મા બાપને ભૂલશો નહી
મા બાપને ભૂલશો નહી


એક ગામ મા એક ખેડુત રહેતો હતો . તેનાં મારીવાર મા પત્ની અને બે પુત્ર હતાં. તેઓ ખુબ પ્રેમ થી રહેતાં હતાં. તેઓ સંસ્કારી પણ હતાં. સૌ ખુબ જ ખુશ હતાં. તેઓ મોટા થતાં કમાવા માટે પરદેશ ગયા. ત્યાં બંને ભાઈઓ જમતા હતાં ત્યાં એક યુવાન આવ્યો. તેઓની વાતચીત થતાં દોસ્ત બની ગયા. ત્રણેય સાથે જ હરે ફરે.
એકવાર ખેડૂતે ફોન કર્યો કે પૈસા નિ જરૂર છે તો બંને છોકરા એ તરત જ પૈસા મોકલવા વ્યવસ્થા કરી. ત્યાં પેલા યુવાનને ઈર્ષા આવી કે આટલો સંપ કેવી રીતે. એટલે એણે ભંગાણ પડાવવા પોતાને ઘરે જમવા આમંત્રણ આપ્યું. મોજ્ શોખ એટલા કરાવ્યા કે પેલા બન્ને ભાઈઓ ખુશ થઇ ગયા. એન દોસ્તી વધુ પાક્કી થઇ ગઈ. ત્યારબાદ યુવાન બોલ્યો ઘરે કોઈ રોકટોક કરનાર નાં હોય તો જલસા જ પડે ને. હું તો મારાં માબાપ ને ઘરડાઘર મા મૂકી આવ્યો. આ સાંભળતા પેલા બંને ભાઈ ને આંચકો લાગ્યો. પણ લાંબી વાતો કરતા એક ભાઈ ને વાત ગળે ઉતરી ગઈ.
ઘરે જઈને તેણે પણ એ યુવાન નું જ અનુકરણ કર્યું. અને માબાપને ઘરડાઘરમાં મૂકી દીધા. જયારે બીજો ભાઈ આવે છે ત્યારે તેના માબાપ ન દેખાતા પૂછવા લાગ્યો. તો ભાઈ એ જવાબ આપ્યો કે તો તો ઘરડાઘર આપણને મૂકી ને ચાલ્યાં ગયા. પેલા ને વાત માનવામાં ન આવી. અને તપાસ કરી તો જાણવા મળ્યું કે એનો ભાઈ જ મૂકી આવ્યો છે. એ પાછો લઇ આવ્યો અને ભિ ને સુધરી જવા કહ્યું. અને સમઝાવ્યું કે બીજાણું અનુકરણ કરવું નહી. માબાપ નું ઋણ કોઈ જન્મ મા ભરપાઈ થાય એવું છે જ નહી. તેથી કહેવાય છે માબાપ ને ભૂલશો નહી.