પોપટની યુક્તિ
પોપટની યુક્તિ


એક કાગડો હતો અને એક પોપટ બંનેની પાકી દોસ્તી. તે બન્નેને એક બીજા વગર ચાલે નહી. એક વાર બન્ને વિચારે છે કે ચાલો આપણે છાણા વીણવા જઈએ. બંનેને માએ હા પડી, ને બંને નીકળી પડ્યા. તે બન્ને ચાલતા દુર આવી ગયા. રસ્તામાં એક કુવો આવ્યો. ખુબ તરસ લાગેલી એટલે બન્ને એ વારાફરતી પાણી પીધું. પોપટ પાણી પીતો હતો ત્યારે કાગડા એ ધક્કો મારી દીધો. અને તે છાણા વીણી પોપટને એકલો મૂકી ઘરે પાછો આવી ગયો.
પોપટ ત્યાં જ આંબા પર બેસી રહ્યો. એને નિરાશ થઈને રડતો હતો. ત્યારે ત્યાંથી ભેંસવાળાભાઈ પસાર થયા. એ બોલ્યો ભેંસવાળા ભાઈ મારી માને કેહ્જો ‘પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી. પાકી કેરી ખાઈને કાચી કેરી ટપ હેઠી પાડે.’
પેલા ભાઈ કહે 'હું કઈ નવરો નથી. તમે મારી બે ત્રણ ભેંસ ખરીદી લો તો હું તમારી માને કહી દઈશ.' 'વાંધો નહી.' એમ કહી પોપટે ભેંસ ખરીદી આંબા નીચે બાંધી દિધી.
ત્યારબાદ ગાયવાળા ભાઈ આવ્યાં. તેમને કીધું 'મારી માને કેહ્જો ‘પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી. પાકી કેરી ખાઈ ને કાચી કેરી ટપ હેઠી પાડે.’ એટલે એ કહે 'તમે મારી બે ચાર ગયો ખરીદો તો હું કહીશ.' પોપટે ગયો ખરીદીને આંબા નીચે બાંધી દીધી.
હેવે પોપટ કહે કે મારી પસે ઘણા બધાં પ્રાણીઓ ભેગા થઇ ગયાં. હવે મારે શું કરવું ? પછી વિચારીને કેહ ચાલને આ પ્રાણીઓને વેચી આવું. તે પ્રાણીઓ વેચી ઘરે જવા નીકળી ગયો.
તેની શેરીમાં પહેલા તેની કાકીનું ઘર આવ્યું. 'કાકી કાકી બારણું ઉઘાડો.' કાકીએ કટાક્ષ ભર્યું પૂછ્યું 'શું કામ છે ?' ત્યાં પોપટ કઈ બોલ્યો નહી. આગળ ચાલતા ભાભી નું ઘર આવ્યું. કહ્યું 'ભાભી બારણું ઉઘાડો.' પણ કઈ જવાબ મળ્યો નહી. આગળ ગયો તેની માનું ઘર આવ્યું. પોપટે કહ્યું 'મા મા, બારણું ઉઘાડો.' મા અંદરથી જ બોલી 'કાગડો તો રોજ ભારો લાવે, છાણઆ લાવે તું તો આમ જ આવી ગયો. જા નથી ઉઘાડવું બારણું.' પછી છેલ્લે તેના બાનું ઘર આવ્યું. એણે કીધું 'બારણું ઉઘાડો.' તો તેમણે કહ્યું 'ઘડીક ઉભો રહે તાવડી મા રોટલી નાખીને આવું એટલે ઉઘાડું. અને એમણે બારણું ઉઘાડયું.'
પોપટ અંદર ગયો ત્યારે બાને કહ્યું કે બા બા તમારા ખાટલા, પેટી, પટારા ખોલો. પછી બોલ્યો તમારે ઉપલી પાંખ જોઈએ કે નીચલી ? બા એ કહ્યું કઈ ખબર ના પડે મને. ત્યારે પોપટે બંને પંખો ખંખેરી ત્યાં તો તેની બધી વસ્તુ પૈસાથી ભરાઈ ગઈ.
આ બાજુ કાકી, ભાભી અને મા ત્રણેય જોતા રહી ગયા. અને વિચારતા રહી ગયા કે મેં બારણું ખોલ્યું હોત તો કેવું સારું થાત. એમ પસ્તાવો કરવાં માંડ્યા.