માતૃહદય
માતૃહદય
એક બસ સ્ટેશનના નાનકડા બાંકડા પર એક સ્ત્રી બેઠી હતી. તેના ખોળામાં એક બાળક રમતું હતું. એવામાં બીજી એક સ્ત્રી આવીને એ જ બાંકડા પર બેસી ગઈ. એણે પેલી સ્ત્રીના ખોળામાં બેઠેલું રૂપાળું બાળક જોયું. એટેલે એ તેને રમાડવા લાગી.
એટલામાં એક બસ આવી. પહેલી સ્ત્રી પોતાનું બાળક લઈને ઉભી થઈ. બીજી સ્ત્રીએ એકાએક તેના હાથમાંથી બાળક ખેંચી લેતા કહ્યું.
’તું મારા બાળકને લઈને ક્યાં જાય છે, મારું બાળક મને આપી દે.’
બાળકની માત તો આ સંભાળીને ડઘાઈ ગઈ. તે બોલી,
‘બહેન આ તો મારું બાળક છે. તું વળી તેની મા ક્યારથી થઈ ગઈ !’
આમ બંને સ્ત્રીઓ બાળક માટે ઝઘડવા લાગી. તેમનો ઝઘડો જોઈને લોકોની ભીડ ભેગી થઈ ગયા. છેવટે આંખો મામલો અદાલતમાં ન્યાયાધીશ પાસે પહોંચ્યો.
ન્યાયાધીશ સાહેબે બંનેની વાત ધ્યાનથી સાંભળી. પછી બંને સ્ત્રીઓને સાચું બોલવા માટે સમજાવ્યા. પણ બંનેમાંથી કોઈ પોતાની જીદ છોડવા તૈયાર ન હતી.
પછી ન્યાયાધીશ સાહેબે ખુબ વિચાર કરીને ઉપાય આપતા કહ્યું,
‘આ બાળકના બે ટુકડા કરી નાંખો. અને બંને એક એક ટુકડો આપી દો.’
આ સાંભળી પેલી બીજી સ્ત્રી કંઈ બોલી નહિ. તે આ નિર્ણય માટે સહમત થઈ ગઈ. પણ પહેલી સ્ત્રી આ વાત સંભાળીને જોર જોરથી રડવા લાગી. તેણે કહ્યું,
‘ન્યાયાધીશ સાહેબ આ બાળક પેલી સ્ત્રીને જ આપી દો. પણ મારા બાળકના ટુકડા કરી એને મારી ના નાંખો. એ સ્ત્રીને આપી દેવાથી મારું બાળક જીવતું તો રહેશે.'
આ સાંભળી ન્યાયાધીશ સાહેબને આખી વાત સમજાઈ ગઈ કે પહેલી બાઈ જ એ બાળકની સાચી માતા છે. જેને પોતાના બાળકને જીવતો રાખવાની વિનંતી કરી. અને બાળક એ પહેલી સ્ત્રીને સોંપવામાં આવ્યું.
