રાજાના કૂતરાં
રાજાના કૂતરાં


એક રાજા હતો. તે ખૂબ પ્રામાણિક હતો. તેનું વિશાળ નગર હતું. તે ભાદર નદીને કિનારે વસેલું હતું. ત્યાંની પ્રજા ખૂબ સુખી અને સમૃદ્ધ હતી. તે નગરની એક બાજુ વિશાળ જંગલ હતું. તે નગરમાં આવવા જવાના દસ રસ્તા હતા અને તેના મોટા દરવાજા હતા. તેવી જ રીતે રાજા એ દસ કુતરા પાળેલા.
રાજ્યની દેખરેખના માર્ગ પર તે કુતરા એવી કડક દેખરેખ રાખે કોઈ અજાણ્યું અંદર આવી જ ન શકે. એટલે ક્યારેય ચોરી થતી નહીં. દરેકને એ કુતરાનો ડર હતો. કુતરા રાજાની દરેક આજ્ઞાનું પાલન કરતા. રાજાને પોતાના કુતરા પર ગર્વ હતો. એકવાર રાજાને પરદેશ જવાનું થયું. દરેક કુતરા પોતાની ફરજ નિભવતા હતા. ત્યાં ત્રીજા નમ્બરના રસ્તેથી એક વાઘ ઘૂસી આવ્યો પણ કુતરા એ બીજા કુતરાને બોલાવી સૌએ તેને ભગાડી દીધો.
વાઘ ખાલી હાથે જંગલમાં પાછો ફર્યો એટલે લોકો તેની પર હસવા લાગ્યા. અને તે પોતાનું અપમાન સહી ન શક્યો. તેથી તે બદલો લેવા ફરી ગયો. અને તે કુતરાને મારી નાખ્યો. રાજા પાછા આવ્યા ત્યારે ખબર પડતા ખૂબ દુઃખ થયું. અને વાઘને મારી નાખવા સિપાહી મોકલ્યા. સિપાહી વાઘ લાઇ આવ્યા ત્યારે મંત્રીએ કહ્યું કે એ વાઘને મારીને પોતાના કુતરા ને જીવતો નહીં કરી શકે. કે ના તો વાઘને કુતરાની જગ્યાએ ચોકી પહેરો કરાવી શકે. એટલે કોઈ ધનવાનને પોતાનો કૂતરો વેચવાનો હતો તેની પાસેથી કૂતરો લાવી ઉછેર કરીએ. અને બીજા કુતરા પાસેથી તાલીમ લઈને એ કુતરા જેવો જ બીજો કૂતરો ત્યાં મુકવાનું કહ્યું. અને એમ કરવાથી તે કૂતરો મોટો થાય પછી સૌનો લાડકો કૂતરો થઈ ગયો.