ફ્રી ઈન્ડિયા
ફ્રી ઈન્ડિયા


ખૂબ મહેનત કરી અપાવી વિરોએ આઝાદી,
શત્ શત્ વંદન ભારતમાતાના સપૂતોને,
પ્રણામ કરું.. આંખોમાં અશ્રુ ભરું,
અપાવી જેમણે દેશના કણ કણને ઉડવાને પાંખો.
આઝાદી નામ સાંભળતાં જ એવું લાગે કે જેણે પંખી પિંજરામાંથી મુક્ત થયું હોય. ભારતને આઝાદી અપાવવા ઘણા લોકોએ પ્રયત્નો કર્યા છે. કોઈએ શારીરિક તો કોઈએ માનસિક... અથાગ પ્રયત્નોના અંતે આઝાદીનો સૂર્ય ઉગ્યો અને દેશે આઝાદીની સવારમાં શ્વાસ લીધો. દેશની દરેક પ્રજા આઝાદ થઈ... રિત- રિવાજોથી, સંકુચિત વિચારોથી આઝાદી મળી. દેશને હવે ઉન્નત બનાવવા નવી નવી શોધ શરૂ થઈ. આઝાદીની પાંખો પર બેસીને લોકો દરિયામાં ગયા અને પ્લેન બનાવી આકાશમાં ઉડ્યા. અંતમાં ચંદ્ર સુધી પહોંચવાના પણ સુંદર પ્રયત્નો કર્યા. દેશમાં આવનારી દરેક મુસીબતો માંથી બહાર નીકળવાના પ્રયત્નો કર્યા અને સફળ પણ થયા. આજ દેશમાં વ્યાપેલી કોરોનાની મહામારી સામે પણ લડત ચાલુ છે અને તેને દૂર કરવામાં પણ સફળતા જરૂર મળશે. સ્ત્રીઓને સ્વતંત્રતા આપવામાં આવી. આજે તે પુરુષ સમોવડી બની છે. આજે સ્ત્રીઓ એ ઘર અને દેશ ચલાવવા સુધીની સક્ષમતા બતાવી છે. આઝાદીએ તો ખરેખર માણસના જીવ
નને " ચાર ચાંદ" લગાવી દીધા છે.
આઝાદીના દિવસો અને વર્ષો વિત્યા.. પરંતુ શું આઝાદીને આપણે પૂરાં આનંદથી માણી શકીએ છીએ??? દેશ આઝાદ થયો પછી ઘણા જ બંધનો વધ્યા છે. સ્ત્રી સમાજ આજના સમયમાં રાત્રે એકલા ઘરની બહાર નીકળી નથી શકતા. નાના બાળકોને ઘરમાં એકલા કે પછી બીજા કોઈની ઘરે એકલા રાખી નથી શકાતા. બાળ મજૂરીનું પ્રમાણ વધતું જાય છે. લોકોને પેટ પૂરતું અનાજ પ્રાપ્ત નથી થતું. ગરીબ વધારે ગરીબ અને ધનવાન લોકો વધારે ધનવાન બનતા જાય છે. દહેજ પ્રથા વધતી જાય છે. ઘરમાં ભણેલી સ્ત્રી આવક પણ મેળવે અને પરિવાર પણ સંભાળે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. કયાં છે સ્વતંત્રતા?? શું આઝાદી પ્રાપ્ત થયા પછી બંધનો નથી વધ્યા???લોકો આકાશમાં ઊડતા તો થયા છે પરંતુ વિચારોથી સ્વતંત્ર નથી થઈ શકયા.
આ આઝાદી સાથે મળેલું બંધન કયારે દૂર થશે? સમાજ કયારે જાગશે? કયો વીર કે વીરાંગના આગળ વધીને આ બંધનની બેડીઓ તોડશે અને ખુલ્લું આકાશ પ્રાપ્ત થશે...??
આવે કોઈ આગળ, આ તૂટેલી પાંખોને જોડવા...
ખુલ્લું આકાશ નજર સામે છે,
તલપ છે ઉડવાની મુજ મનમાં.