Deepa Soni

Children Comedy

3  

Deepa Soni

Children Comedy

મિતની ફેશન

મિતની ફેશન

2 mins
7.5K


આજે મિતને શાળામાં દસમાં ઘોરણની પરીક્ષા પૂરી થઇ. બીજા દિવસે બઘા મિત્રોએ પાર્ટી કરવાનું નકકી કર્યું. પાર્ટીની થીમ ફાટેલું જીન્સ પેન્ટ અને તેને મેચિંગ ફાટેલું શર્ટ પહેરવાનું હતું.

હવે તો છોકરાઓમાં સહેજ ફાટેલાં હોય તેવાં પેન્ટ પહેરવાની ફેશન છે... બઘાંએ તે થીમ રાખી. મિત પાસે તેવું કોઇ જીન્સ ન હતું એટલે તેણે નવું ખરીદવાનું વિચાર્યું... 

બીજા દિવસે મિત સવારથી મમ્મી પાસેથી હજાર રુપિયા લઇને મિત્રો સાથે ખરીદી કરવા ગયો... આખો દિવસ એક દુકાનથી બીજી દુકાન ફરતો રહ્યો... ચાર કલાક ફર્યા પછી તેને મનગમતું ફાટેલું - કલર ઉડી ગયો હોય તેવું જીન્સ પેન્ટ અને શર્ટ મળ્યા...! આઠસો રુપિયાનો ખર્ચ થયો. મિતે તેને મેચ થાય તેવા અંગુઠો બહાર નીકળે તે રીતે તુટેલા હોય તેવા બુટ પણ ખરીદ્યા... બઘું ખરીદીને તે ઘરે ગયો.

બહુ થાકી ગયો હતો તો પણ બહુ ખુશ હતો કે આજે તો પાર્ટીમાં મારા જ કપડાં અને બુટ બઘાંથી સરસ હશે. તે કપડાં અને બુટ સોફામાં જ મૂકીને જમવા બેસી ગયો. પછી બહુ થાકી ગયો હતો એટલે પોતાના રૂમમાં જઇને સૂઇ ગયો. 

બે ત્રણ કલાક પછી ઊઠ્યો ત્યારે પાર્ટી યાદ આવી. તેને થયું ચલો હવે તૈયાર થવું જોઇએ... તે બહારના રૂમમાં ગયો. ત્યાં તેના દાદીમાં હાથમાં એક ડબ્બો પકડીને બેઠાં હતાં. મિતે જોયું કે દાદી ખુશ હતાં. મિતે પૂછ્યું, "કેમ દાદી આટલાં ખુશ છો ? આ નવો ડબ્બો કયાંથી લાવ્યા?"

દાદી હરખાતા બોલ્યાં, "અરે ખુશ તો થાઉં જ ને..! જો ને તારુ એક પેન્ટ અને એક શર્ટ કેવું કલર ઉડી ગયેલું અને ફાટેલું હતું. પાછા બુટ પણ ફાટી ગયા હતા. હમણાં વાસણવાળી બાઇ આવી હતી. તેને મેં તારા ફાટેલાં કપડાં આપીને ડબ્બો લીઘો. હજી બુટ તો પડયા છે... જો ડબ્બો સરસ છે ને?"

મિતે જોયું કે તેણે સોફામાં મૂકેલાં નવાં કપડાં ત્યાં ન હતાં.. તે દાદીમાંનાં હાથમાં રહેલો પોતાના આઠસો રુપિયાના કપડાનાં બદલામાં મળેલો ડબ્બો જોઇ રહ્યો...


Rate this content
Log in

More gujarati story from Deepa Soni

Similar gujarati story from Children