પિતાજીની યુક્તિ
પિતાજીની યુક્તિ


સુધીર તેના મા બાપનો એકનો એક પુત્ર હતો. તેનામાં એક મોટો દુર્ગુણ હતો અને તે ચોરી કરવાનો હતો. તે કોઈની સારી વસ્તુને જોઇને તેને વસ્તુ ચોરી લેવાનું મન થતું. સુધીરના સાથીઓ આ ટેવથી પરેશાન હતાં, અને તેઓ તેનાથી દુર જ રેહતા હતા. સુધીરની મા તેની આ ટેવથી ખુબ હેરાન થઇ હતી. આમ તો તેમની પણ ભૂલ હતી.
સુધીર નાનો હતો, ત્યારે પણ બીજાની ઘણી નાની મોટી વસ્તુઓ પૂછ્યા વગર લઇ આવતો હતો. તેની મા પણ હસીને વસ્તુને ફેંકી દેતા. તેમણે સુધીરને ક્યારેય પણ સંભાળવાના પ્રયત્ન ન કર્યો કે, આ રીતે કોઈ પણ વ્યક્તિની વસ્તુઓ પૂછ્યા વિના ન લેવી જોઈએ. પૂછ્યા વિનાં કોઈ વસ્તુ લઇ લેવી એ ચોરી જ કહેવાય. સુધીરની આ ટેવ ખુબ જ વધતી ગઈ. પહેલા તો તે નાની વસ્તુઓ ઉઠાવતો હતો. સુધીર મોટો થતાં તે ધીમે ધીમે મોટી વસ્તુઓ લેવા લાગ્યો. સુધીરને મફતની વસ્તુ વાપરવાની ખુબ જ ખરાબ ટેવ પડી ગઈ હતી, બાપના કેટકેટલા પ્રયત્નો એળે ગયા, તેની મા કેહતી તેનાથી પણ તેને કોઈ અસર ન થતી.
એકવાર સુધીર મંદિરમાંથી નવા બુટ ચોરી લાવ્યો. અને ઘરે જઈને છુપાડી લીધા. સુધીર ખુબ જ ખુશ હતો. સુધીરના માબાપ જમવા માટે રાહ જોતા હતાં. જમતા સુધીરને વાત કરી કે તારે શાળામાંથી ફરવા જવાનું હતું તે માટે તને હવે પૈસા આપી શકું એમ નથી. અને સુધીરનો ચેહરો ઉતરી ગયો. વાત આગળ વધારતા કીધું કે તેમનાં નવા બૂટ આજે મંદિરમાંથી ચોરાઈ ગયા ને હવે બીજા લાવવા પડશે. એટલે ખર્ચો વધી જશે. ચોરી કરનાર વ્યક્તિ ક્યારે વિચારતો નથી કે જેની વસ્તુ હોય અને એ ગુમાવતા કેટલું દુઃખ થતું હશે. કોઈ જોવે કે ના જુવે ભગવાન તો જુએ છે.
હવે સુધીરને લાગ્યું કે આ બુટ પિતાજીના જ હશે. ગાદલું લેતા તેના પિતાજીની જાણે નજર પડી હોય એમ ઈશારો કરી કહ્યું 'અરે આ શું ?' અને સુધીર સ્તબ્ધ થઈને ઉભો રહી ગયો. તેની ચોરી પકડાઈ ગઈ હતી. સુધીરની મા આંસુ સાથે બોલી કે 'સુધીર પાસે તો કેટકેટલી આશાઓ હતી. ને બેમાંથી કોઈ એને કઈ બોલ્યું નહી. એટલે એને લાગી આવ્યું અને રાત આખી ઊંઘી ન શક્યો.અને સવારે તેના માબાપના પગે પડી માફી માંગે છે. અને એ દિવસથી સુધીર બદલાઈ ગયો. આ વખતનું માબાપનું નાટક ખરેખર સફળ રહ્યું. અને સૌ ખુશ ખુશાલ રહેવા લાગ્યા.
બાળકના સારા અન ખરાબ કારણ માટે માતા પિતા જવાબદાર હોય છે, ગુસ્સાથી કે બુદ્ધિથી કોઈ પણ રીતે બાળકને સાચા રસ્તાપર લઇ જવા જોઈએ. બાળકનું સારી રીતે લાલન પાલન કરવું એન તેને સંસ્કારી બનવવા જોઈએ. સફળ થવાવાળા જ બાળકો સાચા નાગરિક બને છે.