લાલચુ કુતરો
લાલચુ કુતરો


એક નાનું પણ સુંદર મજાનું ગામ હતું. આ ગામમાં અનેક પરિવાર રહેતા હતા. તે ગામમાં એક ઝુપડી હતી. આ ઝુપડીમાં એક ઉમર લાયક ઘરડા ડોશીમાં રહેતા હતા. તેમના પરિવારમાં બીજું કોઈ નહતું. થોડીક જમીન હતી. તેની થોડીક આવક આવતી હતી. તેમાંથી તે પોતાનો ગુજારો કરતા હતા. આ ડોસીમા ગરીબ હતા. પણ સ્વભાવના ખુબ દયાળુ હતા. તેમને પ્રાણીઓ પર ખુબ જ વ્હાલ હતું.
ડોશીમાના ઘરે એક કુતરો રહેતો હતો. ડોશીમા રોજ પોતાના જમવા માટે એક રોટલો બનાવતા હતા. અને જમવા બેસે ત્યારે આ કુતરાને રોટલાનો કટકો નાખતા. કુતરો પણ આ રોટલો ખાઈને ધરી જતો. પણ આ કુતરો સ્વભાવનો ખરાબ અને ગદ્દાર હતો. તે ખુબ લાલચી હતો. તેને રોજ ખાવાનું મળતું હોવા છતાં તેને સંતોષ નહતો. તે હમેશા આખો રોટલો લઇ જવાની લાલચ કરતો.
એક દિવસ ડોસીમા રોટલો બનાવી જમવા બેઠા. કટકો રોટલો કુતરાને પણ આપ્યો. પણ ડોશીમાને જમતા જમતા પાણી પીવાનો જીવ થયો. ડોશીમાં પાણી પીવા ઉઠ્યા. એટલે કુતરાને મોકો મળી ગયો. તે ઝડપ કરતો ઝુપડીમાંમાં ઘુસી ગયો. અને ડોશીમાનો આખો રોટલો લઈને ભાગી ગયો. ડોશીમાં બિચારા ઘરડા અને અશક્ત હતા. તે કુતરા પાછળ ડોસી શક્યા નહિ.
કુતરો રોટલો લઈને ગામને ગોદરે પહોંચી ગયો. ત્યાં એક તળાવ હતું. ખુબ દોડવાને લીધે કુતરાને થાક લાગ્યો હતો. અને તરસ પણ લાગી હતી. એટલે કુતરો તળવાના પાણીમાં પાણી પીવા ગયો. એ પાણી પીવા માટે નીચે નમ્યો ત્યારે તેને તળાવને પાણીમા પોતાનું પ્રતિબિંબ દેખાયું. તેના મોઢામાં રોટલો હતો. એટલે પોતાના પ્રતિબિંબમાં પણ તેને રોટલો દેખાયો. કુતરાને એમ થયું કે આ તળવામાં કોઈ બીજો કુતરો છે. તેનો પાસે પણ રોટલો છે.
એટલ કુતરાએ કોઈ જાતનો વિચાર કર્યા વગર સામે વાળા કુતરાને મારવા તળાવની અંદર ઝંપલાવી દીધું. પણ સામે કોઈ કુતરો ક્યાં હતો ! ઓ એનું પ્રતિબિંબ હતું. કુતરો તળાવમાં પડ્યો અને ડૂબીને મારી ગયો.