ANJALI MALI

Children Classics Drama

3  

ANJALI MALI

Children Classics Drama

ફૂલનજી પોપટ

ફૂલનજી પોપટ

3 mins
12.1K


એક જંગલ હતું. એ જંગલમાં ઘણા જ વૃક્ષો અને ફળ ફૂલ હતા. આ જંગલમાં અનેક પક્ષીઓ રહેતા હતા. આ જંગલમાં એક સુંદર ઘટાદાર મોટું આંબાનું ઝાડ હતું. આ આંબાના ઝાડ પર એક પોપટ અને એક કોયલ રહેતા હતા. બને પાક્કા મિત્રો હતા. ડાળી પર બેસીને સરસ મજાના ગીતોની અંતાક્ષરી રમે. એમના સરસ મીઠા ગીતો સાંભળી જંગલના બધાજ પ્રાણીઓ અને પક્ષીઓ ખુબ જ ખુશ થાય. અને પોપટ અને કોયલના વખાણ કરે. કોયલબેન તો શાણા હતા, પણ આ પોપટભાઈ થોડા ફૂલણજી હતા.

એક વખત પોપટ એ કહ્યું, ‘કોયલબેન આપણે આ જંગલમાં રોજ મીઠા ગીતો ગાઈએ છીએ. તો ચાલોને આપણે એકવાર કોઈ નગરમાં જઈએ, અને માણસોને આપણા ગીત સંભળાવીએ. ત્યારે કોયલ કહે છે, ‘ના પોપટભાઈ ના, આ જંગલ આપનણું ઘર છે. અહીના પશુ પંખીઓ આપણા મિત્રો છે. એટલે આપણે આપણા જંગલમાં સુરક્ષિત છીએ. નગરમાં તો માણસો રહે છે. તેમનો બહુ વિશ્વાસ કરાય નહિ. પણ પોપટભાઈ તો માન્ય જ નહિ. છેવટે પોપટભાઈનું મન રાખવા માટે કોયલ પોપટભાઈની સાથે નજીકના નગરમાં ગયા. એ નગરમાં ઘણા લોકો રહેતા હતા. પોપટભાઈ અને કોયલબેન નગરની નજીકના એક ઉંચા ઝાડ પર બેસીને સરસ મીઠા ગીતોની અંતાક્ષરી રમવા લાગ્યા. અને વારાફરતી સરસ મજાના ગીતો ગાવા લાગ્યા. કોયલ અને પોપટના મીઠા ગીતો સંભાળીને નગરના લોકો ભેગા થઈ ગયાં. તેમણે તો આ ગીતો સાંભળવાની ખુબ જ મજા આવી ગઈ. ગામ લોકોએ તેમના ખુબ જ વખાણ કર્યા. તેમના વખાણથી પોપટભાઈ તો ફૂલવા લાગ્યા અને વધુ જોરથી ગીત ગાવા લાગ્યા.

એમના મીઠા ગીત સાંભળી લોકોએ તેમને ઉંચી ડાળી પરથી નીચી ડાળી પર આવીને ગીત ગાવાનું કહેવા લાગ્યા. ભાઈ તો તૈયાર થઈ ગયાં. નીચે જઈને ગીત ગાવા માટે પણ ડાહ્યા કોયલબેને તેમને સમજાવ્યા, ‘પોપટભાઈ નીચે જવામાં મજા નથી. આ માણસ જાતિનો કોઈ વિશ્વાસ નથી. તે આપણને પકડી અને પાંજરામાં પૂરી કાઢશે. માટે ચાલો આપણે જંગલ પાછા જતાં રહીએ. પોપટભાઈને તો પાછા જવાનું જરાય મન ના હતું. તેમણે તો લોકોને વખાણ સાંભળવા હતા. કોયલબેનના આગ્રહ ને લીધે પાછું જવું પડ્યું.

હવે બીજા દિવસે વળી પાછા પોપટભાઈ કોયલબેન પાસે આવ્યા અને કહેવા લાગ્યા, ‘ચાલો કોયલબેન, નગરમાં જઈએ. પણ કોયલબેને ના પાડી. ‘’પોપટભાઈ નગરમાં જવું સુરક્ષિત નથી. એ નગરના લોકો આપણને પકડી પડશે. તેમનો વિશ્વાસ ના કરાય.’ પણ પોપટભાઈ તો માન્યા નહિ. તેમણે એવું થયું કે લોકો મારા ગીતના વખાણ કરે છે એટલે કોયલબેનને મારી ઈર્ષા આવે છે.’ એ તો કોયલને મુકીને એકલા જ નગરમાં પહોચી ગયા. અને ત્યાં જઈને મોટેથી ગીતો ગાવા લાગ્યા. એમણે જોઈને ફરી ગામના લોકો ભેગા થઈ ગયા. તેમણે પોપટભાઈના વખાણ કર્યા અને પોપટને નીચે આવીને ગીત ગાવાનું કહ્યું. ભાઈ તો વખાણથી ફુલાઈ ગયા. અને નીચે આવી ગયાં.

તેઓ જેવા નીચે આવ્યા કે એક માણસે તેમને પકડી પાડ્યા. અને પાંજરામાં પૂરી દીધા. અને એ પાંજરું રાજા પાસે ભેટ આપવા લઈ ગયાં. રાજા પોપટને જોઈને ખુશ થયા. તેમણે તે માણસને ઇનામ આપ્યું. અને પોપટને પોતાના મહેલમાં પાંજરા સાથે લટકાવી દીધો. અને આખો દિવસ તેની પાસે ગીતો ગવડાવ્યા. હવે તો પોપટભાઈ પણ ગીતો ગાઈને થાકી ગયા. પણ થાય શું? પાંજરામાંથી છૂટવું કેમ?

આ બાજુ જંગલમાં રાત પડી પણ પોપટભાઈ પાછા ના આવ્યા. એટલે કોયલબેનને ચિંતા થવા લાગી. તેમને લાગ્યું કે નક્કી ભાઈ કોઈ મુસીબતમાં ફસાઈ ગયાં છે. એટલે તે તપાસ કરવા ઉડતાં ઉડતાં નગરમાં આવ્યા. આવીને જોયું તો પોપટભાઈ રાજમહેલમાં પાંજરામાં પુરાઈ ગયા હતા. કોયલને જોઈને તે રડવા લાગ્યા. ‘કોયલબેન તમે સાચું કહેતા હતા. આ માણસ જાતનો વિશ્વાસ ના કરાય. આ જુવો તેમણે મને પાંજરામાં પૂરી દીધો. મને બહાર કાઢો. મારે જંગલમાં આવું છે.’ કોયલબેને કહ્યું, ‘તમે ચિંતા ના કરો હું તમને છોડાવીશ.’ પછી કોયલે આખું પાંજરું પોતાની ચાંચમાં ઉપાડ્યું. અને જંગલમાં લઇ ગયાં.

જંગલમાં ગયા પછી તેમણે બાજ્ભાઈને બોલાવ્યા. બાજભાઈ એ પોતાના અણીદાર નખ અને દાંત વડે પોપટભાઈનું પાંજરું ખોલી નાખ્યું. અને પોપટભાઈ બહાર આવી ગયાં. એ દિવસ પછી પોપટભાઈ નગર બાજુ કે માણસની વસ્તી બાજુ ફરક્યા જ નહિ.


Rate this content
Log in

More gujarati story from ANJALI MALI

Similar gujarati story from Children