મા તે મા
મા તે મા


મા તે મા
રાધનપુર રાજ્ય મા રાજા પાશો વર્માંનું રાજ હતું. તે પ્રજા પ્રેમી હતાં. તેને રાણી જયાવતી અને રાજકુમારી મીના અતિપ્રિય હોય છે. તેની દીકરી રાજકુમારી મીના માટે તે મરવા પણ તૈયાર હતાં.
થોડા સમય પછી રાની જયવતી બીમાર પડે છે વૈધ , અપાર દવા , ખુબ જ પ્રયાસ છતાં તેને સારું થતું નથી. છેવટે પ્રાણ જતી વખતે તે રાજા પાસે વચન માંગે છે,. મારાં મૃત્યુ પછી અમે મારી દીકરી મીનાને કઈ જ અગવડ પડવા દેશો નહી.
રાણીના મૃત્યુ પછી રાજા , રાજકુમારી અને આખું રાજ્ય ઊંડા શોક મા ડૂબી જાય છે. થોડા સમય પછી રાજા બીજા લગ્ન કરે છે, શરૂઆતમાં તો નવી રાની પણ સારી હોય છે, તે રાજકુમારી મીનાને સાચવે છે, પણ તેની દાસીની ચડામણ ને લીધે તે ક્રૂર બની જાય છે. નવી રાની રાજાને દેખતા રાજકુમારીને સાચવે. પાછળથી રાજકુમારી જમવાનું માંગે તો જમવામાં માટી આપે. અને મારે પણ.
એકવાર રાની જયવતી મારી ગઈ હોવા છતાં આત્મારૂપી રાજકુમારી ને મળવા આવે છે. રાજકુમારી તેની મમ્મીને બધી વાત કરે છે. કે નવી રવિ રાની પેહલા સારી હતી અને મને સાચવતી. પરંતુ તેની દાસીની ચડામણથી ક્રૂર બની ગઈ. હવે મને મારે પણ છે. અને જો હું જમવાનું માંગુ તો માટી આપે છે. આ વાત થી રાની જયાવતી ખુબ જ દુ:ખી થાય છે. તે પોતાની દીકરી મીનાની આવી હાલત જોઈ રડવા લાગે છે.
રાની જયાવતી રહી આત્મા, એટલે એ ગાય બનીને દૂધ આપે છે. રાજકુમારી રોજ બગીચામાં જાય ત્યાં ગાય આવે અને દૂધ આપે. એકવાર એ નવી રાણી ને વિચાર આવે છે કે હું આ રાજકુમારી ને જમવાનું નથી આપતી છતાં તે જાડી થતી જાય છે. પછી તેની દાસી પાસે તપાસ કરાવે છે. તો ખબર પડે છે કે આ ગાયના લીધે જ આ બધું છે. આવીને રાણી ગાયને રાજ્યની બહાર મોકલી દેવા હુકમ કરે છે.
છતાં પોતાની દીકરી માટે રાણી જયાવતી સફરજનનું વૃક્ષ બની જાય છે. રોજ રોજ રાજકુમારી બગીચામાં જાય અને સફરજન ખાય, ફરી નવી રાણી ને શંકા જાય છે, ગાય ને તો રાજ્ય બહાર તગેડી તો પણ કેમ આ દુબળી થઈને મરી નથી જતી. નવી રાની ફરી તપાસ કરાવે છે . દાસીને કહીને રાની એ સફરજનનું વૃક્ષ મૂળમાંથી ઉખેડી નખવે છે.
છતાં પણ રણ તરબૂચ નો વેલો બની જાય છે. રાજકુમારી રોજ બગીચામાં જાય અને તરબૂચ ખાય. આ વખતે તો રાની જયાવતી નક્કી કરે છે રાની અને દાસીની સઘળી વાત રાજાને કહી દેવી છે. નવી રાણીને ફરી શક જાય છે. કે રાજકુમારી તાજી માજી કેવી રીતે થાય છે. અને તપાસ કરી તરબૂચ નો વેલો ખેંચાવવાનું નક્કી કરે છે. પણ વેલો ખેંચાતો નથી. છેવટે નવી રાની રાજા પાસે જાય છે અને કહે છે કે બગીચામાં જે નાકામ વેલા છોડ છે તે કાઢી નાખવું જોઈએ. રાજા એ હા પાડી.
તરબૂચનો વેલો ખેંચાતો જ નથી ઘણા પ્રયાસો થઇ ચુક્યા હોય છે. અંતે રાજા ખુદ વેલો ખેંચવા જાય છે. રાજા જેવા વેલા ને અડે છે એમાંથી અવાજ આવે છે. ‘મહારાજ તમે તો વચન આપેલું કે મારી દીકરીને ક્યારેય તમે કોઈ અગવડતા પડવા દેશો નહી.’ પેહલા તો રાજા ને આશ્ચર્ય થયું પછી બોલ્યા કે ‘રાજકુમારી ને કોઈ અગવડતાં નથી.’ આ સાંભળી વેલો બોલ્યો ‘ મારી દીકરી ને તમરી આ નવી રાણીઅને તેની દુષ્ટ ક્રૂર દાસી જમવાનું નથી આપતી અને માંગે તો માટી આપે છે. આમ કરી તેને મારવા માંગે છે.’ આ સાંભળી રાજાએ નવી રાણી અને દાસીને કડક સજા આપી.
‘મા તે મા બીજા વગડાના વા’