STORYMIRROR

પરીની ભેટ

પરીની ભેટ

3 mins
23.8K


એક શહેર હતું. તે શહેરમાં એક શુભમ નામનો છોકરો રહેતો હતો. શુભમ ખુબ જ સંસ્કારી અને મહેનતુ છોકરો હતો. તે હમેશા બધાને મદદ કરતો હતો. જે માણસને જે કંઈ જરૂરિયાત હોય તો શુભમ હમેશા પોતાનાથી બનતી મદદ કરતો હતો. એટલે લોકો તેને ખુબ પસંદ કરતાં હતા. તે હમેશા શાળાએ જતી વખતે રસ્તામાં આવતા ગરીબ બાળકોને પોતાના ટીફીનમાંથી ખાવાનું આપતો. પણ તેનું ટીફીન નાનું હતું. તેમાં કેટલું ખાવાનું સમાય ? તેને ઘણીવાર એવો વિચાર આવતો કે હું બધા ભુખ્યા બાળકોને પેટ ભરીને જમાડી શકું તો કેટલું સારું ? પણ એની પાસે બીજો કોઈ ઉપાય ન હતો.

એકવાર રવિવારના દિવસે શુભમ ઘરની નજીકના એક બગીચામાં રમવા ગયો. ત્યાં એક નાની છોકરી બગીચાના હીંચકામાં ફસાઈ ગઈ હતી. અને બહાર નીકળી શકતી નહતી. તે બચાવો બચાવોની બુમ પડતી હતી. પણ બગીચામાં બીજું કોઈ હતું જ નહિ. તેને કોણ બચાવે ? એટલામાં શુભમ ત્યાં આવ્યો તેણે આ નાની છોકરીને ફસાયેલી જોઈ. તેને આજુબાજુ નજર દોડાવી પણ તે નાની છોકરીની સાથે બીજું કોઈ મોટું વડીલ હતું જ નહિ. તેને નવાઈ લાગી. આટલી નાની છોકરી બગીચામાં કોની સાથે આવી હશે ? તેને દોડતા જઈને તે છોકરીને હિંચકા પરથી નીચે ઉતારી. અને પૂછ્યું, ‘તું કોની સાથે બગીચામાં આવી છે ?’ ત્યારે તે છોકરીએ કહ્યું, ‘કોઈની સાથે નહિ, હું તો એકલી જ આવી છે.’ ત્યારે શુભમે તેને કહ્યું, ‘મમ્મી પપ્પા વગર એકલા ઘરની બહાર ના નીકળાય, તને વાગી જાત તો !

એટલામાં તો એક મોટો ચમત્કાર થયો. પેલી નાની છોકરી એકદમ જ મોટી પરી બની ગઈ. સફેદ ચમકતા કપડા, પાછળ પાંખો અને સુંદર જાદુની છડીવાળી પરી. શુભમ તો આ બધું જોઈને ડરી જ ગયો. પછી તે પરી બોલી, ‘હું પરી છું. મારું નામ પીન્કી છે. હું આ બગીચામાં રમવા આવી હતી. પણ અહીં ફસાઈ ગઈ. તે મને બચાવી તારો ખુબ ખુબ આભાર. બોલ હું તને શું ઇનામ આપું.’ શુભમ તો આ બધું જોઈ અને સંભાળીને ખુશ ખુશ થઈ ગયો. તેને આજ સુધી પરીની વાર્તાઓ સાંભળી હતી. પણ સાચુકલી પરી ક્યારેય જોઈ જ નહતી.

તેને પરીને કહ્યું, ‘મારા ઘરે તો બધું જ છે, મારે કંઈ જોઈતું નથી. પણ મારી શાળાની બાજુમાં ઘણા ગરીબ બાળકો રહે છે. તેમને બે ટાઈમ જમવાનું પણ મળતું નથી. મે સાંભળ્યું છે કે પરી પાસે જાદુઈ શક્તિ હોય છે, એ વાત સાચી છે ?’

પરીએ કહ્યું, ‘હા એ વાત સાચી છે, બોલ તારે શું જોઈએ છે ?’

ત્યારે શુભમે કહ્યું, ‘મને કોઈ એવી મદદ કરો, જેથી હું એ બાળકોને પેટ ભરીને જમાડી શકું.’ પરીને શુભમની વાત ગમી. તેણે શુભમને એક સુંદર તપેલી આપી. અને કહ્યું, ‘તું આ તપેલી પાસે જે ખાવાનું માંગીશ તે હાજર થઈ જશે.’ શુભમ તો ખુશ ખુશ થઈ ગયો. તેણે પરીનો ખુબ ખુબ આભાર માન્યો. પછી પરી ત્યાંથી ગાયબ જ થઈ ગઈ. શુભમ તપેલી લઈને શાળા તરફ ગયો. રસ્તામાં પેલા ગરીબ ભૂખ્યા બાળકો શુભમને જોઈને રોજની જેમ તેની પાસે દોડી આવ્યા.

શુભમે તેમને પૂછ્યું ‘બોલો તમારે શું ખાવું છે ?’ બાળકોએ કહ્યું, ‘જલેબી’ શુભમે તપેલીનું ઢાંકણું ખોલ્યું તો અંદર જલેબી જ હતી. પછી બધા બાળકોએ પેટ ભરીને જલેબી ખાધી. જે શુભ અને સારું કામ કરે છે, તેને કુદરત પણ મદદ કરે છે.


Rate this content
Log in

More gujarati story from SHUBHAM KHANDELVAL

Similar gujarati story from Children