STORYMIRROR

Suthar Prafulla

Children

4  

Suthar Prafulla

Children

પંથ ચિંધે રે માસ્તર

પંથ ચિંધે રે માસ્તર

1 min
349

શિયાળામાં ઠંડી પડે સૌ જીવે ધ્રૂજે છે થરથર,

બાળકોમાં વિપત પડે ત્યારે દોડી આવે રે માસ્તર.


ઉનાળાની ગરમીથી બચવા લોકો રહે છે રસભર,

બાળકોની ભૂલો સુધારવા મહેનત કરે રે માસ્તર.


ચોમાસામાં વીજળી ચમકે મેઘ વરસે છે ઝરમર,

બાળકોમાં સંસ્કાર ચમકે પંથ ચીંધે રે માસ્તર.


મેઘ-ધનુષ્યના સાત રંગોથી શોભી રહ્યું છે અંબર,

બાળકોને જ્ઞાની સીંચી દીપી રહ્યો રે માસ્તર.


મોર નાચે મસ્ત બનીને વરસાદમાં પંખભર,

બાળકોને નાચ નચાવે હર્ષોલ્લાસથી રે માસ્તર.


કોયલ ટહુકે કુંજ ગલીમાં મીઠો એનો સ્વર,

બાળકોને વિદ્યાર્થી ગુંજવી વર્ગખંડમાં ભણાવે માસ્તર.


પરંતુ જીરે પંથ ચીંધે છે સમાજ કેરા રાહભર,

માનવતાનું નિર્માણ કરી શ્રેષ્ઠ બને રે માસ્તર.


Rate this content
Log in

Similar gujarati story from Children