STORYMIRROR

DARSHAN SOLANKI

Children Inspirational Others

3  

DARSHAN SOLANKI

Children Inspirational Others

મુર્ખમાંથી હોંશિયાર

મુર્ખમાંથી હોંશિયાર

2 mins
16.3K


એક સુંદરપુર નામનું ગમ હતું. એ ગામમાં એક ગરીબ પરિવાર રહેતો હતો. આ પરિવારમાં મનીષ નામનો છોકરો રહેતો હતો. તે પોતાના ગામની સરકારી શાળામાં ભણતો હતો. તે ભણવામાં ખુબ જ કાચો અને ઠોઠ હતો. તેને કંઈજ આવડતું નહતું. એટલે તેનું કોઈ મિત્ર પણ ન હતું.

એકવાર મનીષની શાળામાં નિબંધ સ્પર્ધાનું આયોજન થયું. શાળામાંથી ઘણા બાળકોએ તેમ ભાગ લીધોતો, પણ મનીષે ભાગ ના લીધો. કેમ કે તેને કંઈ પણ આવડતું ના હતું. શિક્ષક જયારે ભણાવતા ત્યારે તે ધ્યાન આપતો ન હતો. તે ભણેલું પણ ભૂલી જતો. શિક્ષક તેને ખુબ ઠપકો આપતા, ‘તું સાવ ડફોળ છે, તારામાં મગજ જ નથી, તું જીવનમાં કંઈ નહિ કરી શકે.’ આ બધું સાંભળી ઉદાસ થયેલો માનીષ શાળાના મેદાનમાં એક ઝાડ નીચે જઈને બેઠો.

તેણે જોયું તો ઝાડના થડ પાસે એક કીડીઓનું દર હતું. ત્યાં ઘણી બધી કીડીઓ પણ હતી. એમાંથી ઘણી કીડીઓ ઝાડ પર ચઢવાની કોશિશ કરતી અને નીચે પડી જતી. પણ કીડીઓ હાર માનતી ના હતી તે ફરી ફરી ઝાડ પર ચઢવાની કોશિશ કર્યા જ કરતી હતી. તેણે જોયું કે વારંવાર પાડવા છતાં કોશિશ કરવાથી અંતે કીડી ઝાડ પર ચડવામાં સફળ થઇ હતી.

આ જોઈને તેના મગજમાં એક જબકારો થયો. 'કે જો આવડી નાની કીડી મહેનત કરીને સફળ થઇ શકે તો હું કેમ ના થઇ શકું ! હું વારંવાર મહેનત કરીશ તો ચોક્કસ હોંશિયાર બનીશ.'

એ દિવસથી મનીષ રાત દિવસ મહેનત કરવા લાગી જાય છે. વારંવાર વાંચવાથી તેને બધું આવડવા લાગ્યું. તે હોંશિયાર બનવા લાગ્યો. અને છેવટે તે પરીક્ષામાં વર્ગમાં પ્રથમ નંબરે પાસ થયો. આ રીતે તેણે સાબિત કર્યું કે જો મનમાં લગન હોય તો અપંગ માણસ પણ હિમાલય પાર કરી શકે છે. માનવ માટે કોઈ પણ કામ અશક્ય હોતું નથી. જો આપણે મહેનત કરીએ તો અસંભવ પણ સમભાવ બની જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Children