STORYMIRROR

Manoj Navadiya

Children Stories Inspirational

3  

Manoj Navadiya

Children Stories Inspirational

માનુ સામથ્યૅ

માનુ સામથ્યૅ

2 mins
234

વર્ષો પહેલાની સાચી વાત છે. એક મધ્યમ પરીવારની માતા અને નાનો દીકરો ગુજરાતના સુરત શહેરમાં રહેતા હતા. સવારનો સમય હતો. અંદાજીત ૯.૦૦ વાગેલા, પિતાજી બહાર ઓફિસે જતા રહેલ, માતા ઘરનુ કામ કરી રહેલ હતી. એક નાનો ૯ વર્ષનો દીકરો ઘરની બહાર, ઉંબરા પાસે શાળાની બેગ લઈને બેસેલ અને તેનુ લેશન કામ કરી રહ્યો હતો. અચાનક ત્યા એક ગાય માતા આવે છે જેને મારા ખ્યાલ પ્રમાણે બહુ ભુખ લાગેલ હશે. 

આમય નાના હોય ત્યારે ગાય અને ગલુડિયા બધાને બહુ પ્રિય હોય છે તેથી તે ગાય માતા ઉંબરા પાસે આવી તો તે છોકરો તેણી સાથે મજાક મસ્તી કરવા લાગ્યો. છોકરાને તો તેની સાથે રમવાની મજા આવતી હતી ત્યાં અચાનક ગાય માતાએ તેની લેશન બુકની મુખ્ય ચોપડી મોમા લઈ લીધી અને ખાવા લાગી, છોકરાયે તેની રીતે ઘણો પ્રયાસ કર્યો બુક લેવાનો પણ નિષ્ફળ ગયો અને ગાય ત્યાંથી દૂર નીકળી ગઈ. 

છોકરાએ માને જોરથી બૂમ પાડી ને બોલાવી તો તરતજ મા ઘરની બહાર આવી અને તેની વાત સાંભળી. તો માતાયે થોડાક ક્ષણની પણ રાહ જોયા વગર ગાય પાસે દોડી અને ઘણી મહેનત કર્યા પછી ગાયના મોમાંથી પુસ્તક લઈ લીધુ. કારણ કે તે શાળાની મુખ્ય બુક હતી. આ જોતાજ ૯ વર્ષના દીકરા ને મનમા અદભૂત વિચાર આવ્યો કે, 'શું મારી માતા આટલી "સામર્થ્યવાન" ! સંકટ સમયે આવી મદદ માતા અને પિતા જ કરી શકે છે. 

તેથી કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરે લખેલ ગીત યાદ આવે છે

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લો,

એથી મીઠી તે મોરી માત રે,

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

આ વાર્તા એટલે લખવાનો વિચાર આવ્યો કે આપણી આજુ બાજુમા અને દેશમાં સ્ત્રી પ્રત્યેય કેટલાય અણ-બનાવ અને કુર અકસ્માત બને છે. આ એક મોટી ગેર સમજણ છે જાણે કે સ્ત્રી પાસે કોઈ સામથ્યૅ કે શકિત જ નથી. તેથી જો આ દુનિયામાં બધા જ લોકોને નાનપણથી જ સારી સમજણ, શીખ, સંસ્કારો અને શિક્ષા આપવામા આવે તો આવા બધા બનાવ બનેજ નહીં અને બનવા પણ ના જોઈએ. 

તેથી કહેવાય છે કે, 

"Women weren't created to do everything a man can do. They were created to do everything a man can't do"


Rate this content
Log in