માતાની મમતા
માતાની મમતા


એક સરસ મઝાનું ગામ હતું. તેમાં એક કુંભાર છગનનું પરિવાર રહેતું હતું. પત્નીનું નામ મંજુબેન હતું. તે માટલા વેચી પોતાનાં પેટનો ખાડો પૂરતા. કુંભારને એક છોકરી અને એક છોકરો હતો. તેમનું નામ નેહા અને ચિન્ટુ હતું. તેઓ ખુશ ખુશાલ રહેતાં હતા. અચાનક મંજુબેન બીમાર પડ્યા. તેને ખુબ જ દવાઓ લીધી. છતાય તે બચ્યા નહી. તે મારતા પહેલા બન્ને છોકરાઓને ભાલામણ કરતા હતાં. કે બેટા ભણવામાં ધ્યાન આપજો. નેહાને ચિન્ટુનું ધ્યાન રાખવા કીધું. મારો જમણો હાથ કાપી લેજો. ભૂખ લાગે ત્યારે તમારા પર ફેરવશો તો ધરાઈ જશો.
કુંભાર ને એવો વિચાર આવ્યો કે મારાં બંને છોકરા નાના છે એટલે મારે બીજા લગ્ન કરવાં જોઈએ. અને બીજા લગ્ન કર્યા. પરંતુ સ્વભાવે તે ખુબ ગુસ્સાવાળી હતી. એટલે છોકરાઓ ગુસ્સાવાળી મંગું કહીને બોલાવતા. લગ્ન પછી એ ઘરે આવી તો નજર ફેરવીને જોયું તો તેની નજર ગોખલામાં હાથ પડેલો તેના પર પડી. તેણે છગન ને કહ્યું આ હાથને દુર ફેંકી આવો. અને છોકરાઓએ ના પાડી. તે બોલી તમે આ હાથ નહી ફેંકી આવો તો હું મારી માને ત્યાં ચાલી જઈશ. છગનને મજબુરીમાં હાથ ફેંકવા જાઉં પડ્યું. તેણે એ હાથ એક કુવામાં ફેંક્યો. અને મંગુએ થોડા વખત મા એક પુત્રીને જન્મ આપ્યો.
જે મંજુના છોકરા હતાં તેમને તે સાચવતી ના હતી. બંને ભાઈ બહેન આખો દિવસ અહીથી તહી રખડતા હતાં. પહેલા બંનેનું ભણવાનું બંધ કર્યું. અને છગનના ચાર પાંચ બકરા હતાં તે આ બનેને ચરવા મોકલે. તેઓ એક દિવસ પેલા કુવા પાસે પહોંચ્યા જ્યાં તેમની માતાનો હાથ નાખેલ. ત્યાં બંને ભાઈ બહેનને ભૂખ લાગી તો ત્યાં પડેલા કોઠીમ્બા ખાવા લાગ્યા. ત્યાં મંગુએ તેની છોકરી સુમિતાને સાંદ કરવાં મોકલી.
સુમિતા એ જોયું તો એ બંને ખાવા બેઠાં હતાં. તે જોઇને સુમિતા પણ ખાવા બેઠી. પણ તે જે કોઠીમ્બુ તોડે તે એને કડવું લાગે. ઘરે આવીને તેમની મમ્મી ને કહ્યું “ મમ્મી તે કુવા પાસે કોઠીમ્બા ખાતા હતાં. હું ખાવા જાઉં તો કડવા લાગે પણ એ તોડે તો મીઠા લાગે.“
આ વાત માંગું એ છગનને કરી કે પેલા કુવા પાસેથી કોઠીમ્બા તોડી લાવો અને એને આખી કાપી કાઢો. નહીતો માને ત્યાં જતી રહીશ. છગનને મજબુરમા કાપવા જવું પડ્યું. પછી તે ભાઈ બહેન આવ્યા તો મગું એ તેમને ખુબ માર્યા. તે ભાઈ-બહેન ઘર મૂકીને ચાલી નીકળ્યા. ત્યાં એક સ્મશાન આવ્યું. ત્યાં પહોંચ્યાને જોયું તો ત્ય
ાં ખુબ જ મોટી મતીરી હતી. તે ખુબ જ ભૂખ્યા હોવાથી મતીરી તોડીને ખાવા લાગ્યા. તેની બીજી માને ખબર પડી એટલે છગનને કહે સ્મશાન પાસે થી મતીરી કાપી લાવો. નહી તો માને ત્યાં ચાલી જઈશ.
એક બાજુ બન્ને ભાઈ બહેન ટાઈમસર ખાવાનું ન મળતા તેનો ભાઈ મૃત્યુ પામ્યો, તેણે તેના ભાઈ પ્રત્યે પ્રેમભાવ લાગણી રાખ્યા અને તને સાચવ્યો છતાય અવસાન થયું. બહેન એકલી પડી જતા ખુબ જ દુઃખ થયું. તે એક મોટા બાગમાં પહોંચી. ત્યાં તેની માતાએ કાબરનો અવતાર લીધો. નેહા ખુબ ભૂખી હોવાના કારણે ચાલી પણ શકતી ન હતી. તે એક ઝાડ નીચે જઈને બેસી ગઈ. તે કાબર બાધાનાં હાથમાંથી ખાવાનું લઈને તેને આપતી. નેહાની આ વાત મંગુ એ સાંભળી અને જયારે કુંભાર ઘરે આવ્યો તો કહે તમે પેલા બાગમાં જઈને પેલી કબર ને મારી નાખો. અને એ કુંભારે કાબરને મારી નાખી.
રાજદરબારમાં રાજાને ત્યાં નેહાના ભાઈએ રાજ્કુવર બનીને જન્મ લીધો. રાજ્કુવરનો જન્મ થયો ત્યારનું તેણે રોવાનું ચાલુ કર્યું. કે કોઈ રીતે છાનો ન રહે. રાજાએ આખા રાજ્યમાં ખબર આપી કે જે કોઈ કુંવરને છાનો રાખશે તેને રાજદરબારનો હિસ્સો માનવામાં આવશે. રાજપાટમાં રહેતાં બધાં લોકો આવ્યાં. એન નાનાથી માંડીને મોટા સુધીનાએ પ્રયત્નો કર્યા. છતાય તે રાજકુંવર રોવાનું બંધ નહોતો કરતો. ત્યરે એક વૃદ્ધ દાદાએ કહ્યુકે 'આખું ગામ આવ્યું નથી .હજુ એક કુંભારની દીકરી બાકી છે.' ત્યારે બીજા ભાઈ બોલ્યા કે 'આવડી ઉંમરના લોકોથી કુંવર છાનો નથી રહ્યો તો આનાથી થોડો રહેશે.'
રાજાએ તેને બોલાવાનો હુકમ કર્યો અને તેને આવીને તરત જ એક ગીત ગાયું..
કુવા કાંઠે કોઠીમડી ને
સ્મશાને મતીરી
રાજાના બાગમાં કાગલડી ને
રાજાના ઘરે ઘોડલડી
તે ગીત સાંભળી રાજકુમાર તરત જ ચુપ થઇ ગયો. ત્યારબાદ ગામના એક વૃદ્ધ, દાદા એ કહ્યું કે 'બેટા એક વાર હજુ ગાઈને સંભળાવ. અને નેહા એ ફરીથી સંભળાવ્યું . ત્યાં તેની મમ્મી ઘોડી સ્વરૂપે મળી ગઈ. તેના ભાઈ કુંવર રૂપે અને તે પોતે રાજપાટમાં હિસ્સા તરીકે મળી ગઈ. ત્રણેય મા દીકરી અને દીકરો ભેગા થઇ ગયા.
આખી દુનિયામાં બધાં જ મરે પણ મા ક્યારેય ન મરવી જોઈએ.. કારણકે દુઃખ સુખમા આપણને સાથ આપે, આપણું સારું ઈચ્છે . આપણને સાચો અને સરળ માર્ગ બતાવે. ઘરમાં બધાનું ધ્યાન રાખે. આપણને એના જીવ કરતા ય વધારે વ્હાલ આપે.એનુ જ નામ મા.