STORYMIRROR

Maitri Patel

Children Classics

3  

Maitri Patel

Children Classics

મારા પ્યારા બાપુ

મારા પ્યારા બાપુ

1 min
28.7K


આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું નામ માત્ર ભારત જ નહિ પણ પુરા વિશ્વમાં પ્રસિદ્ધ છે. ગાંધીબાપુનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમનો જન્મ આપણા ગુજરાત રાજ્યમાં પોરબંદર શહેરમાં ૨ ઓક્ટોબર ૧૮૬૯મા થયો હતો. તેમની માતાનું નામ પૂતળીબાઇ અને પિતાનું નામ કરમચંદ ગાંધી હતું. તેમના લગ્ન કસ્તુરબા સાથે થયા હતા. તેમણે પોતાનું પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં લીધું હતું. જયારે તેઓ ઇંગ્લેન્ડ જઈને બેરિસ્ટર બન્યા હતા.

ઇંગ્લેન્ડથી ભારત પાછા આવ્યાં પછી તેમણે જોયું કે ઈંગ્લેન્ડના અંગ્રેજો ભારત દેશમાં રાજ કરતાં હતા. અને ભારતની પ્રજા પર અત્યાચાર કરતાં હતા. આ વાત તેમનાથી સહન ના થઈ અને તેમણે અંગ્રેજો સામે સત્યાગ્રહ કર્યા. પણ તેની અંગ્રેજો વિરુધ્ધની લડાઈ સત્ય અને અહિંસા પર આધારિત હતી. તેમણે દેશમાં હિંદુ અને મુસ્લિમોની એકતા માટે ખુબ કામ કર્યું હતું. તેમને દેશમાં કચડાયેલા અને પછાત કહેવાતા કોમના લોકોના ઉત્કર્ષ માટે ખુબ પ્રયત્નો કર્યા હતા. તેમને ગ્રામ સફાઈ, ખાદીનો પ્રચાર, સ્ત્રી શિક્ષણ જેવા ક્ષેત્રોમાં પણ મહત્વની કામગીરી કરી હતી. તેઓ આ જીવન દેશને જ સમર્પિત રહ્યા. એટલે જ દેશ તેમણે રાષ્ટ્રપિતા તરીકે સન્માન આપે છે.

ગાંધીબાપુ સત્ય અને પ્રેમના પુજારી હતા. તેઓ સાદું અને કરકસરવાળું જીવન જીવતા હતા. તેમણે બાળકો ખુબ ગમતા હતા. તેમણે અમદવાદમાં આશ્રમ સ્થાપ્યો હતો. ગાંધીબાપુનું જીવન ગરીબો અને દેશને સમર્પિત હતું. આમ છતાં બાપુના જ દેશમાં બાપુના કેટલાક દુશ્મનો પણ હતા. જેમણે ૩૦ જાન્યુઆરી ૧૯૪૮નાં રોજ ગાંધીબાપુની હત્યા કરી નાખી હતી.

આવા પ્યારા બાપુને શત શત વંદન.


Rate this content
Log in

Similar gujarati story from Children