પર્વત
પર્વત
બિહારનાં ગયા જિલ્લાના ગહલોર ગામમાં એક બાળકનો જન્મ થયો, ગહલર ચાબાજુ પર્વતમાળાથી ઘેરાયેલું સુંદર ગામ. ગામના બાળકોને ભણવા જવું હોય તો પણ ૧૦ કિમી ચાલીને જવું પડે. આ ગામમાં એક બાળક રહે. તેણે આજ કારણસર ટાળીને ગણવાનું છોડ્યું.
આપણે જે બાળકની વાત કરીએ છીએ તેના માતા-પિતા સાવ ગરીબ અને જમીન વગરના હોવાથી માં બાળકે તેમને મદદ કરવાનું વિચાર, તે ધનબાદની કોલસાની ખાણમાં મજૂરીકામ કરીને પોતાના પરિવારને મદદ કરવા લાગ્યો. થોડા દિવસો બાદ તેના માબાપને એવું લાગ્યું કે હવે આ છોકરો જવાબદાર છે. મા બાપે લગ્ન નક્કી કર્યુ. ફાલ્ગુનીદેવી નામની યુવતી સાથે તેના લગ્ન થયા. ફાલ્ગુનીદેવી રોજ તેના માટે ભાથુ લઈને જાય, રોજ પર્વત ઓળંગીને છેક પેલે પાર જવું પડે પણ આ ગામના બધાં માણસો માટે એ રોજની બાબત હતી માટે બધા ટેવાઈ ગયેલાં.
એક દિવસ એક ગબડી, પથ્થર ફાલ્ગુની પર પડતા તેઓ પડ્યા તેમને ગંભીર ઈજા થઈ. તેમની પતિ તેમને છાને છે દૂર આવેલા દવાખાને પહોંચ્યો તો ખરો. પણ ફાલ્ગુનીદેવી તો રસ્તામાં જ મરણ પામ્યા બધા ક્રિયા કરીને ઘરે પાછા ફર્યા તો પતિ ગુમસુમ થઈ ગયો. બધાને એવું લાગ્યું કે તે ગાંડો થઈ જતો, પણ હકીકતમાં તે પોતાના ગામને દુનિયા સાથે જોડવાનો નિશ્ચય કરી રહ્યો હતો.
એક હાથમાં હથોડો અને હ્રદયમાં મહત્વકાંક્ષા લઈને તે અદ્ભુત કાર્ય કરવા નીકળી પડ્યો ! તેણે તો એકલા હાથે પર્વત તોડવાનું કામ શરૂ કરી દીધું શરૂઆતમાં લોકેએ તેને વહુઘેલો અને ગાંડો કહીને ચીડવવાનું શરૂ કર્યું. પણ પછી આ યુવાનની નિષ્ઠા જોઈ ઘણાં લોકો તેને ખાવાનું અને ઓજાર આપી જતાં હતાં. ર૨ વર્ષ સુધી યુવાને એકલપંડે આ કામ કર્યું. ઈસ ૧૯૬૭માં શરૂ કરેલું તેનું આ સપનુ ઈસ ૧૯૮૩માં ૩૬૦ ફીટ લાંબા અને ૨૫ ફીટ ૫હોળા રસ્તા સાથે પૂર્ણ થયું. તેના આ કાર્યથી ગયા જિલ્લાના મંત્રી અને વઝીરગંજ વચ્ચેનું અંતર ૫૫ કિમી ઘટીને ૧૫ કિમી થઈ ગયું. બધા આ યુવાનને "પર્વત માણસ " કહીને બોલાવવા લાગ્યા. ઈ.સ. ૨૦૦૬માં બિહારમાં સરકારે તેનું નામ પદ્મશ્રી માટે પણ મોકલ્યું. જેના જીવન પરથી એક ફિલ્મ પણ બની એટલું જ નહીં પોતાના ગામને સ્વચ્છ પાણી, સારું શિક્ષણ અને એક હોસ્પિટલ મળે તે માટે તેણે પદયાત્રા પણ કરી.
પોતાનું દુઃખ ભૂલીને પોતાના ગામને દુનિયા સાથે સંપર્કમાં લાવનાર એ માણસનું નામ હતું દશરથ માંઝી. આજે તેના ગામના લોકો તેને ભગવાનની જેમ યાદ કરે છે, જે લોકો એ કપાયેલ રસ્તા પર નીકળે છે તે બધા જ એટલું જ વિચારે છે કે માણસ ધારે તો આ દુનિયામાં કઈ અશક્ય નથી.
