STORYMIRROR

Manoj Navadiya

Inspirational Children

3  

Manoj Navadiya

Inspirational Children

પિતાની બહાદુરી

પિતાની બહાદુરી

3 mins
240

'એક પિતા માટે કોઈ કાર્ય અશક્ય હોતું નથી.'

એક પિતાજી પોતાનાં જીવનકાળમાં દીકરા અને દીકરીઓ માટે પોતાનું બધુજ જીવન અર્પણ કરી દે છે. પોતાનાં દીકરા અને દીકરીઓનાં ઉછેર કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ કે ઉણપ નથી રહેવાં દેતાં. 

જ્યારે બાળકો નાના હોય છે ત્યારે એક પિતા કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર પોતાનાં દીકરા અને દીકરીઓનો ઉછેર કરે છે. પરતું સમય જતાં જયારે બાળકો મોટા થઈ જાય છે ત્યારે ઘણીવાર દીકરા અને દીકરીઓને મનમાં એવા ખોટા ભ્રમ પેદા થાય છે કે તેમનાં પિતાએ અમારા માટે કશું જ નથી કર્યુ. આખું જીવન બીજાની સેવા જ કરવામાં વેડફી નાખી છે અને તમણે આપણાં માટે કઈ નથી કર્યુ. આથી માતા અને પિતા સાથે નાના કારણોસર અણબનાવ બને છે અને દીકરાઓ તેની સાથે સંબંધ નથી રાખી શકતા. ઘણી વાર તો એવું  બને છે કે તેઓ પોતાના માતા-પિતા ને વૃદ્ધાશ્રમમાં પણ મોકલી દે છે. 

પરંતુ વાસ્તવામાં સમય અને જરૂરિયાત પ્રમાણે એક પિતા પોતાના દીકરા અને દીકરીઓ માટે જે જરુરી છે તે બધુ જ કરી છૂટે છે. તે જે માંગે તે બધી સગવડો પૂરી પાડે છે. પરંતુ જીવનમાં મનુષ્યને કદી સંતોષ થતો નથી. દીકરા અને દીકરીઓ જુની યાદો ને યાદ નથી રાખી શકતાં અને માતા-પિતા ના ઉપકારોને તે ભૂલી જાય છે. 

તો ચાલો આગળ વાંચીએ એક બહાદુર પિતાની અદભૂત કહાની જેમાં એક પિતા પોતાનાં દીકરાઓને મુશ્કેલ પરિસ્થિતિમાં જોઈને તેમનો જીવ બચાવે છે. 

પહેલાના સમયમાં ખેતીને વધુ પ્રાધાન્ય આપવામાં આવતુ અને આખો દિવસ લોકો ખેતીનાં કામમાં જ લાગી રહેતાં. રોજની જેમ વહેલી સવારે એક પિતા અને માતા ખેતરે ખેડ કરવા જાય છે. પોતાની સાથે સાથે દીકરા અને દીકરીઓને પણ લેતા જાય છે. એમ વિચારીને કે ઘરે તો તેમની કોઈ સંભાળ રાખવાવાળું હોતું નથી અને આમ પણ ઘરે તે શું કરશે તેને બદલે ખેતર રમશે.

હવે ખેતીનું થોડું કામ પુરૂ કરીને બપોર નો સમય થાય છે એટલે બધાં લોકો ભાતું કરવા બેસે છે અને ભાતુ કર્યા પછી બધાં લોકો થોડો આરામ કરવા આડા પડે છે. પિતા અને માતા થોડા દૂરની જગ્યાયે સૂતાં હોય છે અને દીકરા અને દીકરીઓ એક લીમડાનાં ઝાડ નીચે સૂતાં હોય છે.

અચાનકથી તે લીમડાનાં ઝાડની ડાળ ઉપરથી મોટો સાપ નીચે પડે છે અને સાપ તે બધા છોકરાઓની તદન નજદીક આવી જાય છે આથી બધાં છોકરાઓ ડરીને બૂમો પાડવા લાગ્યા. 

દીકરા અને દીકરીઓનો અવાજ સાંભળતાં જ એક ક્ષણની પણ વાટ જોયાં વગર પિતાજી ત્યાં પહોંચી જાય છે અને મોટા સાપ ને જોવે છે. દીકરાના પિતાજી એક લાંબી લાકડી લે છે અને સાપને લાકડી પર ટીંગાડી લે છે અને પોતાની પૂરી શકિતથી બહુ દૂર અંતર સુધી ઘા કરી દે છે. આ બધું જોઈને દીકરા અને દીકરીઓ પીતાજીની બહાદુરી જોઈ ને અસમજીત અને આનંદિત થઈ જાય છે. 

આથી 'એક પિતા માટે કોઈ કાર્ય અશક્ય હોતું નથી' અને દીકરા દીકરીઓની મદદ માટે પડછાયાની જેમ સાથે જ ઊભા રહે છે. 

એક પિતા એટલે સહનશીલ મનુષ્ય અને દીકરા દીકરીઓ નો પડછાયો, જે હંમેશા તેમની સાથે જ હોય છે. 

આ હતી એક પિતાજીની શક્તિ અને બહાદુરી. જે પોતાનાં દીકરા અને દીકરીઓને મુશ્કેલ પરિસ્થિતિમાં જોઈને એક પણ ક્ષણનો વિચાર કર્યો વગર તેમને મદદ કરે છે. 

"આ દુનિયામા એક દીકરાઓ માટે તેના પિતા જેટલા સશક્ત મનુષ્ય બીજુ કોઈ નથી."

એટલે જ "માતા પિતાની સેવા એેજ પ઼ભુ સેવા"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational