પતિ ધર્મ
પતિ ધર્મ


'ધારા....,ધારા.. ક્યાં છે ધારા ?'
'શું છે..., ઘરમાં તો આવો પહેલા. બહારથી જ શું મારા નામની બુમો પાડો છો.'
'પણ તું ક્યાં હતી ? તને ખબર છે ને મને તને જોયા વગર ચેન નહીં પડતું.' આકાશે જરા મસ્તીના અંદાજમાં કહ્યું.
'જાવ, જાવ હવે છાનામાના ફ્રેશ થઈ જાઓ પછી જમી લઈએ. હજી તો મારે બધું પેકીંગ કરવાનું પણ બાકી છે.'
'તું ચિંતા ના કર. એ હું કરી લઈશ. તું ધ્યાન રાખ, તારી તબિયતનું.'
'શું વાત છે , આજે તો કંઈ વધારે જ પ્રેમ ઉભરાયો છે ને ? હવે આપણે બે માંથી ત્રણ થવાના છીએ એની અસર લાગે છે. આટલું કહેતા કહેતાં તો ધારા શરમાઈ ગઈ.
ધારા અને આકાશને આ ત્રીજું વર્ષ હતુ લગ્નનું. આમ તો તેમના મિત્ર વર્તુળમાં આ એક બેસ્ટ કપલ હતું. તેમના લગ્નના આટલા વર્ષોમાં તેમના ઘરના બે વાસણ પણ ક્યારેય ખખડ્યા ન હતા જેનું એક કારણ એ પણ હતું કે, બંનેની પસંદ વચ્ચે આસમાન-જમીનનો તફાવત હતો તેમના નામની જેમ. છતાં તેઓ એકબીજાના વિચારને સાંભળતા, સમજતાં અને માન આપતા. એથી વધારે શું જોઇએ કોઈ જોડેના સંબંધને મજબુત બનાવવામાં.
ફટાફટ જમી પરવારી આકાશ વાસણ ઉટકવા લાગ્યો ને ધારા પેકીંગમાં લાગી ગઈ. તેમને અઠવાડિયાં માટે બહાર જવાના હતા. હાં બહાર.. કારણકે બંને એ સાથે મળીને નક્કી કર્યું હતું કે, નક્કી કર્યા વગર જ નીકળી જવું છે.
બીજા દિવસે,
'ધારા, ઉઠ...જલ્દી. આપણે છ વાગ્યે નીકળી જવાનું હતું ને. જલ્દી ઉભી થઈ જા.'
'સુવા દે ને , આકાશ.'
'ના, નથી સુવા દેવી. ઉભી થઈ જા, હું ચા બનાઈ દઉં છું.'
ધારા ફટાફટ તૈયાર થઈ ગઈ. બંને કારમાં બેસી ફરવા જવા તૈયાર થઈ ગયા. 'આકાશ આપણે પહેલા ક્યાં જઈશું ?' ધારાએ કારમાં બેસતાં જ પહેલો સવાલ કર્યો.
'એ હું તને નહીં કહું, પહેલાં તું આંખ ઉપર પટ્ટી બાંધી લે. તારી માટે એક સરપ્રાઇઝ છે.'
ધારાએ તરત જ આંખ ઉપર પટ્ટી બાંધી દીધી, કારણકે જ્યારે આકાશ તેને આવું કરવાનું કહેતો ત્યારે તેની માટે કઈક ખાસ જ સરપ્રાઇઝ હતી. રસ્તામાં આકાશ ગાડી ચલાવતો ગ્યો અને ગીતો સાંભળતો ગ્યો પણ તેણે એક પણ વાત પેલી સરપ્રાઇઝ વિશે ના કરી કે ના ધારાએ એને કઈ પૂછ્યું. થોડીવાર પછી એક મોટા બંગલા સામે કાર ઉભી થઈ ગઈ. આકાશે ધારાની પટ્ટી ખોલી નાંખી. એ બેઘડી માટે તો શૂન્ય-મસ્તક થઈ ગઈ. કારણકે આજે આકાશ એને એની સાસરીમાં લઈ આવ્યો હતો. આકાશ અને ધારાના પ્રેમલગન હતા જેનો વિરોધ આકાશના મમ્મીને હતો આથી આકાશ લગ્ન પછી અલગ રહેવા જતો રહ્યો હતો.
'આકાશ તું મને અહી કેમ લાયો છે ? તને ખબર છે ને મમ્મીને મને જોઈ દુખ થાય છે.'
'તું ચાલ, અંદર. મમ્મીને એવું કંઈ નહીં થાય.'
ધારા આકાશ સાથે ગઈ. તો તેના આશ્ચર્ય વચ્ચે આકાશના મમ્મી તેમનાં હાથમાં પૂજાની થાળી લઇને ઊભા હતા.
'બેટા, મને માફ કરી દે. જે કામ મારે તારા ગ્રુહપ્રવેશ દરમ્યાન કરવાનુ હતું એ હું આજે કરું છું.' આટલું બોલતાં બોલતાં તો હેમાબેન રડી પડ્યા. ધારા પણ તેમને વળગીને રડવા લાગી.
થોડીકવારમાં સાસુ વહુએ સરસ રસોઇ તૈયાર કરી દીધી અને બધા સાથે મળીને જમ્યા. જમ્યા પછી આકાશે મુદ્દાની વાત કરી.
'જો ધારા, આજે હું તને મારા નામે કેટલી મિલકત છે, કોની જોડે કેટલાં પૈસા લેવાના બાકી છે અને કોની જોડે કેટલુ ઉધાર છે એ કહેવા માંગુ છું અને કાલ ઊઠીને કદાચ, મને કંઈ થઈ જાય તો તારા ભાગે કેટલી મિલ્કત આવશે એની વાત કરવા માંગુ છું.'
'આકાશ, આ શું બોલો છો ? અને શું થવાનું છે તમને. મારે કંઈ નથી જોઈતી મિલ્કત એટલે મારે કંઈ નથી સાંભળવું. મમ્મી તમે તો કંઈ સમજાવો આમને.'
'એ સાચું કે છે, બેટા. દરેક પત્નીએ એનો પતિ કેટલું કમાય છે , તેના બેંક અકાઉન્ટ માં કેટલા પૈસા છે તેની માહિતી રાખવી જરૂરી છે. ન કરે નારાયણ ને કંઈ થાય તો તે પત્નીની હાલત બાપડી બિચારી ન બની રહે એ જરૂરી છે અને આ હું એટલા માટે કહું છું કેમકે મેં આ પરિસ્થિતિ જીવી છે. તારા સસરાના મૃત્યુ પછી મને એમના બિજનેસ વિશે કે પૈસા વિશે કંઈ જ માહિતી નથી જેનો ફાયદો જે તે સમયે ઘણાં લોકોએ લીધો હતો. તારી સાથે આવું ન થાય એ જોવાની જવાબદારી મારી છે.'
'ઓકે, તમે લોકો આટલુ જ કહો છો તો કહો ફટાફટ. હું સાંભળું છું બસ.'
આખરે બીજા દિવસે ધારા લોકો ફરવા નીકળ્યા.
'આપણે પહેલા શિરડી જઇશું. ધારાએ આદેશ કરતી હોય એમ કહ્યું. જી હુકમ મેરે આકા, કહીને આકાશે ગાડી શિરડી તરફ વાળી. ત્યાંથી દર્શન કરી એ લોકો એક રાત ત્યાં જ રોકાયા. બીજા દિવસે વહેલી સવારે તેઓ મહાબળેશ્વર જવા નીકળી પડ્યા.
આજે બને જણ સવારથી જ કંઈક અલગ મૂડમાં હતા. બંને આજે પહેલીવાર ફરવા નીકળ્યા હોય એમ વર્તતા હતા. ધારાએ ગાડી ચલાવવાં લઈ લીધી હતી બને ગીતો ગાતાં ગાતાં મસ્તી કરતાં હતાં. ત્યાં એકદમ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો. પવન જોરશોરથી ફૂંકાવા લાગ્યો.
આકાશે એક હોટલમાં રૂમ રાખ્યો અને બંને રાત ત્યાં જ રોકાયા. પણ કમનસીબે તોફાન બંધ થવાનું નામ નહોતું લેતું. શહેરનું વાતાવરણ ગમગીન બન્યું હતું. રસ્તા વચ્ચે વચ્ચ વૃક્ષો પડી ગ્યાં હતાં. કેટલીય ઈમારતો ધરાશાયી હતી. તે આખી રાત આકાશ જાગ્યો અને ધારાને તેને સુવડાંવી દીધી હતી. વહેલી સવારે ધારા આકાશને સૂવાનું કહીને નીચે હોટલના મેનેજર જોડે વાત કરવાં નીચે ગઈ. એ જેવી નીચે ઉતરી કે રસ્તાની સામેની બાજુ એક બાળક ખૂબ જ રડતું હતું એ જોઈ એ બાળક કેમ રડે છે એ જોવા ગઈ એટલી વારમાં જ એ કંઈ સમજે તે પહેલા હોટલ પવનના જોરથી ધરાશાયી થઈ ગઈ. તેણે તેની નજર ની સામે કુદરત સામે માણસની કરામતને પરાસ્ત થતાં જોઈ. એ થોડીકવાર માટે તો બેભાન થઈ ગઈ.
જેવી તે ભાનમાં આવી ત્યારે તે એક હોસ્પિટલના બિછાનમા હતી. તેને આકાશ યાદ આવ્યો. પોતે કઈ હાલતમાં બહાર નીકળી હતી એ યાદ આવ્યું. સામે આકાશના મમ્મી ઊભા હતા. એમને જોઈને ધારાને ખ્યાલ આવી ગયો કે, આ તોફાન ખાલી શહેરમાં જ નહીં પણ તેના જીવનમાં પણ આવ્યું હતું. ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. એણે ફરવા જતા પહેલાંના આકાશના શબ્દો યાદ આવ્યા, અને તેને આકાશ જાણે કોઈ અગમચેતી ના કરતો હોય તેમ લાગ્યો.
તેને જીવન જીવવું દુષ્કર લાગ્યું પણ તેણે આકાશના વંશ માટે જીવવુ પડે તેમ લાગ્યું. આકાશ ભલે, અત્યારે આ દુનિયામાં નથી પરંતુ પોતાની પતિ અને પિતા હોવાનો ધર્મ તેને પોતાની પત્નીને તેના ગયા પછી એ લોકોને કશી અગવડ ન પડે તે માટે તેના નામની મિલકતની બધી જ માહિતી આપીને નિભાવ્યો હતો.
"દરેક પત્નીને તેનો પતિ કયાંથી પૈસા લાવે છે, તેની પાસે કેટલાં પૈસા છે તે જાણવાનો હક છે અને આ જણાવવાની તેના પતિની ફરજ છે."