને ભાઈઓએ બનાવેલ જોઈ. આ જોઈને તે ખુશ થઈ ગાયો. તે મૂર્તિઓ લીધી અને કહ્યું, ‘તમે આવી સુંદર મૂર્તિઓ બનાવો છો. જો તમે આવી સુંદર મૂર્તિઓ લઈને ઉદયપુર શહેરમાં આવો તો તમને ખુબ પૈસા મળે આવી મૂર્તિઓ માટે.’
પેલા ઉદયપુરથી આવેલા વેપારીની વાત સાંભળીને બંને ભાઈઓએ મૂર્તિઓ લઈને ઉદયપુર વેચવા જવાનું નક્કી કર્યું. બળદગાડું તૈયાર કર્યું. મૂર્તિઓ ભરી અને નીકળી પડ્યા ઉદયપુર જવા માટે. હવે બિકાનેરથી ઉદયપુર જતાં રસ્તામાં રણ આવતું હતું. રણ એટલે માત્ર રેતી જ રેતી લીલુંઝાડ કે પાણી પણ ક્યાય જોવા ના મળે.
બંને ભાઈઓ લાંબા સમયથી આ રણમાં મુસાફરી કરી રહ્યા હતાં. હવે તેમને ખુબ જ તરસ લાગી હતી. બળદને પણ તરસ લાગી હતી. એટલે એમણે વિસામો કરીને પાણી શોધવાનું નક્કી કર્યું. પણ કોઈ જગ્યાએ પાણી મળ્યું જ નહિ. આમ બંને ભાઈઓ પાણી માટે ભટકવા લાગ્યા. કેટલાંક વૃક્ષો અને છોડ ઉગેલા જોયા. આવા રણમાં પાણી વગર આવા વૃક્ષો થાય નહિ. એટલે બંને ભાઈઓ ત્યાં પહોંચી ગયા. પણ કોઈ તળાવ કે નદી કશું જ નહતું. એક ભાઈએ બીજા ભાઈને કહ્યું કે વૃક્ષો જમીનમાંથી પાણી ખેચતા હશે. એટલે પાણી કાઢવાનું નક્કી કર્યું. ખૂબ મહેનત અને ઊંડે સુધી ખોદયા બાદ પાણી સેર ફૂટી. અને થોડુંક વધારે ખોદતા વધુ પાણી આવ્યું. પોતાના વાસણમાં ભરી લીધું. પેટ ભરીને પી લીધું અને બળદને પણ પીવડાવી લીધું.
આમ હિંમત અને લગનથી સખત મહેનત કરવાથી મુશ્કેલ કામ પણ આસન બાને છે.