Kalpesh Patel

Fantasy Thriller

5.0  

Kalpesh Patel

Fantasy Thriller

મંગળની માયાજાળ

મંગળની માયાજાળ

9 mins
2.5K


(રજૂ કરેલી વાર્તા/રચનામાં આલેખાયેલ,નામો, પાત્રો, વ્યવસાયો, સ્થળો, ઘટનાઓ, અને ઘટના સ્થળ કે સમય ક્યાં તો લેખકની કલ્પનાશીલતા છે અથવા કેવળ કાલ્પનિક છે, લેખન કાર્ય કેવળ વાંચનાર – વિવેચકના મનોરંજન હેતુ માટે છે અને તે રીતે રચના ની માવજત માટે શબ્દો વપરાયેલ છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ કે સ્થળ સાથેની કોઈપણ સામ્યતા સંપૂર્ણ રીતે યોગાનુયોગ છે/ગણવાનો રહેશે.તેમજ પ્રસ્તુત રજુઆત કોઈ રાજકીય, સામાજિક, ધર્મ કે રિવાજ કે માન્યતાની રજુઆત / સમર્થન અથવા વિરોધથી પર છે.)

વિરાન ચંદ્ર ઉપર ભારતે લખલૂટ ખર્ચ અને સંશોધન કરી ચંદ્ર ઉપર એક પ્રદેશ વસાવેલ હતું. જેમાં પૃથ્વી ઉપરના દરેક જીવની નર માદાની બેલડીને વસવા સુવિધા ઊભી કરેલી હતી. પૃથ્વીના આ ઉપગ્રહ ચંદ્ર ઉપર ભારતે વસાવેલા આવેલા અતિ સમૃધ્ધ કલિંગ પ્રદેશની રાજધાની ઓરમમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર પકડાઈ ગયુ છે. ઓરમ શહેરના પોલીસની સ્પેશલ સેલે બે આતંકવાદીઓની આ અંગે ધરપકડ કરી છે. આ આતંકવાદી બેલડી મંગળ ગ્રહ સાથે સંબંધ ધરાવતા હતી. કહેવાય છે કે, આ બેલડી ઓરમ શહેરમાં મોટાં ષડયંત્રને અંજામ આપવાની ફિરાકમાં હતી. પોલીસ સૂત્રો મજુબ, રાજધાની ઓરમમાં બોમ્બ બ્લાસ્ટ કરી સમગ્ર કલિંગ પ્રદેશને તબાહ કરવાનું તેમનું કાવતરું હતું.

સોર્સિસ તરફથી મળતી માહિતી પ્રમાણે, ઓરમ શહેરની પોલીસ પાસે આ આતંકવાદી બેલડીનાં ઈનપુટ હતાં અને તે માટે એક ટ્રેપ ગોઠવેલું હતું અને આખરે તે બંને આતંકવાદીઓ જ્યારે મિલિયનમ પાર્ક પાસે આવેલ પ્રાઈમ મિનિસ્ટરના આવાસ પાસે ફરતા હતાં તે સમયે તેઓને આબાદ ઝડપી લેવામાં આવ્યાં. તેઓ કોઈ ભેદી ઈરાદાને અંજામ આપવાની ફિરાકમાં હતાંં.તેમની પાસેથી પરગ્રહના આધુનિક સ્ફોટક હથિયાર તેમજ સંદેશા વ્યવહારના અતિ આધુનિક સૂક્ષ્મ વીજાણુ યંત્રો પણ મળી આવ્યાં હતાંં.

અતિ સમૃધ્ધ પ્રદેશમાં બધુ જીવન રાબેતા મુજબ ચાલી રહ્યું છે. કલિંગ પ્રદેશ ભારત દેશના સક્રિય સહયોગથી તેના નાગરિકોના ઉકર્ષ અને સલામતી, તેમજ આમ જીવન શારીરિક સુખાકારી બનાવવા માટે તનતોડ મહેનત કરી રહેલ છે, એવામાં અચાનક અહી મંગળ ગ્રહની ખતરનાક માયાજાળની માહિતી આવેલી. આ એવું કાવતરું લાગતું હતું કે જેમાં બધુ જ બરબાદ કરવાનો ષડયંત્રકારીઓનો નાપાક ઈરાદો જાહેર થતો હતો. જેમાં તેઓ બધુ જ તબાહ કરવાના હતાં. બંને આતંકવાદીયો પાસેથી મળેલ વીજાણુ સાધનોની ચકાસણીમાં આખાય કલિંગ પ્રદેશના લોકો નિષ્ફળ રહ્યા ત્યારે, કલિંગ પ્રદેશના ગૃહ વિભાગે આખરે આ કામ માટે પૃથ્વી ઉપર રોકેટ મોકલી ભારતના માસ્ટર સ્પાઈ અજિત ડોભાલને વિશેષ એજન્ટ તરીકે તેડાવ્યા અને માસ્ટર સ્પાઈ ડોભાલનો ધમાકેદાર કલિંગ દેશમાં પ્રવેશ થાય છે.

માસ્ટર સ્પાઈએ આવતાવેત ભારત દેશથી લાવેલા સામાનથી લેબોરેટરી બનાવી કામે વળગી ગયા. તેઓએ બીજે દિવસે અશોક શહેરના પોલીસ વડા સાથે મુલાકાત લઈ તેમણે એકઠા કરેલા ઈનપુટ તેમજ મંગળ ગ્રહના તે આતંકવાદીઓ પાસેથી જડપેલા વીજાણુ યંત્રોનો હવાલો લીધો.અને ડોભાલજી, તેના અધ્યન માટે તેમની લેબોરેટરીમાં કામે લાગી ગયા.

ડોભાલજીએ મંગળ ગ્રહના આતંકવાદીઓના પાસેના વીજાણુ સાધનોની હાર્ડ ડ્રાઈવના ડેટા સ્કેન કર્યા અને, આ બંને બદમાસોના દ્વારા થયેલ આંતર ગ્રહીય વાર્તાલાપને ડીકોડ કરતાં એક ભયાનક કાવતરાનો પર્દાફાર્સ થવા પામ્યો હતો. ડોભાલજી દ્વારા સંકલિત માહિતી અનુસાર મંગળ ગ્રહે ચંદ્ર ઉપર વિકસેલા કલિંગ પ્રદેશને હસ્તગત કરવા એક મોટું ષડયંત્ર રચેલું હતું. તેની પાછળ, કલિંગ પ્રદેશની જમીનમાં ધરબાયલું અબજો ટન રેનેનિયમ નામનું ખનીજ હતું.

હવે દેખીતું સામાન્ય માટી જેવું આ રેનેનિયમ ખનીજ ભલે કલિંગ પ્રદેશ માટે અત્યારે નકામું હતું, પરંતુ જો આ રેનેનિયમ ખનીજનો ઉપયોગ મંગળ ગ્રહની હવામાં ખાતર તરીકે કરો તો ત્યાંની બંજર જમીન કલાકોમાં હરિયાળી બને અને દવા તરીકે કરો'તો મંગળ ગ્રહવાસી તેમજ ત્યાનું પશુધન ચીર યુવાન અને દીર્ઘાયુ બને તેમ હતું. આ અંગે ગુપચુપ મંગળ ગ્રહવાસીઓએ પ્રારંભિક પ્રયોગો તેના ખેતરમાં ખેતી માટે, તેમજ પરિવહન સેવામાં રહેલા ઘોડા – ખચ્ચર ઉપર, તેમજ દુધાળા પશુ ઉપર કરી નાખેલા હતાં, જે હવે ત્યાંના રહેવાસી માટે સલામત અને કાયમી અસરકારક રહેવાના હતાં.

આ પ્રારંભિક પ્રયોગોમાં તેઓને ધારણાથી પણ અધિક ફાયદો મળતો હોવાથી. કલિંગ પ્રદેશને, મંગળ ગ્રહના તાબામાં લેવાનું ષડયંત્ર રચાયું. આ એક એવી માયાજાળ હતી કે જેની તૈયારી વર્ષો પહેલા જ થઈ ગઈ હતી. એક એવી તૈયારી જેનાથી આખા સૂર્યમાળાના તમામ ગ્રહો હચમચી જવાના હતાં, અને આખા સૂર્યમાળામાં મંગળ ગ્રહના એક ચક્રી શાશનનો પાયો નાંખવાનો હતો. આ તૈયારી માનવતાની વિરુધ્ધ વિચારનાર મંગળગ્રહ વાસીઓની હતી.

પહેલે ધડાકેજ ડોભાલજીએ આ ખતરનાક પાડોશી ગ્રહની એક એવી ખતરનાક તૈયારીનો ભાંડાફોડ કર્યો કે કોઈએ તેનો ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય. મોટી કુમક ઉતારી, યુધ્ધના મેદાનમાં સામી છાતિએ લડવાની મંગળ ગ્રહના લોકોની તો, ઔકાત હતી નથી. એટલે હવે આ ષડયંત્રકારી ગ્રહે અસરકારક રસાયણોને હથિયાર બનાવી કલિંગને હસ્તગત કરવા માટે આ પકડાયેલી બેલડીને કલિંગ પ્રદેશના પૂર્વ ભાગમાં અણુ રોકેટથી મોકલેલી હતી, જે ખરેખર માનવતા માટે ખતરનાક હતી.

મંગળ ગ્રહવાસીઓના સંશોધનમાં એવું જાણવા મળેલું હતું, સૂર્યમા નજીકના ભવિષ્યમાં મોટો વિસ્ફોટ થવાનો છે, અને તેને લઈને સમગ્ર ગ્રહ મંડળના ઋતુ ચક્રમાં ફેરફાર થવાથી મોટાભાગના નજીકના ગ્રહો ઉપર વસનારા લોકોની શરીર સુખાકારી અને ખધ્ય પદાર્થો તેમજ ખેત પેદાશોની તંગી થવાની હતી અને ખાસ કરીને દૂધાળા પ્રાણીઓની જાત ખપી જવાની હતી જેથી મંગળ ગ્રહ વાસી માટે ખાઘ્ય પેદાશની તંગી થવાની છે, આવા સમયમાં જો નધણિયાતચંદ્ર ઉપર ભારતે વિકસાવેલ કલિંગ પ્રદેશનું રેનોનિયમ ખનીજ મંગળ ગ્રહને મળે, તો તેઓ અમર બની બચી શકે તેમ છે, અને તેઓનાદૂધાળા પ્રાણીઓ બચાવી પોતાના ગ્રહવાસી ઉપરાત બીજા ગ્રહોને પણ ખધ્ય પદાર્થો આપી ગુલામ બનાવી ધાર્યું કામ કઢાવી શકે તેમ છે.

ડોભાલજીએ રજૂ કરેલા આ અહેવાલ જોઈને, કલિંગ પ્રદેશનું પ્રધાનમંડળ વિચારી રહ્યું હતું કે, આખી ગ્રહ માળાના દેશોને ગુલામ બનાવનાર એક નવી માયાજાળની રચના મંગળ એકલુંજ ન કરી શકે, આ નાપાક ચાલમાં તેને જરૂર તેના પાલતુ ગ્રહ શનિનો પણ હાથ હશે. મિટિંગમાં દાવા અનેક થઈ રહ્યા હતાં. પરંતુ વાસ્તવિવ હકીકત કે સત્ય તો, એ જ નીકળશે જે મંગળ ગ્રહ છૂપાવી રહ્યું છે. પરંતુ આ અંગે બેધ્યાન ના રહેવાય તે વાતે સૌ કોઈ સંમત હતાં. અને સૌ કોઈ માસ્ટર સ્પાઈ ડોભાલને કલિંગ દેશને માથે આવી પડેલા સંકટથી સૌને બચાવી લેવા યાચના કરતાં હતાં.

ડોભાલજીએ આખું કાવતરું ક્રેક કરવા અનોખી રીત અપનાવી હતી, તે કોઈ જોખમ લેવા માગતા નહતાં. તેમને બંને અટકમાં લીધેલા શકમંદોને તેઓના સાધનો સહિત છૂટા મૂકવા પ્રસ્તાવ મૂકયો, ત્યારે કલિંગ દેશનું ગૃહ મંત્રાલય ચીંતાતુર થઈ ગયું. ડોભાલજી જેવો સમજુ યોધ્ધો કેમ આવી વાતો કરે છે ? તેનો જવાબ મંત્રાલયને મળતો ન હતો. કલિંગ દેશના પ્રાઈમ મિનિસ્ટરનો આદેશ હતો, અને ડોભાલજી હવે સમગ્ર મિશનના ઓ-એસ-ડી નિમાયેલ હોવાથી, ડોભાલજીનો હુકમ માન્યા વગર ચાલે તેમ ન હોવાથી,આખરે ગૃહ મંત્રાલયે બંનેને છૂટા કર્યા.

બંને બદમાસોને મુક્તિ મળેલી હોઈ, તેમનો આત્મવિશ્વાસ ચરમ સીમાએ હતો. તેઓ મનમાં મલકાતા હતાં કે, કેવા ગૃહ મંત્રાલયના અધિકારીઓને મૂરખ બનાવી કેદમાંથી મુક્તિ મેળવી. તેઓ હવે બેટોક પાછા મિલિયનમ પાર્ક પાસે આવી એક નિશાની કરેલા લીમડાના ઝાડ પાસે આવ્યા. તેઓ હવે તેની છાયામાં બેસી,તે લીમડાના ઝાડ ઉપર સંતાડી રાખેલ ન્યૂટ્રીન ડાયટની બેગ લઈ જમવા બેઠા હતાં. આ ન્યૂટ્રીન ડાયટ એવો હતો કે મુઠ્ઠીભર ખાવાથી દિવસોના દિવસ ભૂખ ના લાગે, તેવા ડાયટની ડિશ જમતા –જમતા બંને વાતોએ વળગ્યા હતાં, અને ભાવિ યોજનાની કડીઓ ગોઠવતા હતાં. તેઓને ખબર નહતી કે તેઓની વાતો રેકોડ થઈ રહી છે.

મિલિયનમ પાર્કના તે લીમડાના ઝાડ ઉપર ગોઠવેલ CATV સિસ્ટમ દ્વારા માસ્ટર સ્પાઈ ડોભાલજી ધ્યાનથી આ બંને બદમાસોનો વાર્તાલાપ સાંભળતા હતાં. ગૃહ મંત્રાલયના અધિકારીઓ તો હવે ચિંતમુક્ત હતાં , તેઓને ડોભાલજી એ રાજુકરેલ બદમાસો વચ્ચે થતાં વાર્તાલાપના રેકોર્ડિંગમાં કઈ ખબર નહતી પડતી, પરંતુ માસ્ટર સ્પાઈ ડોભાલજીએ તેને ડીકોડ કરેલી તેથી તેઓએ જણાવ્યુ કે આ છૂટા મુકાયેલા મંગળ ગ્રહવાસીઓમાં જે શખ્સ લાંબો છે તેનું નામ ઝેક છે અને ઠીંગણી છોકરી છે તેનું નામ ઝીલ છે. ઝેકએ સમગ્ર મિશનનો સરદાર છે,અને ઝીલ તેની પ્રેમિકા અને સહ કાર્યકર છે અને તેઓએ એક ભયાનક માયાજાળ રચી હતી, તે પ્રમાણે રજઘાની ઓરમમાં પાવર પ્લાન્ટ સ્થપાયેલ છે , જે આખાય કલિંગ પ્રદેશને વીજળી પુરી પાડનાર એક માત્ર છે , તેમાં ભાંગફોડ કરી વીજળીનું ઉત્પાદન ખોરવી સમગ્ર પ્રદેશમાં વહીવટી તંત્ર ભાંગી નાખવાનું હતું. અને એકવાર તેમાં સફળતા મળે એટલે, કલિંગ પ્રદેશના ભારતે સ્થાપેલાં બધાજ સુરક્ષાના હથિયારો રમકડાં બનવાના હતાં, અને ઝેક આ સમય દરમ્યાન પોતાની પાસે રહેલી પાવર બઁકની મદદથી કલિંગ પ્રદેશના ડિફેન્સ વિભાગના કોમ્પુટરોના ડેટા હેક કરી તેને નિસક્રિય કરશે. અને ઝીલ, મંગળ ગ્રહને સંદેશો મોકલી, મંગળ ગ્રહ ઉપરથી સ્લીપિંગ ગેસ સાથે આવનાર ઊડતી રકાબી જેવા રોકેટોનો કબ્જો લઈ, તેને આખાય કલિંગ દેશ ઉપર ઉડાવી, રસાયણિક ગેસનો છંટકાવ કરશે. જેથી તમામ પ્રજા લાંબા સમય માટે ચીર નીંદરમાં સરી પડશે. આમ આ બંને કાર્યને સફળતા પૂર્વક પાર પડ્યા બાદ, જમ્મો ઊડતી રકાબી જેવા-રોકોટોની એક બેટાલિયન ચંદ્ર ઉપર ઉતરશે અને બધા ચાવી રૂપ સ્થળો ઉપર કબ્જો મેળવી, હંમેશને માટે કલિંગ દેશને પોતાને હસ્તક કરી રેનેનિયમ ખનીજનો એક માત્ર માલિક બની ચંદ્રનું પણ આધિપત્ય પોતાને હવાલે લઈ સમગ્ર ગ્રહ મંડળમાં તેમની હકૂમત ચલાવશે.

માસ્ટર સ્પાઈ ડોભાલજી માટે મંગળ ગ્રહની ભાષામાં થતી ઉપરોક્ત વાતચીત સમજવી હવે આસન હોઈ, આ ખતરનાક ષડયંત્રની કડીઓ હવે જાહેર થઈ ગઈ હતી, તે સાથે માસ્ટર સ્પાઈ ડોભાલજીએ એક જોખમી દાવ ખેલ્યો. કલિંગ પ્રદેશના પ્રાઈમ મિનિસ્ટરને આ આખી કુટિલ યોજનાથી માહિતગાર કર્યા, અને ખોટા સમાચાર વહેતા મૂકાવડાવ્યા કે દેશના પાવર પ્લાન્ટમાં મોટી યાંત્રિક ખામી ઉદભવતા આગામી સાત દિવસ કોઈને વીજળી મળશે નહીં, અને સમગ્ર દેશમાં ઈમરજસી ડિકલેર કરી બીજી નોટિસના આવે ત્યાં સુધી સખત દેશ વ્યાપી લોક ડાઉનનું જાહેરનામું બહાર પાડી, તાત્કાલિક તેને અમલી બનાવી દીધું.

મિલિયનમ પાર્કમાં ઝેક અને ઝીલ બપોરે જામી સાંજે ઉઠ્યા ત્યારે રાત થઈ ચૂકી હતી, પણ અંહી આજે અંધારું હતું, રાતના કાળા ડિબાંગ અંધારમાં એક માત્ર આકાશમાં ટમ-ટમતા તારલાઓ વચ્ચે પૃથ્વીનો આછો પ્રકાશ રેલાતો હતો. આંખો ચોળતા બંને ઊભા થયા ત્યારે પાર્કના સિપાઈએ પાવર પ્લાન્ટ ફેલિયોર અને દેશવ્યાપી લોક ડાઉન અને જાહેર થયેલી ઈમરજન્સીની વિગતથી અવગત કરતાં સત્વરે પાર્ક ખાલી કરવાની તાકીદ કરી. ઝેક અને ઝીલ બંને આ વાત જાણી ખુશ થઈ ગયા, કારણ કે હવે મિશનની સફળતા તેઓને હાથ વેતમાં દેખાતી હતી. મિશનની સફળતાના અંતે તે બંનેને આ આખાય કલિંગ પ્રદેશ સહિત ચંદ્રનો સ્વતંત્ર હવાલો મળવાનો હતો એટલે કલિંગ દેશના સમ્રાટ બનવાના ખ્વાબ હવે હકીકતના દરવાજે હતાં અને તેથી એક બીજાને મુબારક કહેતા હતાં. પરંતુ આ બંને ઉપર ડોભાલજીની ચકોર નજર હતી તેનાથી તેઓ બે ખબર હતાં.

પછીના ત્રણ દિવસોમાં કેંપોલી પ્રદેશની પ્રજા વીજળી વગર ઘરમાં પુરાઈ રહી થાકી ગઈ હતી, અને ઝેક અને ઝીલને હવે પાકી ખાત્રિ થઈ ચૂકી હતી કે, દેશમાં વિરાટ વીજળીનું સંકટ અસ્તિત્વમાં છે. અને તેઓ ડોભાલજીએ ગોઠવેલી આબાદ જાળમાં સામે ચાલીને આસાનીથી આવી ગયા હતાં. ઝીલે મંગળ ગ્રહ ઉપર મોકલેલ મેસેજ ડોભાલજીએ અંતરેલો હોવાથી ખબર હતી, કે આ લોકોના ચાર રોકેટોની બેટાલિયન શુક્રવારની રાત્રે કેંપોલી ઉપર તત્રાટકવાની છે. અને શુક્રવારની બપોરથી જ મહાબલી ડોભાલજી અને કલિંગ દેશના ચુનંદા કમાન્ડો, મંગળ-શનિ ગ્રહની નાપાક ફોજના સ્વાગત માટે દારૂગોળાના ફૂલ સાથે તૈયાર હતાં. જેવી કલિંગ દેશની બેટરી સંચાલિત રડાર સિસ્ટમમાં રાત્રે આંઠના સુમારે કોઈ ઉડતા પદાર્થની ચેતવણીની રિંગ આવી, કે તરત ડોભાલજીએ તેમની ઘાતકી વેમ્બુલા લેસર ગન લઈ કંટ્રોલ ટાવર ઉપર ઊભા રહી ગયા.

માસ્ટર સ્પાઈ ડોભાલજી માટે આવો અંતર ગ્રહ વિગ્રહ ને ડિલ કરવાનો પહેલો ખતરનાક જંગ હતો,એટલે તે સાવધ હતાં, તેઓએ જેવી રકાબી જેવા - રોકેટ બેટાલિયનને તેમની વેમ્બુલા લેસર ગનની રેંજમાં આવેલી ભાળી, તે જ પળે માસ્ટર સ્પાઈ ડોભાલજીએ તેમની ઘાતકી વેમ્બુલા લેસર ગનની ટ્રિગર દબાવી, અને ઘાતકી વેમ્બુલા લેસર ગને તેનું કામ પાર પડતાં મોટો લેસરનો શેરડો રેલાવી, ચારેય રકાબી રોકેટને તબાહ કરી નાખ્યા હતાં. આમ જૂજ પળમાં કલિંગ પ્રદેશના આકાશમાં મધ્ય રાત્રિએ સૂરજ ઊગ્યો હોય તેવો આકાશમાં ઉજાસ રેલાઈ ગયો.અને ચારેય રોકેટોનું કલિંગ દેશની પવિત્ર ધરતી ઉપર લેંડિંગ થાય તે પહેલા અવકાશમાં સળગીને રાખ થવા પામ્યા હતાં.

મંગળ ગ્રહના નાપાક ષડ્યંત્રના પર્દાફાશની ઉજવણી સમી ધડાકાભેર થયેલી આતશબાજી, અને કલિંગ દેશના આકાશમાં મદ્ય રાત્રિએ ફેલાયેલો પ્રકાશ સમગ્ર માનવજાતિ માટે નવા યુગનો ઉદય હતો. ત્યારે મિલિયનમ પાર્કમાં લેસરની મશાલ લઈ ઉભેલા ઝેક અને ઝીલને લેસરની મશાલ લઈ ઉભેલા ઝેક અને ઝીલને કલિંગ પ્રદેશના બહાદુર સૈનિકોએ ફરીથી પકડી લીધા ત્યારે તેઓ માસ્ટર સ્પાઈ ડોભાલજીની રચેલી માયાજાળમાં સપડાયેલા હોવાથી લાચાર હતાં.

હાથમાં આવેલો મોકો છોડે તેવા ડોભાલજી તો હતાંજ નહીં, ઝેક એન્ડ ઝીલ બંને મંગળ વાસી પાસેથી રેનેનિયમ ખનીજના ક્ષુધિકરણ અને આમ જીવનની સુખાકારીની સમગ્ર રીત ઓકાવી અને તે અંગેના તમામ ડેટા ભારતને હવાલે કરી દીધા જેથી ભરતવર્ષના ઉત્કર્ષ માટે કામ આવી શકે. સમગ્ર કલિંગ પ્રદેશમાંથી લોકડાઉન ઉઠાવી લેવામાં આવ્યું અને ત્રણ દિવસનો રાષ્ટ્રીય ઉત્સવ જાહેર થયેલો હોવાથી ચારેકોર આનંદનું વાતાવરણ છવાયેલું હતું.

આસુરી તત્વો ઉપરના વિજયની ઉજવણી દરમ્યાન કલિંગ પ્રદેશની સરકારે માસ્ટર સ્પાઈ ડોભાલજીનો આભાર માની. કલિંગ દેશની સીટીજનશીપ એનાયત કરી હંમેશ માટે કલિંગ દેશ રોકાઈ સેવા આપવા વિનંતી કરી, ત્યારે માસ્ટર સ્પાઈ ડોભાલજીના મોબાઈલમા ભારત દેશમાં અરાજકતા ફેલાવના પાકિસ્તાનનાં રચાઈ રહેલા ષડયંત્રને નાકામ કરવા જવા માટે PMOથી આદેશ આવી રહ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy