કોરોનાને પત્ર
કોરોનાને પત્ર


અકલ્પનીય કોરોના...
પૃથ્વી પર તારું આગમન અકલ્પનીય છે. આજથી છે મહિના પહેલા આ દુનિયામાં તને કોઈ ઓળખતું ન હતું, પરંતુ આ દુનિયામાં આવીને તે એવી તબાહી મચાવી દીધી કે અત્યાર વૃધ્ધથી માંડીને નાનું બાળક પણ તને અને તારા પરચાને ઓળખે છે.
તારા આગમન પાછળ બીજું કોઈ નહિ પણ માનવ સૃષ્ટિ જ જવાબદાર છે. મનુષ્યનું વધતું જતું સુખ-સમૃ઼ધ્ધિ વાળું જીવન... જંગલોનો વિનાશ... કુદરતની વિરુદ્ધના વધતા કૃત્યોથી તારું અવતાર થયું છે.
તારા આવવાથી એક ફાયદો પણ થયો છે કે લોકો ઘરનું, પર
િવારનું, બચતનું, જરૂરિયાતનું મહત્વ સમજી શક્યા છે. તે ઘણું શીખવ્યું છે પણ સાથે જાનહાની પણ કરી છે વધુને વધુ લોકો તારી ક્રૂરતાનો શિકાર બન્યા છે. આજ તે મનુષ્ય માટે ભગવાનના દરવાજા પણ બંધ કરાવી દીધાં છે, બાળકો સ્કૂલથી દૂર થયા, દીકરીઓ પિયરથી દૂર થઈ. હવે તને અનુરોધ કરીને કહું છું કે હવે બસ કર... તારું આ રૌદ્ર રૂપ શાંત કર.... મનુષ્યને હવે માફ કરી આ દુનિયામાંથી જતો રે...વિશ્વને તારા બંધનમાંથી મુક્ત કર હું તને વિનંતી કરી તારી પાસે પ્રાર્થના કરું છું કે હવે તું દુનિયામાંથી રજા લઈને જતો રે... જતો રે.
આ સાથે જ રાધાના નમસ્કાર