પતંગ
પતંગ


સાંજ ના પ: ૦૦ વાગ્યા હતા. સરકારી ટેબલ પરના બધા કર્મચારી ભાઈ-બહેનો કલાકમાં ઘરે જવાનું છે તેમ વિચારી સરકારી કામ ઝડપથી પૂર્ણ કરવા લાગી ગયા કારણ કે કાલે ઉત્તરાયણ હોવાથી બધાંને ખરીદી કરવા જવું હતું.
સંગીતા: રચના કાલે ઉત્તરાયણમાં મારા ઘરે આવજે.
રચના: હા.એક દિવસની રજામાં વતનમાં કેમ જઈને પાછું આવું.
સંગીતા: હું તારી રાહ જોઈશ.
રચના: કાલે મળીને ખુબ મજા કરશું.
એટલા માંજ કર્મચારીની બદલીઓના
સમાચાર આવ્યા. કોઈની બદલી માંગણીથી કરવામાં આવી તો કોઈની વહીવટી પરંતુ એક વ્યક્તિ એવું હતું જે પોતાની બદલીનું સાંભળતા જ ખુબજ ખુશ થઈ ગઈ.
સંગીતા: ખુબ ખુબ અભિનંદન રચના તારી બદલી તારા વતનમાંજ થઈ ગઈ હવે તારે મમ્મીના હાથનું જમવાનું મળશે.
રચના: હા સંગીતા. કાલે મળીયે.
રચના: વાહ! ગરમા ગરમ ઉંધીયુ.
સંગીતા: હા ઉત્તરાયણમાં તો ઉંધીયુ જ ખવાય ને.
રચના: મારા મોઢામાં તો પાણી આવી રહયું છે.
(થોડીવાર પછી સંગીતાની સાસુએ(ગીતાબેન) સંગીતા ને કહયું)
વહુ બેટા ઉંધીયુ બની ગયું?
સંગીતા: હા
ગીતાબેન: સારું
ગીતાબેન: સંગીતા બેટા ઉંધીયુ બની જાય પછી આવજો મારા પાસે.
સંગીતા: હા મમ્મી.
(સંગીતા ને ખાનગીમાં કહેતા)
ગીતાબેન: સંગીતા આપણાં ઘરનો નિયમ ખ્યાલ છેને તને પહેલા પુરુષ જમશે પછીજ આપણે.
રચના: તારા મમ્મીજી તો બહુ સારા છે.
સંગીતા: હા,ચલ ધાબા પર જઈએ?
રંગબેરંગી પતંગોથી આકાશ આજે એવું લાગી રહ્યું હતું જાણે "અવિરત ઈચ્છાઓના રંગો આભ ને આંબવા નિરંતર પ્રયાસ કરી રહ્યા હોય".
રચના: શું થયું સંગીતા?
સંગીતા: કંઈ નથી થયું.
રચના: તો કેમ પતંગો ને એકીટશે જોયા કરે છે ઉદાસ મને?
સંગીતા: જોઈ રહી છું કે સ્વતંત્ર દેખાઈ રહેલ આ પતંગો શું ખરેખર સ્વતંત્ર છે?
રચના: કેમ આવું વિચારે છે.
(સંગીતા ના પતિ વિવેક આવે છે )
ગીતાબેન: તારી મહારાણી ધાબાં પર છે.
વિવેક: ચલ એ સંગીતા કાલે તારો પગાર થયો ATM કાર્ડ આપ. તારે પગારનું શું કામ? લાવ જોઈ.
સંગીતા: હા.